________________
ખંડ પહેલે–પ્રવેશ
એટલું આવકારદાયક છે કે, ગયા વરસથી જેપુરના શુરવીર ઓશવાલ કુટુંબના એક નબીરા મીગુલાબચંદજી હા તરફથી જૈન કોન્ફરન્સ મેળવવાની ગોઠવણ ચાલુ કરવામાં આવી છે કે જેથી હિંદુસ્તાનના જૈનમાં મેટ સંપ થવાની વકી રખાય છે, એ જ ગૃહસ્થની મહેનતથી મુંબઈમાં પણ એક જૈન કોન્ફરન્સ બોલાવવામાં આવી છે અને તેના પરિણામો પણ ઘણાજ ઉત્તમ આવવાને દરેક સંભવ છે. આપણે એટલું જ ઈચ્છીશું કે ભવિશ્યમાં એ કુસંપ તુટી કંપની વૃદ્ધિ થાય અને પ્રાચિન જનધર્મના પ્રાચિન અનુયાયીઓ પોતાના પવિત્ર ધર્મના પવિત્ર ફરમાનનો પ્રકાશ દુનિયાના જુદા જુદા ભાગમાં ફેલાવી શકે.
જેની ઘર્મમાટે બેદરકારી
જેની પોતાના ધર્મ માટે બેદરકારીના સબબે જૈનધર્મને કેટલીક રીતે ખમવું પડયું છે એમ અગાડી જણાવવામાં આવ્યું છે. તેઓ પિતાના ધર્મના પ્રમાને શું છે તે સંબંધમાં ખંતથી કાંઈ પણ તજવીજ ન કરતાં બાપદાદાથી ચાલી આવતા ખોટા અથવા સારા રીવાજો અને ધર્મ વિરૂદ્ધના કેટલાક કામોને પણ અનુમોદન આપતા રહ્યા છે એ તેઓને માટે હિત કરનારું તો નહીં જ ગણી શકાશે. જૈનધર્મ ઘણોજ ઉત્તમ છે, તેને માનનારાઓ દયાના સાગર કહેવાય છે, તેને માનનારાઓ રાત્રિભોજન કરી શકતા નથી, અને અભક્ષ વસ્તુઓ વાપરી શકતા નથી, તે છતાં જૈનેની દયા કેટલીક વખત જેવી જોઈએ તેવી ઉપયોગમાં નથી આવતી. પંચંદ્ધિ જીવો માટે આ સુધારા વધારાના વખતમાં જૈનો તરફથી એગ્ય ગોઠવણ કરવામાં આવી નથી; રાત્રીભજન કરવામાં પણ કેટલાક આનંદ માને છે, કેટલાક જાણતાં અજાણતાં અભક્ષ વસ્તુઓનું ભક્ષણ કરે છે. આવા કારણથી કેટલાક નહીં ઈચછવા યોગ્ય નામધારી જૈનેના સબબે, “ એકને પાપે વહાણ ડુબે ” તેમ તેઓ આખી જૈન કેમનું અને જૈનધર્મનું અહિત કરનારા થઈ પડે છે. તેવાઓને સુધારવા માટે જૈન કોમે, જૈનધર્મ શું જણાવે છે તેનો શાસ્ત્ર આધારે ખુલાશો મેળવી, ઉપાયે લેવા ઘટે છે. જેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com