________________
દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ (૧) વેતાંબર ( ૨ ) દિગબર
એ બે પંથ છે કે ચોવીશ તીર્થકરોને માન આપે છે તે પણ તેને ઓના આચાર વિચારો અને ધર્મ શાસ્ત્રમાં ઘણો ફરક પડતો હેવાથી એ બંને પક્ષો વચ્ચે ઘણાજ મોટા ઝગડાઓ વારંવાર થયા છે ને તેમાં બને પક્ષને ભારી નુકસાન થઈ, બીજાઓને લાભ લે છે. વળી . તાંબરોમાં પણ સ્થાનકવાસીઓએ નવો પંથ કેટલાક વરસ ઉપર ચલાવી, મજબુત ઘરને નબળું બનાવવા જેવો માર્ગ અખત્યાર કર્યો છે. સ્થાનકવાસીઓ મુતીને પૂજતા નથી, જ્યારે વેતાંબર અને દીગંબર જૈને મુતી પૂજા કરે છે. એ સિવાય શ્વેતાંબર સંધમાં ૮૪ જુદા જુદા આચારના પક્ષે છે, જેને ગ૭ કહેવામાં આવે છે અને જેઓ દરેકમાં પણ ભાઈચારાની લાગણીનો અભાવ જોવામાં આવે છે. એ સાથે આશરે ત્રીસ વરસ ઉપર એક નવો પંથ નામે “ત્રણ થઈવાળા ને પંથ, જૈનમાંથી નિકળે છે અને તે પંથ નીકળવાથી પણ એક સંપીને બદલે જુદાઈમાં વધારો થયો છે. એ ઉપરથી જણાશે કે જેમાં પિતા પોતામાં ઘણું પક્ષે હોવાથી મોટા કુસંપ થવાથી, એ ધર્મને માનનાર આખા સમુહને મોટું નુકશાન થયું છે. ઘણાક વિદ્વાનોએ વારંવાર જણ વ્યું છે કે જે ઘરની દિવાલોમાં ફાટ પડે છે, તે ઘરને મોટું નુકશાન થવાનો સંભવ રહે છે અને બેની લડાઈમાં ત્રીજાને ફાયદો થવાનો સંભવ રહે છે. કુસંપના કારણે મોટા મોટા રાજ્ય અને કુટુંબનો નાશ થતો જવામાં આવ્યો છે તેમજ ધર્મને માનનારાઓના સંબંધમાં પણ કહી શકાય. આ કુસંપ નાબુદ કરવા માટે એ ધર્મના અનુયાયીઓએ મોટા પ્રમને અને સંગીન ઉપાયો જવા ઘટે છે. તેઓએ એટલું નથી ભુલવું જોઈતું કે તેઓ સઘળા જીનેશ્વરોના અને દયામયી ધર્મના અનુયાયી ઓ છે. જો કે તેઓએ પોતપોતાને માટે જુદા જુદા રસ્તાઓ શોધી લીધા છે, પણ તેઓ દરેક આદિશ્વર અને મહાવિરને નમનારા છે અને તેથી તેઓએ, બીજા કોઈ કારણથી નહીં તો ફક્ત એ જ કારણે કુસંપ કહાડી, સંપ વધારવા પ્રયત્ન કરવો ઘટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com