________________
ધર્મતત્ત્વ
અથવા ઈશ્વરાવતી હોય તેને ભકિત કહેવાય. આ વાત એટલી બધી ગંભીર છે, અને તેની અંદર એટલી બધી મહત્ત્વની વાતોને સમાવેશ થઈ જાય છે કે એક વાર કહેવા માત્રથીજ તું તે સમજી શકે એવી બિલકુલ સંભાવના નથી. અનેક શંકાઓ થાય, અનેક વાંધાઓ જણાય, અનેક છિદ્રો જણાય, એટલું જ નહિ પણ છેવટે આ ઉપદેશ તને અર્થશય પ્રલાપ જે ભાસે છે તે પણ સંભવિત છે; પરંતુ મારી તને પુનઃ પુનઃ એટલીજ ભલામણ છે કે એટલેથીજ નિરાશ ન થઈ જવું. પ્રતિદિન, પ્રતિમાસ, અને પ્રતિવર્ષ એજ એક તત્વસંબંધી વિચારો કર્યા કરવા અને એજ એક તત્ત્વને ક્રિયામાં મૂકવાના હૃદયપૂર્વક યત્નો કરી લેવા. એથી ક્રમશઃ એ તત્ત્વ તારી દષ્ટ સન્મુખ દીપકની માફક સંપૂર્ણ તેજથી પ્રકાશવા લાગશે, અને જ્યારે એમ થાય ત્યારે સમજજે કે તારું જીવન સાર્થક થયું ! તારો મનુષ્યજન્મ સફળ થયો ! ઉક્ત ગંભીર તત્ત્વ સિવાય અન્ય એકકે વાત મનુષ્ય લક્ષપૂર્વક શીખવાની નથી. એક મનુષ્ય પોતાનું સમસ્ત જીવન સદ્દવિચાર અને ઉચ્ચ ભાવનાઓમાંજ વ્યતીત કરે અને છેવટે ઉકત તત્ત્વ સમજી, તેને ક્રિયામાં મૂકવાનો પ્રયત્ન કરે તેજ તેનું જીવન સફળ થયું ગણાય. શિષ્ય –આવું પ્રાપ્ય જ્ઞાન આપને કેવી રીતે પ્રાપ્ત થયું ?
ગુર–અતિ તરુણ અવસ્થામાંથી જ મારા મનમાં આ એક પ્રશ્ન સદા ઉદ્ભવ્યા કરતો કે –“આ જીવન કેવી રીતે સાર્થક થાય ? આ જીવનમાં એવું શું કર્તવ્ય કરવું જોઈએ કે મનુષ્યભવ સફળ થાય ? ” સમસ્ત જીવન આ એકજ પ્રશ્નને સંતોષકારક ઉત્તર મેળવવા અથે મેં વ્યતીત કર્યું છે અને તેના ઉત્તરની શોધમાંજ જીવન પ્રાયઃ પૂરું થવા આવ્યું છે. અનેક પ્રકારના લોકપ્રચલિત ઉત્તરો અત્યાર સુધીમાં મને મળી ચૂક્યા છે. તેની સત્યતા કિંવા અસત્યતાને નિર્ણય કરવા માટે હું અનેક ભોગ પણ આપી ચૂક્યો છું, અનેક કષ્ટો સહન કર્યા છે, યથાશકિત વાંચવામાં અને વિચારવામાં પણ પ્રમાદ કર્યો ઊી, અનેક પ્રકારના લેખો પણ લખી વાળ્યા છે, અનેક લોકોની સાથે વાર્તાલાપ અને ચર્ચાઓ કરવામાં પણ કયાશ રાખી નથી, એટલું જ નહિ પણ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરી ચૂક્યો છું. સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ, દર્શન તથા દેશી-વિદેશી શાસ્ત્રો પણ ઉથલાવી જોયાં છે. ટુંકામાં, જીવન સફળ કરવા અર્થે પ્રાણુત પરિશ્રમ કરી ચૂક્યો છું. આ સર્વ પરિ. શ્રમ અને કષ્ટોના પરિણામે હું એટલું સમજી શકે છું કે સઘળી વૃત્તિઓને ઈશ્વરાનવતી કરવી તેજ યથાર્થ ભકિત, અને એવી ભકિત વિના યથાર્થ મનુષ્ય કોઈ કાળે પ્રાપ્ત થઈ શકે નહિ. “આ જીવન કેવી રીતે સાર્થક કરવું” એ પ્રશ્નના ઉત્તરમાં એ એકજ ઉત્તર મને યથાર્થ અને સંતોષકારક લાગ્યો છે. બાકી સર્વ ઉત્તરો મને નિરર્થક જેવાજ જણાય છે. વસ્તુતાએ મનુષ્યના સમસ્ત જીવનનું-સમસ્ત પરિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com