________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૪ થું ત્રાસી ગયા અને આ સ્થિતિની જાણ થતાં શાહજહાને મુગલ સરદારને સિંહાજી ઉપર હલ્લે પાછો ખેંચી લઈને બિજાપુર ઉપરના ખાનદૌરાનના હલ્લામાં તેની કુમકે જવા જણાવ્યું
૨. આદિલશાહી સાથે તહનામું. મહમદ આદિલશાહની બાદશાહતનું વાજું આ વખતે બગડેલું હતું. મુરારજગદેવ જે બાંકે યુદ્ધો દરબારમાં ન હતા. મુગલ લશ્કરની ચારે ટુકડીઓએ બાદશાહ શાહજહાનના ફરમાન મુજબ હવે બિજાપુર બાદશાહતને ખતમ કરવા માટે મોરચો માંડ્યા. મુગલ લશ્કરે બિજાપુરના મુલકમાં ત્રાસ ત્રાસ વર્તાવ્યો. બિજાપુર સરકારના ઘણા કિલ્લાઓ અને મુલક પડાવ્યા. પ્રજાને તેબા કિરાવી અને સંખ્યાબંધ માણસને કેદ કર્યા. એવી રીતે ત્રાસ વર્તાવતા, પ્રજાને લૂંટતા, ગામને નાશ કરતા, જીત મેળવતા. મુગલ સરદાર ઠેઠ બિજાપુરની નજીક આવી પહોંચ્યા. મહમદ આદિલશાહ હલા, છાપા, અને ઘેરાની વાતથી તદ્દન કંટાળી ગયો હતો. એણે સુલેહ માટે મુગલ સરદારોને કહેણ મોકલ્યું. બહુ દિવસથી ચાલેલા યુદ્ધને લીધે અને દક્ષિણના ડુંગરોમાં રખડવું પડયું તેથી મુગલે પણ થાકી ગયા હતા. મુગલ સરદારોએ બિજાપુર બાદશાહને સંદેશો સ્વીકાર્યો અને તહનામું કરવા તૈયાર થયા.
ઈ. સ. ૧૬૩૬ ના મે માસની ૬ ઠ્ઠી તારીખે મુગલાઈ અને મહમદ આદિલશાહની વચ્ચે સલાહ થઈ. તે તહનામાની સરને સારા નીચે મુજબ છે – (૧) બિજાપુરના બાદશાહ આદિલશાહે દિલ્હીના બાદશાહનું ઉપરીપણું સ્વીકારવું. (૨) નિઝામશાહીને અંત આણુ અને નિઝામશાહીનો બધો મુલક મુગલ બાદશાહ અને બિજાપુરના
બાદશાહે વહેંચી લે. બિજાપુરના બાદશાહે અથવા આદિલશાહીના કેઈ પણ અમલદારે મુગલાઈ હદમાં ધાંધલ મચાવવું નહિ અને નિઝામશાહીના મેળવેલ મુલકને વ્યવસ્થિત કરવાના કામમાં મુગલ સરદારે અથવા અમલદારોને તેમના કામમાં દખલ કરવી નહિ. બિજાપુરના રાજાના તાબાને બધો મુલક એ રાખે અને અહમદનગરના રાજ્યમાંથી નીચે મુલક બિજાપુરના રાજ્યમાં ઉમેરે –સોલાપુર, વાંગીમહાલ (સેલાપુર અને પારેંડાના કિલ્લાઓ સાથે), ચીડગૂપ અને ભાલકી પરગણુ અને પૂના તથા ચાકણ તાલુકા તથા કાંકણનો જે મુલક નિઝામશાહીના કબજામાં હતા તે–આ બધો મુલક ૫૯ પરગણાને હતું અને તેની વાર્ષિક આમદાની ૨૦ લાખ હુન અથવા ૮૦ લાખ રૂપિયાની હતી. આ મુલક બાદ કરતાં બાકી રહેતે બધે
ભાગ દિલ્હીના બાદશા- રતનજવા. () આદિલશાહે દિલ્હીના બાદશાહને સુલેહના બદલામાં ૨૦ લાખ રૂપિયા આપવા. વાર્ષિક
ખંડણી આપવી નહિ.. (૫) ગવળકેડાનું રાજ્ય દિલ્હીના બાદશાહનું રક્ષિત રાજ્ય છે, તેથી આદિલશાહે હવેથી તેની સાથે
સ્નેહનો સંબંધ રાખવો. એના રાજ્યની હદમાં કોઈ બિજાપુરી અમલદાર પેસી ન જાય અને એને હરકત ન કરે એની કાળજી રાખવી. ગોળકેડાના રાજા પાસેથી બહુ ભારે સલામી ન માગવી
પણ એની સાથે મોટાભાઈના જેવું વર્તન રાખવું. (૬) બન્ને બાદશાહએ એક બીજાના અમલદારોને ફેડવાનું કામ કરવું નહિ અને એકના રાજ્યમાંથી
નાસી ગયેલાને બીજા રાજ્ય આશરો આપે નહિ અને શાહજહાને પિતા તરફથી અને પિતાના છોકરાઓ તરફથી ખાત્રી આપી કે કઈ પણ દિવસે તેઓ બિજાપુરના અમલદારેને મુગલાઈની
કરી માટે માગશે નહિ. (૭) શહાજી ( સિંહાજી ) ભેંસલે કે જેણે નિઝામશાહના કુટુંબના એક છોકરાને ગાદી ઉપર બેસાડ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com