________________
૫૮ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૪ થું નદીના પૂરને લીધે તે ખાનજમાનને તેના મોટા લશ્કર સાથે એક માસ સુધી કીચડમાં પડી રહેવું પડયું. આવી આપદાઓ વેઠીને પડતે પાણીએ ખાનજમાન લેહગામ આવ્યું. ત્યાં એને ખબર મળી કે સિંહાજી તે સિંહગઢની તળેટીમાં આનંદથી આરામ લઈ રહ્યો છે. ત્યાં જવા માટે, અનેક નદીઓ વચ્ચે આવે અને વરસાદના પાણીથી નદી નાળાં ભરપૂર હતાં એટલે તે ભારે વિચારમાં પડો. એને તે મેટી મુંઝવણ ઊભી થઈ. કંઈ સૂઝ પડે નહિ. તેની કુમકે બિજાપુરની બાદશાહતના સરદાર રણુદુલ્લાખાનને આદિલશાહીએ મોકલ્યો હતો. આ ખબર ખાનજમાનને મળી અને રણદુલ્લાખાન સાથે મસલત કરી મનસૂબો કરવા ખાન ધાર હતા એટલામાં તે સમાચાર આવ્યા કે સિંહા ઘાટ ઊતરીને કાંકણુપટ્ટીમાં પેઠે છે. સિંહાની ખબર મળી એટલે ખાને તેની પૂઠ પકડવા માટે કાંકણું જવાની તૈયારી કરી અને આ વખતે તે ગમે તે અડચણ પડે તે પણ સિંહાજીને પકડી પાડવાનો જ ખાને નિશ્ચય કર્યો. સિહાજીને શેધી તેને સામનો કરી તેને જમીનદોસ્ત કરી મુગલ લશ્કરને વેઠવી પડતી ચોમાસાની વિપત્તિઓને અંત આણવાનો ખાનને પાકો નિશ્ચય હતો. એ વિચારથી ખાનજમાન કેકણ તરફ વળ્યો એટલે મુગલ હેર ( જાસુસ) ખબર લાવ્યા કે સિંહજી કંકણુપટ્ટીમાંથી નીકળી ગયો છે અને તે પાછો ઘાટ ઉપર આવી ગયો છે. એવી રીતે ખાન જમાનને હંફાવત હંફાવત સિંહાજી યુક્તિ પ્રયુક્તિ કરી માહુલીના કિલ્લામાં ભરાય. ખાનજમાને કિલ્લાને ફરીથી ઘેરે ઘાલ્યો. સિંહાએ આ કિલ્લાને પહેલેથી જ બહુ મજબૂત કરી રાખ્યો હતો. અન્નસામગ્રી અને લડાઈને સાધનથી કિલ્લે ભરપૂર હતો. પ્રથમથી કિલ્લામાં આ બધે બંદોબસ્ત કરી રાખ્યા પછી સિંહા શત્રુને થકવી રહ્યો હતો. ખાનજમાને સિહાજીનું બળ જાણી લીધું. પિતાના લશ્કરની સંખ્યા બહુજ મોટી હતી અને મુગલ સાધન સંપન્ન હતા છતાં સિંહાજીની લડવાની આ પદ્ધતિથી મુગલે થાકી ગયા છે એમ ખાનજમાને જોયું અને સિંહ સાથે સલાહ કરી લેવાનો વિચાર કરી કહેણ મોકલ્યું. સિંહાજી પોતાનું બળ બરોબર જાતે હો એટલે એણે એ કહેણની દરકાર ન કરો અને સંદેશા ચાલુ ન રાખ્યા. આશરે એક માસ સુધી ખાનજમાન વાટ જોતો બેઠે. એવી રીતે થેડ માસ વધારે ચાલ્યું હોત તે મુગલે થાકીને ઘેરે ઉઠાવીને ચાલ્યા જાત અથવા સિંહાની ધારણા મુજબની સલાહ થાત પણ મનવા બ્રિતિત થાકે વમત્ર વિયેત્ !
આખરે નિઝામશાહીનું નસીબ ફૂટવું અને ઘરડી બેગમસાહેબાને ખાનજમાને ફેડી. બેગમ સાહેબ આ લડાઈ અને ઝગડાથી કંટાળી ગઈ હતી. બેગમ સાહેબને તે બીજાઓ રાજકાજના ઝગડા પિતાને માથે ઓઢી લે અને રાસ મકમ કરવા માટે કાર્ય કરતાં ઊભી થતી કવાશ બીજા વેઠી લે અને બાદશાહીનાં વૈભવ, સુખ અને ઠાઠ ભોગવવા માટે બેગમસાહેબા અને બાળ બાદશાહને બોલાવે એવું જોઈતું હતું. એમનું દરદ મટાડવા માટે બીજા અજમો ફાકે તે જ બેગમ સાહેબા રાજી રહે એવાં એ બની ગયાં હતાં. જેને માટે આખી લડત ઊભી કરી, જેને માટે મુગલો સામે કમર બાંધી, જેને માટે આદિલશાહી સાથે પણ સામનો કર્યો, જેને માટે વન વેઠયાં, આફતો વહેરી લીધી તે જ બેગમસાહેબ શત્રુને જઈને મળ્યાં એટલે સિંહાજી ઢીલો પડ્યો. આ માહુલીને કિલ્લે આખરે રણદુલ્લાખાનના હાથમાં ગયો અને સિહાજી ભારે સંકટમાં સપડાય. સંકટ વખતે હિંમત નહિ હારતાં સમયસૂચકતાને જેરે સંકટ સમુદ્રમાંથી સહીસલામત તરી જવાની કળામાં તે વ્હિાજી નિપુણ હતો. સિંહાને વખત પ્રમાણે વર્તતાં આવડતું હતું. એણે જ્યારે ચારે તરફ નજર નાંખીને જોયું કે હવે બીજો કોઈ ઉપાય જ નથી ત્યારે શાહજહાનને એણે પત્ર લખી પોતાની દિલગીરી જાહેર કરી અને બાદશાહતમાં ફરી નેકરી કરવા માટે પોતાની તૈયારી બતાવી. શાહજહાને પોતાની બાદશાહતમાં એને નોકરી આપવાની ના પાડી પણ બિજાપુર બાદશાહતમાં સિંહાજીને નોકરી કરવી હોય તે એ પોતે એમાં વાંધો ઉઠાવશે નહિ એ જવાબ આપ્યો. આવા જવાબ ઉપરથી અનુમાન કાઢી શકાય કે આવા સંજોગોમાં સિતાજીને નહિ છેડવામાં શાહજહાને ડહાપણ વાપર્યું હતું. સિંહાએ શાહજહાનને દિલગીરી દેખાડનારે પત્ર લખ્યો તેથી સિંહાજીનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com