________________
પ્રકરણ ૪ યું ]
છે. શિવાજી ચરિત્ર
એ ગાળાને મુલક તથા કિલ્લાએ સિંહાજીના કબજામાંથી હસ્તગત કરી લેવાનું કામ સરદાર શાહિસ્તખાનને સોંપવામાં આવ્યું હતું. સિંહાજીને હર પ્રયત્ને મેદાને ખેંચી આણી તેની સાથે યુદ્ધ કરી તેના કબજામાંની કાંકણપટ્ટી અને તે ગાળાના કિલ્લાએ જીતી લઈ એને (સિંહાજીને ) નિઝામશાહી મુલકમાંથી હાંકી કાઢી ઊભી પૂંછડીએ નસાડવાનું કા′′ સરદાર ખાનઝમાનને સોંપવામાં આવ્યું હતું. મુગલ લશ્કર ખાનઝમાન અને શાહિસ્તખાનની સરદારી નીચે સિંહાજી ઉપર આવી પહેાંચ્યું. સિંહાજીએ દુશ્મન દળ સામે લડવાના પેાતાના દાવ શરૂ કર્યાં.
પ
આ વખતે સિંહાજીએ પેાતાનું ખરું ક્ષાત્રતેજ પ્રગટ કરી શૌર્યની પરાકાષ્ઠા કરી, દુશ્મનેાના ધસારા સામે એણે બહુ હિંમત બતાવી. સિંહાજીના સમર કૌશલ્યની પ્રતીતિ દુશ્મનને આ વખતે પૂરેપુરી થઈ. સમરાંગણમાં કરેલું સાહસ, શત્રુને સંહાર કરતાં બતાવેલું શૌય, દુશ્મનના હુમલા વખતે પોતાના અચાવમાં વાપરેલી ચપળતા, શત્રુના અતિ જીસ્સાના સામટા હલ્લા તદ્દન નજદીક આવી પહોંચતા ત્યારે રાખેલું ધૈર્યાં, કઠણ પ્રસંગાએ બતાવેલી હિંમત તથા ખીજા પાવરધા યાદ્દાને શાબે એવા સગુણા સિંહાજીમાં જોઈ શત્રુ સરદારા પણ ચકિત થઈ ગયા. સિંહાજીના રણુવેગે અને રચાતુર્યે દુશ્મનને પણું હેરત પમાડ્યા, મુગલાના સાધન સંપન્નવાળા ભારે લશ્કર વચ્ચે હિમતથી અડગ રહી સમરભૂમિ ઉપર શત્રુના સંહાર કરતા મેવાડના આ બહાદુર સિસેદિયા સિંહાજીનું શૌય જોઈ મુગલ સરદારા મનમાં મુંઝાયા પણુ એમના સંખ્યાબળે લડાઈની બાજી ધીમે રહીને યુક્તિથી બદલવાની સિંહાજીને ક્રજ પડી.
સિંહાજી વ્યવસ્થિત પણ નરમ સામને કરતા હતા. લડાઈની શરૂઆતમાં સિંહાજી નગર, ચાંભાર, ગાંદે, બારામતી, નીરથડ વગેરે પ્રદેશ છેડતા ખેડતા આદિલશાહીના કાલ્હાપુર, મીરજ અને રાયખાગ સુધી ગયા ( રા. મા. વિ. ૭૧ ). દુશ્મન દળના સરદારા સિંહાજી સાથેનું આ યુદ્ધ એક મોટી લડાઈ લડીને પતાવી દેવા ઉતાવળા થઈ ગયા હતા અને સિંહાજી તે। યુક્તિપૂર્વક લડાઈ લખાવ્યા જ જા હતો. સિંહાજી ચાંદવડાની સરહદ ઉપરના કિલ્લાએ તદ્દન ધીમે પણ ચાકસ સામના કરીને એક પછી એક શત્રુના હાથમાં સોંપતા ગયા. આ બાજી રમતાં રમતાં જેઠ માસ પૂરા થવા આવ્યા. જેઠ માસની આખરે મુગલ સરદારાએ પોતાનું તળિયું તપાસ્યું અને તાળા મેળવ્યો ત્યારે જાણ્યું કે આવા પ્રચંડ લશ્કર સાથે ચડાઈ કરી તેાએ સિંહાજી પાસેથી ૨૫ કિલ્લાએ મેળવી શકયા અને સિંહાજીના લશ્કરની હાનિ તેા થઈ જ નહિ. મુગલ લશ્કર બિજાપુરના બાદશાહ ઉપર ગયું ત્યારે તેણે શહાપુર સરૈાવર અંધ તોડી નાંખ્યા અને બિનપુરની આસપાસ વીસ વીસ માઈલ સુધી પાણી પાણી; વરસાદ તા માથે આવી પહોંચ્યા છતાં સિંહાજીના કબજામાં અવો પર વિદ્યા પ્રાન્ત રહ્યો અને આ હિસાબે તે બાકી રહેલા વખત દરમ્યાનમાં તે લઈ શકાય એ સેનાપતિને ખાત્રી થઈ. ભારે લશ્કર સાથે એ અઢી માસ સુધી સિંહાજીની પાછળ સàાષકારક પરિણામ ન આવ્યું અને સિંહાજીના તાબામાં રહેલા બાકીના મુલક અને કિલ્લાન્ના મહાના દોઢ મહીનામાં હસ્તગત થાય એની બીલકુલ ખાત્રી નથી એવું જ્યારે મુગલ સરદારાએ જોયું ત્યારે તે નાસીપાસ થયા.
નાંખ્યાં.
આ યુદ્ધમાં નવી નવી યુક્તિએ લડાવીને અને નવા નવા કિસ્સાએ કરીને સિંહાજીએ મુગલાને થકવી નાંખ્યા. એમની અન્ન સામગ્રી લૂંટી લીધી, મુગલ લશ્કર સંખ્યામાં બહુ મેટું હતું અને અન પણ તે પ્રમાણમાં એમને જોઈ એ. દાણાની તંગી મુગલેને બહુ સાલી. શાહજઢ્ઢાન આતુરતાથી આ યુદ્ધનાં પરિણામની રાહ જોઈ રહ્યો હતા. લડાઈની પ્રગતિના સમાચાર બહુ બારીકાઈથી એ તપાસતા. શાહજહાને સિંહાજીની યુક્તિઓ, બળ, હિંમત વગેરેની વાત સાંભળી અને એને લાગ્યું કે આ શત્રુ સામાન્ય નથી. એને પડતો મૂકી બિજાપુરના બાદશાહને પૂરેપુરા દબાવ્યા પછી સિંહાજીને રગઢાળવાના ઘાટ ઘડવાનું શાહજહાને ઊંડા વિચારને અંતે નક્કી કર્યું. માટું અને બળવાન લશ્કર હાવા છતાં મુગલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com