________________
ખંડ પહેલો-પ્રકરણ -
પ્રકરણ ૧,
વિશ્વ તથા ધર્મને અનાદિ કાળ,
જૈનધર્મની પ્રાચિનતાની સિથી જુની નોંધ કયા વખતે થયેલી ધાસ્વામાં આવે છે, તે બાબતની તપાસમાં ઉતરતાં પહેલાં દુનિયાની ઉત્પત્તિ કઈ વખતે થઈ કે કેમ? ને જે થઈ, તે તે કયારે થઈ અથવા તો આપણી જાણ પ્રમાણે તેને કેટલાં વર્ષો થયાં હોવાં જોઈએ એ તપાસવાની પહેલી જરૂર છે.
હમણુના સુધારા વધારાના કાળને શોધ ખોળનો કાળ અથવા વિચારકાળ કહેવામાં આવે છે પિતાની મેળે પોતાને માટે નિશ્ચય કરે, પરંપરાગત સિદ્ધાન્તનું બનતે પ્રયાસે શાસ્ત્રીય અને તાત્વિક રીતિએ પરીક્ષણ કરવું, અને ન્યાયસિદ્ધ પ્રમાણેની કમેટીએ કસાયેલી વાર્તા માત્ર સ્વિકારવી, એ વર્તમાન બુદ્ધિનું વિશેષ લક્ષણ છે. પાશ્ચાત્ય કેળવણીના પ્રતાપે હમણાના મનુષ્યની બુદ્ધિ એટલી તે તીવ્ર થઈ છે કે ગમે તેવી બાબત છે-સામાજીક, રાજકીય, નૈતિક, કે ધર્મ વિષેની, ગમે તેવી બાબત છે-તે ઉપર સ્વતંત્ર વિચાર કરી, તેના પૂર્વ તથા ઉત્તર પક્ષની સાબીતીઓ યા તથા સાંભળ્યા વગર તેઓ કાંઈ પણ અનુમાન ઉપર આવી શકતા નથી. વધારે ખુલ્લા શબ્દોમાં કહીએ તે હમણાના વિચારશીલ મનુષ્યની પ્રકૃતિ, વિચાર–-સ્વતંત્ર વિચાર કરવાની પદ્ધતિ ઉપર વધુ દોરાઈ છે, અને તે માટે તેઓ ધર્મની શ્રદ્ધા ને પૂજ્ય બુદ્ધિને ન ગણકારતાં સ્વતંત્ર વિચારના હકને વધુ માન આપે છે. આવા મનુષ્ય, સમાજ કે કુટુંબ કબીલાની નિંદાથી, કે રાજ્ય તરફના દંડથી, કે લેક લાગણીથી નહી ડરતાં જે વિચારો તેઓના હદયને માન્ય ન હોય તે સ્વિકારતા નથી, અને તેમ કરવામાંજ પિતાનું મોટું ડહાપણ, તથા ધર્માભિમાનીપણું માને છે.
આવા વિચારે પહેલાં પાશ્ચાત્ય પ્રજામાં ઉત્પન્ન થઈ આ દેશમાં અપાતી કેળવણીના પ્રતાપે હિંદુસ્તાનમાં અનુકરણરૂપે પ્રસાર પામ્યા છે તે છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com