________________
ખડ પહેલે–પ્રવેશ. આપણે પેદા કરવા શકિતવાન નથી તેને આપણે મારવાને તત્પર થવું ન જોઈએ” આવી રીતની કેળવણી જન્મથી જ દરેક જનને મળતી હોવાથી તેઓ સ્વભાવિક રીતે જ માયાળુ હોય છે; વધુમાં તેઓને એમ પણ શિખવવામાં આવે છે કે “ દુનિયા અસાર છે; સ સિના કર્મ પ્રમાણે જન્મે છે, સુખ ભોગવે છે, દુઃખ ભોગવે છે કે જ્યાં સુધી તેનાં કર્મ ખપી જતાં નથી ત્યાં સુધી તેને આ સંસારમાં ભમવું જ પડે છે; ભવ સંસારમાં ભમવું ન પડે તે માટે દરેકે શુભ, સારા, પરોપકારી, ને દયાળુ કામ કરવાં. બનતા સુધી દરેકને ઉપયોગી થઈ પડી પોતાને અને બીજા વચ્ચે અંતર ન ગણતાં, બધા સરખા જ છે એમ ગણી રાગ, દેશ, ત્યાગ કરી, સંસારનો કોપર વધુ ધ્યાન ન આપતાં તે પરમ સચ્ચિદાનંદનું જ ધ્યાન ધરવું, કે જેથી મોક્ષ માર્ગ સુજે અને આ સંસારમાં વર્ષ અટવાવું નહિ પડે.”
ભાવ કેળવણી સામાન્ય રીતે જૈનોને મળતી હોવાથી તેઓ દરેક તાર૪ માયાળું રહે છે, અને કોઈ ગુન્હેગાર હોય તો તેના તરફ પણ દયાની લાગણીથી જ જોઇ “ હ ! તે પોતાનાં કર્મના ફળ ભોગવશે !” એમ કહી છોડી દે છે. આ કારણથી પણ દુનિયાના કેટલાક છો તેમનાં માયાળુપણાને લાભ લે છે. દુનિયામાં એક જ જાતનાં માણસ નથી; કેટલાક સારા, કેટલાક ખરાબ, કેટલાક થોડા ખાબ, કેટલાક થોડા સારા વિગેરે સ્વભાવના માણસો નજરે પડે છે. એમાંથી ઘણાક તે બીજાને :ખ દેવામાં, અથવા રંજાડવામાં કે પોતાનો વાર્થ સાધવામાં જ હોંશિયારી માને છે. એવા મનુષ્ય જૈનધર્મ માટે ગમે તેવું બોલે, ગમે તેવું લખે, છાણે કે છપાવે તે તે સંબંધમાં જિનો કાંઇ ખબર કહાડતા નથી અને જે કવચિત ખબર કહાડે છે અને તેઓ તરફથી પોતાને મને પેતાના ધર્મને હાનિ થવા જેવું થયું છે, એવી છે કે ખાત્રી પણ થાય છે તે પણ તે સંબંધમાં તેઓ કાંઈ પણ ઉપાય નહિ જતાં શાંત રહે છે અને કહે છે કે “ હશે! જે કરશે તે ભરશે! આપણે ધર્મ સાથી ઉત્તમ છે છતાં તેને તેઓ ભલે ગમે તેમ વગોવે તેથી જ થયું ! સ સામે ધૂળ નાખનારની જ આ ધૂળથી ભરાય છે, તેથી કાંઈ સૂર્ય ઢંકાતા નથી, તેમ ઝાંખો થતાં નથી તે જ રીતે તેઓ પોતાના કર્મનાં પૂળ જિગવશે !!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com