________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૪ થું પતિત થતું અટકાવવા માટે બહુ પ્રભાવશાળી, અનુભવી અને કસાયેલા પુરુષની હાજરીની જરૂર હોય છે. બિજાપુર રાજ્યમાં તે વખતે એ કસાયલે વીર ન હતો એમ પરિણામ ઉપરથી અનુમાન કરી શકાય છે. - પૂરપાટ તૈયારીથી સજજ કરેલી પ્રચંડ સેના શાહજહાન સિંહાજી ઉપર મોકલે છે એ સમાચાર સિંહજીને મળ્યા એટલે તરત જ સિંહાજીએ બેગમ સાહેબા અને બાળ બાદશાહ મુર્તિજાને મહુલીના કિલ્લામાં રક્ષણ માટે મૂકી દીધા અને પિતે શત્રુને સામનો કરવા માટે સરહદ ઉપર તૈયાર રહ્યો.
શાહજહાનની આ વખતની તૈયારી પણ ભારે અને ચોક્કસ હતી. મુગલ લશ્કરમાં યુદ્ધકળામાં કસાયેલા દ્ધાઓ હતા. વ્યુહ રચનામાં કાબેલ એવા સરદાર હતા. યૂહ રચના બરાબર નક્કી કરી મુગલ લશ્કરના ચાર ભાગ પાડવામાં આવ્યા. આ ચડાઈને મુખ્ય હેતુ સિંહાને કચડી નાંખવાને હતો. આદિલશાહી બાદશાહ સિંહાજીની કુમકે હતું એટલે સિહાજીથી આદિલશાહી લશ્કરને છૂટું પાડી દેવા માટે મુગલ લશ્કરની એક ટુકડી ખાનદાનની સરદારી નીચે આ બંનેની વચ્ચે મોકલવામાં આવી. આદિલશાહી લશ્કર સિહાજીને મદદ ન કરે એ મુખ્ય હેતુ હતું. બને તે આદિલશાહીને હાથ બતાવવાની પણુ દાનત ખરી. બીજી ટુકડી, કુતુબશાહી લશ્કર સિંહાજીની કુમકે ન આવે તે માટે, કુતુબશાહી ઉપર મોકલી બાકી રહેલું લશ્કર સિંહાજી સામે લડવા ખડું કર્યું. કુતુબશાહી બાદશાહે મુગલ લશ્કરની ચડાઈ સાંભળી એટલે એ તે તરત મુગલેને શરણ થઈ ગયો. કુતુબશાહને કબજે કરી તેની કુમક સિંહાને ન મળે એવો પાક બંદોબસ્ત કરી એના ઉપર મોકલવામાં આવેલી લશ્કરની ટુકડી આદિલશાહી ઉપર ગયેલા મુગલ લશ્કરની મદદે ગઈ.
દક્ષિણની ખીણ અને ડુંગરાવાળા પ્રદેશમાં ચોમાસાની મોસમમાં લડાઈનું કામ કેટલું અઘરું અને જોખમકારક હતું તે શાહજહાન જાણતા હતા. જેમાસાની અડચણ વેઠવી ન પડે તે માટે જ શાહજહાને જંગી તૈયારી કરી ચોમાસા પહેલાં જ આ યુદ્ધ પતાવી દેવાની યોજના નક્કી કરી હતી.
સહાજી કેર હતા. એ પણ ચેતી ગયો અને દુશ્મનને દાવ જાણ્યા પછી પાસા પાડવામાં પાછી પાની કરે એ તે એ તે જ નહિ. ચેમાસાની શરૂઆત પહેલાં જ મામલે પતાવી દેવાનો શાહજહાનનો મનસુબે સિંહાએ જા એટલે સિહાજીએ લડાઈ લંબાવવાની બાજી રચી. બીજું આદિલશાહી મુરાર જગદેવના મરણથી મળી પડી છે એટલે કયે વખતે ભેંસે પાણીમાં બેસી જશે એની ખાત્રી નહિ એ પણ સિંહાજી ચેકસ જાણતા હતા અને સંકટમાં સપડાય તો શિર સાટે મદદ કરવા માટે સૈન્ય મોકલનાર કોઈ નથી એની પણ એને જાણ હતી. આવા સંજોગોમાં પણ સિહાજી મેળો પડ્યો નહિ. આદિલશાહી તરફથી મદદની આશા તે એણે મૂકી જ દીધી હતી અને પિતાના બળ ઉપર જ એને તે શત્રુ સામે ઝૂઝવાનું હતું. ગમે તેમ કરી શાહજહાનને ચોમાસા પહેલાં લડાઈ આપવા દેવી નહિ એ સિંહાએ નિશ્ચય કર્યો. શત્રુને ખરી લડાઈ આપવી નહિ એ પણ એણે નક્કી કર્યું. જેમ બને તેમ દુશ્મન દળને હંફાવવું અને થકવવું એ વિચારથી પોતાના લશ્કરને તદ્દન ઓછી હાનિ પહોંચે એવી રીતને યુક્તિસરને સામનો કરી ધીમે ધીમે એક પછી એક કિલ્લાઓ શત્રુને હાથ કરવા દેવા અને તેમાં પણ બને તેટલું વધારે વખત લે એ રીતે આ યુદ્ધ લડવાનું નક્કી કર્યું. પોતાના લશ્કરને વધારે નુકસાનમાં ઉતાર્યા સિવાય દુશ્મનના હાથમાં એાછામાં ઓછા મુલક જાય અને શત્રુને ખૂબ હાડમારી વેઠવી પડે અને થાકી જાય એવી ખૂબીથી સિંહાજીએ લડત શરૂ કરી.
આ વખતે મુગલેએ પણ ખૂહરચના કરવામાં કમાલ કરી દીધી હતી. દક્ષિણમાં વીજળી વેગે પ્રબળ થતા જતા મુગલાઈન શત્રુ સિંહાજીને સર કરવાની જવાબદારી શાહજહાનના સાળા સરદાર શાહિતખાન અને સરદાર ખા નઝમાને ઉપર નાંખવામાં આવી હતી. આ બે સરદારે લશ્કરની બાકી રહેલી ટુકડીઓ ની સરદારી લીધી અને કામને પણ વિભાગ પાડી દીધા. ચાંદર, નાસીક, અને સંગમનેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com