________________
ખંડ પહેલ-પ્રવેશ. વ્યવસ્થા કરવાથી, માગધી ભાષાના જૈન વિદ્વાનોને એ ભાષાની ખીલવણી માટે વ્યાકરણ વગેરેનાં પુસ્તકો પ્રગટ કરવા જણવ્યાયી અને બને તે યુનીવર્સીટીએમાં બીજી ભાષા તરીકે એ ભાષાને પણ દાખલ કરવા ઉપાયો લેવાથી, એ ભાષા ખીલવવાનું બની શકે એમ છે.
છર્ણ થતાં પુસ્તકે !
અન્યધમી વિધાનએ જનધર્મ માટે પેટા વિચારો જણાવવામાં જે કેટલીક ભૂલો કરી છે, તેમાં જીર્ણ થતાં પુસ્તકો પણ કેટલાક ભાગ આપે છે. જૈનો પોતાના પુસ્તકો પોતે તપાસતા નથી, બીજાને તપાસવ દેતા નથી, અને જે કઈ તપાસી પ્રગટ કરે છે તેને તે શુદ્ધ ને ઉત્તમ રીતે પ્રગટ કરવામાં મદદ આપતા નથી. લાખો પુસ્તકો આ કારણે નાશ પામ્યાં છે અને ભવિષ્યમાં હજારોનો નાશ થવા સંભવ રહે છે જ્યારે જે પુસ્તકને નાશ થઈ જાય ત્યારે તે પુસ્તકોમાં જે જે ઉત્તમ જ્ઞાન સમાયું હોય તે પણ તેની સાથે નાશ પામે, અને તેથી તેઓના ધર્મજ્ઞાનને મેટું નુકશાન થાય, હજારો શંકાઓ ઉત્પન્ન થાય, વગેરે બનાવો બને એમાં શું નવાઈ ! એ શંકાઓના કારણે જૈનધર્મની નિંદા થાય એમાં શું નવાઇ ! એ કારણથી જૈનોએ છર્ણ થતાં પુસ્તકોને ઉદ્ધાર કરવાની જરૂર છે. શ્રીમદ્ મુનીરાજ શ્રી ૧૦૦૮ આત્મારામજી માહારાજ એક ઠેકાણે જણાવે છે કે “ હિંદુસ્તાની, દક્ષણી, મુસલમાની, બંગાલી, વગેરે સર્વ લોક અંગ્રેજી, ફારસી, વગેરે અનેક તરેહની વિદ્યા શીખે છે, પણ જૈન મતના શાસ્ત્રોનો કોઈ પણ બીજા મતવાળાઓએ અભ્યાસ કર્યો નથી. વેદ, પુરાણ, કુરાન, વગેરેને અભ્યાસ ઘણા અંગ્રેજોએ કર્યો છે પણ જૈન શાસ્ત્રને અભ્યાસ કરેલા અંગ્રેજો કવચિતજ નજરે પડશે. આનાં કેટલાંક કારણો છે અને તેમાં મુખ્ય કારણ એ છે કે જૈન ધર્મનાં ઘણાં પુસ્તકો જીર્ણ થઈ ગયાં છે અને બીજો જીર્ણ થતાં જાય છે તેવાં છર્ણ પુરત કોને ઉદ્ધાર નહીં થાય તો, તેઓનો બસ ત્રણ વર્ષમાં તદન નાશ થવા સંભવ છે. જૈન લેકો જે રીતે અન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com