________________
દુનિયાનો સિ પ્રાચિન ધર્મ
૧૪૩
નિકમાં ગયા તેમાં પરમેશ્વરે શું ઉપકાર કર્યો? વળી તે સર્વ શક્તિમાન છતાં આવા જીવો કેમ પેદા કરતા હશે? (૯) ઈશ્વર સર્વ પાપ પુન્ય પિતે ચાહે તેમ કરાવે છે એમ
માનવાથી પણ ઇશ્વર સુષ્ટિકર્તા સિદ્ધ થતા નથી.
જે એમ માનીએ કે સર્વ શક્તિમાન ઇશ્વરજ, બાજીગર જે રીતે લાકડાની પુતળીને પિતાની મરજી માફક નચાવે છે તેમ, સર્વ જીવો પાસે પાપ પુન્ય કરાવે છે, તો પછી જીવ પોતે કાંઈ કરી શકતો નથી પણ ઈશ્વર કરાવે છે તેમ કરે છે એમ માનવું પડશે. જો એમ માનીએ તે જીવને સારા નરસાને નતીજો મળવો ન જોઈએ, કારણ કે તેણે જે કાંઈ કર્યું તે તો ઈશ્વરની મરજી મારક કર્યું છે. જે દરેક જીવ ઈશ્વરની મરજી મારક કરે છે, તો પછી ઈશ્વર તેમને સ્વર્ગ કે નર્ક કોઈ ઠેકાણે મોકલી શકે નહિ, અને નર્ક, તિર્યક, સ્વર્ગ અને મનુષ્ય એ ચાર ગતિમાં જીવોને રઝળવું પણ ન પડે. જો એ ચાર ગતિ ન હોય તો આ સંસાર પણ ન હોય. જે સંસાર ન હોય તો વેદ, પુરાણ, બાઇબલ, કુરાન અવસ્તા, વગેરે શાસ્ત્રો પણ ન હોય. જો શાસ્ત્ર ન હોય તે શાસ્ત્રના ઉપદેશક પણ નહિ હોય. જો ઉપદેશકો ન હોયતો ઈશ્વર પણ નહિ હોય. જો ઈશ્વર ન હોય તે પછી સર્વ શૂન્યતા હોવી જોઈએ. પણ વાસ્તવિક. રાતે એમ નથી અને તેથી જે આપણે માન્યું કે ઇશ્વર પાપ પુન્ય કરાવે છે, તે ખેટું ઠર્યું અને તેથી ઈશ્વર સૃષ્ટિ કર્તા નથી એ સિદ્ધ થયું. (૧૦) ઈશ્વરે સંસારની કડા માટે સુષ્ટિ રચી છે અને પાપ પુન્ય સ્વર્ગ અને નર્ક જેવું કાંઈ નથી, એમ માનવાથી પણ
ઇશ્વર સૃષ્ટિ કર્તા સિદ્ધ થતા નથી,
જે એમ માનીએ કે ઈશ્વરે ક્રીડા માટે સષ્ટિ રચી છે, તે તેનું પરિણામ પણ દડામાંજ આવવું જોઈએ, પણ જગતમાં જોઈએ છીએ તે તેથી ઉલટું નજરે પડે છે. સેંકડે રેગી, દુખી, ગરીબ, ભૂખે મરતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com