________________
૧૪૨
ખંડ બીજે પ્રકરણ ૨ જુ.
(૬) ઈશ્વરેજ પાપી જી
પેદા કર્યા હતા, એમ માનવાથી
પણ ઈશ્વર સૃષ્ટિકરતા સિદ્ધ થતા નથી.
જે કદી એમ માનીએ કે ઈશ્વરે પાપીજ જીવો પેદા કર્યા હતા. તો તેમાં પણ ઈશ્વરને દૂષણ લાગે છે, કેમકે જીવે પાપ કર્યા વગર શું કારણ તેને પાપી બનાવ્યા? આવું ધારવાથી તે ઈશ્વર અન્યાયી ઠરે. જે વાસ્તવિક નથી અને તેથી પણ ઈશ્વર સુષ્ટિકર્તા નથી એ સિદ્ધ થાય છે. (૭) ઈશ્વરે પિતાનું વર્ષ સૃષ્ટિમાં પ્રગટ કરવા સૃષ્ટિ રચી. છે, એમ માનવાથી પણ ઈશ્વર સૃષ્ટિકર્તા
સિદ્ધ થતા નથી. જો એમ માનીએ કે ઈશ્વરે પિતાનું એિશ્વર્ય પ્રગટ કરવા માટે સિદ્ધિ રચી છે, તે ઈશ્વર દુખી હતા એમ માનવું પડશે, કેમકે સૃષ્ટિ તો તેમણે પિતાનું ઐશ્વર્ય પ્રગટ કરવાને રચી અને તે પહેલાં સુષ્ટિ હતી જ નહિ, હવે જ્યારે સૃષ્ટિ હતી નહિ ત્યારે ઐશ્વર્યા પ્રગટ કર્યા વગર ઈશ્વર દુઃખી. હોવા જોઈએ, કેમકે દુઃખ વગર તેને સૃષ્ટિ રચવા કેમ મન થાય? વળી જો એમ હતું તો સૃષ્ટિ રચવા પહેલાં ઈશ્વર શું કરતા હતા, એ સવાલ પણ ઉત્પન્ન થાય છે. પણ ઇશ્વર તો દુ:ખી હોઈ શકે નહિ? અને તેથી ઈશ્વર સૃષ્ટિક નથી. (૮) ઈશ્વરે પરોપકાર વાતે સષ્ટિ રચી છે, એમ માનવાથી.
પણ ઈશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતા નથી. જે કોઈ એમ માને કે ઈશ્વરે સર્વ જીવોને પુન્ય કરાવી અનંત સુખ દેવા માટેજ સૃષ્ટિ રચી છે, તો તેમાં પણ દાન જણાશે, કેમકે જેઓએ પાપ કર્યો હશે તેઓ નર્કમાં ગયા હોવા જોઈએ જ. હવે તેઓ
* જુઓ પ્રકરણ પહેલું, જુઓ ખંડ ૨ જો પ્રકરણ ૧ લું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com