________________
“પ્રકચ્છુ ૪ શુ ]
૭. શિવાજી ચરિત્ર
૨૦
તેને ( સિંહાજીને ), જ્યાં સુધી એ જીન્નર, ત્રીંબક અને એના હાથમાંના બીજા કિલ્લા શાહજહાન આદશાહને સાંપે નહિ ત્યાં સુધી બિજાપુરની બાદશાહતમાં નોકરી આપવી નહિ. જો એ આ કિલ્લા આપવા ના પાડે તે। ખિન્નપુર દરબારે તેને પેાતાની હદમાં રાખવેા નહિ અને પેસવા પણ દેવા નહિં ( ક્રિકેડ પારસનીસ. ૧૧૨. ).
ઉપરના તહનામાની છેલ્લી કલમ સહાજીના સંબંધની છે. એ કલમ ઉપરથી વાચકે જોઈ શકશે કે ખુદ દિલ્હીના બાદશાહને સિંહાજીની કેટલી શ્વાક હતી. આ પરિણામ આવ્યું અને બિનપુરના બાદશાહને આ સરતા કબુલ કરવી પડી તે બિજાપુરની નબળાઈ ને લીધેજ. તહનામું થયા પછી મહમદ આદિલશાહે શાહજહાનને કહેવડાવ્યું કે “હવે સિંહાજીના કબજામાં બહુ થોડા કિલ્લાએ છે તે અમે લઈને તમને સોંપીશું, બાદશાહના મુકામ ખરા લશ્કર સાથે આ ગાળામાં લાંબી મુદ્દતથી પડેલા હાવાથી ખેતીવાડી વગેરેને ભારે નુકસાન થાય છે અને પ્રજા પિડાય છે તે આપ કૃપા કરી પાછા પધારા.” ( મ. રિ. ૧૫૪. )
તા. ૧૧ જુલાઈ ૧૯૩૬ ના રાજ શાહજહાન દોલતાબાદથી ઉપડી માંડવગઢ તરફ ગયા અને ત્રીજે જ દિવસે પોતાના ૧૮ વરસના દીકરા ઔરંગઝેબની નિમણૂક દક્ષિણુના સમ્મેદાર તરીકે કરી. ઔરંગઝેબની નિમણૂક દક્ષિણમાં થઈ ત્યારે મુગલાના કબજામાં દક્ષિણને નીચેનેા મુલક હતાઃ— ખાનદેશ, વરાડ, તેલંગણુ અને દૌલતાબાદ; આ ચાર પ્ર!ન્તમાં ૬૪ કિલ્લાઓ હતા અને આ મુલકની વાર્ષિક આવક ચાર કરોડ રૂપિયાની હતી.
૩. બેગમ સાહેબા પાછાં ફળ્યાં.
આ તહનામાને લીધે સિંહાજીની સ્થિતિ બહુ કફાડી થઈ ગઈ. એણે આજુબાજુની પરિસ્થિતિને વિચાર કર્યાં અને એ સંજોગામાં શું શ્રેયસ્કર છે તેને નિર્ણય કર્યો. હવે તેા મુગલ અને આદિલશાહી એ બન્નેની સામે સિંહાજીને કમર કસવાની રહી અને જ્યારે એણે જોયું કે બન્નેને સામનો કરે જ છૂટકા છે, ત્યારે એ તે કરવા પણ તૈયાર થયા.
શક ૧૫૫૮ ના વૈશાખમાં સિંહાજી મુગલાને સામનેા કરવા સર્વે તૈયારી કરીને પૂના પ્રાન્તમાં તૈયાર થઈ ને બેઠા. દક્ષિણના પ્રદેશમાં ચોમાસામાં લડાઈ આ બંધ રાખવી પડે છે, કારણ ડુંગર અને ખાણાને લીધે એ પ્રાન્ત લડાઈ માટે બહુ મુશ્કેલીવાળા નીવડે છે. એ મુલકમાં ચામાસામાં લશ્કર લડી શકે એવી સ્થિતિ રહેતી નથી. આ બધી વાતેથી શાહજહાન વાર્કક માં શાહજહાન જાણતા હતા કે સિંહાજી જેવા ચતુર, ચપળ, બાહોશ અને બહાદુર શત્રુ ચેામાસા દરમ્યાન પણ ધારે તે ગજબ કરી દે, “ બાજી પલટાવીદે.” તેથી શાહજહાને પેાતાના સરદારાને સિંહાજી સામેના સંગ્રામ ચામાસામાં પણ ચાલુ રાખવાના હુકમ આપ્યા.
શાહજહાન જ્યારે દક્ષિણમાં આવ્યેા હતા ત્યારે એને લાગ્યું હતું કે સિંહાજીને જીતવા એ બહુ ભારે કામ નથી અને પેાતાના લશ્કરના સંખ્યાબળ ઉપર આધાર રાખીને અંદાજ આંધ્યેા હતેા. આખરે શાહજહાન ધારી મુરાદ ખર ન આણી શક્યા. આદલશાહીને શાહજહાને તહનામાથી જકડી ખાંધી પણ સિંહાજી તે છૂટા જ રહ્યો. શાહજહાન બાદશાહે શક ૧૫૫૮ ના આષાઢ માસમાં સિંહાજી ન જિતાયા તેથી દિલગીર દિલે દિલ્હી તરફ ચાલ્યે! ગયે! ( પ્રે. જદુનાથને જવાબ. રા. મા. વિ. પાનું. ૭૫. ). :
શક ૧૫૫૮ ના ચેમાસામાં મુગલ સરદાર ખાનજમાને સિંહાજીની સતામણી શરૂ કરી. મુગલ લશ્કરે જીન્નરને ધેરા ધાલ્યા અને મુગલ સરદાર સિંહાજીને પકડવા માટે સર્વ તૈયારી સાથે પૂના તરફ જઈ પહોંચ્યા. રસ્તામાં ચામાસાને લીધે ઘેાડ, ભીમા, ભામા, ઈંદ્રાયણી વગેરે નદીઓ ખાનજમાનને નડી. ધેડ
Q
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com