________________
પ્રકરણ ૪યું ]
છે. શિવાજી ચરિત્ર થાય તે દિલ્હીના બાદશાહની ઈજજતા જાય અને એક નવા ઊભા થતા સરદારને દાબવાની શક્તિ દિલ્હીપતિમાં નથી એવી વાતે દેશમાં થાય તો તેનું પરિણામ બહુ માઠું આવે એ બધા વિચારથી મોટું જબરું લશ્કર ભેગું કરવાની ભારે તૈયારી શાહજહાને કરવા માંડી.
શક ૧પપા ના માઘ માસમાં શાહજહાન પ૮૦૦૦ માણસોનું જબર લશ્કર લઈ આદિલશાહી અને નિઝામશાહી એટલે સિંહાઇને રગદોળવા મેદાને પડવો. આ ચડાઈમાં તે હિંદમાં અને ખાસ કરીને દક્ષિણમાં દિલ્હીપતિની આબરૂનો સવાલ સમાયેલ હતા અને ચડાઈનું મહત્વ અને ગાંભીર્ય સમજીને જ શાહજહાને તૈયારી પણ તેવી જ કરી હતી. ચુનંદા સરદારને આ ચડાઈના કામ માટે ચૂંટી કાઢ્યા હતા.
સિંહાજી કઈ કા નહતા. નવી નિઝામશાહીમાં આસરે અઢી વરસના પિતાના રાજકારભાર દરમ્યાન સિંહાએ લગભગ ૧૫૦૦૦ માણસનું લશ્કર તૈયાર કર્યું હતું. નિઝામશાહીની તિજોરી પણ પાછી તર કરી હતી અને ભવિષ્યમાં ભારે સત્તા સામે સમરાંગણમાં યુદ્ધ ખેલવું પડશે એ નજર સામે રાખી સિપાહીઓમાં ઉત્સાહ અને ઉમંગ ઊભાં કર્યાં હતાં. બિજાપુર બાદશાહની સાથે પણ સંકટ વખતે એક બીજાની કમકે જવાના સિંહાએ કલકરાર કર્યા હતા. શાહજહાન જેવા બળિયા બાદશાહની સામે બાથ ભીડવા માટે મજબૂત કમર કસવાની છે એ સિંહાજી મૂળથી જાણ હતો, એટલે શરૂઆતથી જ સિંહાએ એની તૈયારી શરૂ કરી હતી. - આદિલશાહીની મદદ ઉપર સિંહાજીને ભારે આધાર હતા કારણ શાહજહાન બાદશાહનું લશ્કરી બળ જબરું હતું. આદિલશાહીની કુમક ન હોય તે મુગલ લશ્કર બે ભાગમાં વહેંચાઈ જાય નહિ અને આખા લશ્કરને સિંહાજીને સામનો કરવો પડે. આવા સંજોગોમાં સિંહાજીથી મુગલ લશ્કર સામે એકલા કાવી શકાય એમ નહતું. પિતાનું બળ બરાબર આંકીને સિંહા શત્રુ સામે સમરાંગણમાં ઉતરતે. દુશ્મનનાં કલ્યોથી ઉશ્કેરાઈ મગજ ઉપર કાબુ ખાઈ પિતાના બળનું માપ કાઢયા સિવાય લાગણીવશ થઈને આંધળિયાં કરી દુશ્મનને હાથે માર ખાઈ હાર સ્વીકારે એવો સિંહાજી મૂર્ખ નહતે.
બિજાપુરના બાદશાહે સિતાજીની મદદે રહેવાનું કબુલ કર્યું હતું અને એ કેલકરારમાં લેવાયેલાં એક બીજાનાં વચને ધ્યાનમાં લઈને જ સિહાજીએ લડાઈની બાજી ગોઠવી રાખી હતી. ચારે તરફ નજર દેડાવીને બાજી રચવામાં આવે અને અકસ્માત બનાવ બનવાથી બધા રંગ બદલાઈ જાય છે તે માટે કિસ્મત સિવાય બીજા કાને દેષ દેવાય! બિજાપુર બાદશાહતમાં અચાનક બનાવ બન્યા તેથી સિંહાજીને મુંઝવણ ઊભી થઈ. - શક ૧૫૫૭ માં બિજાપુરના બાદશાહ મહમદ આદિલશાહે આદિલશાહીના જૂના અને કસાયેલા મુત્સદ્દી, અનુભવી અને ડાઘા રાજ્યદ્વારી પુરુષોનું ખૂન કરાવ્યું ઈતિહાસ પ્રસિદ્ધ રાજવાડે રા. મા. વિ. માં ૬૯ મે પાને લખે છે કે “ શક ૧૫૫૭ માં ખવાસખાન અને મુરારપંતને મહમદ આદિલશાહે ઠાર મરાવ્યા હતા.” બીજા ઈતિહાસકારે આ સંબંધમાં તદ્દન મૂગા છે. મુરાર જગદેવના સંબંધમાં તે આગળ ઉપર ઘણાં વર્ણન આવે છે અને સિહાજીના સંબંધમાં મહમદ આદિલશાહને ખાસ આગ્રહપૂર્વક ભલામણ કરનાર તરીકે મુરાર જગદેવનું નામ ઇતિહાસકારો જણાવે છે. મારનાર મુરારજગદેવ હોય કે બીજે કઈ હોય પણ બે સરદારનાં ખૂન થયાની વાત અમે સ્વીકારી છે. આવી રીતે બે સરદારનાં કરપીણ ખૂનને લીધે બિજાપુર મુત્સદ્દી મંડળને રાજકીય રંગ બદલાય. શાહજહાનને પહોંચી વળવા માટે સિહાજીએ તેયારીઓ તે પૂરેપુરી કરી હતી પણ એમાં આદિલશાહીનો રંગ બદલાવાથી ખામી પડી. મુગલ સાથેના સામનામાં બિજાપુર બાદશાહ જરા મેળો પડે તો તેને સતેજ કરી ટટાર કરનાર પ્રભાવશાળી સરદાર બિજાપુર દરબારમાં તે વખતે કઈ દેખાતે નહે. માનસિક નબળાઈને લીધે સત્તાધારી જ્યારે હાથમાં લીધેલા કામમાં મેળ પડે છે ત્યારે અધિકારીની અથવા સત્તાધીશની છતરાજી વહોરી લેવાનું સાહસ ખેડીને પણ સાચી વાત ફરી ફરીથી દાખલા દલીલથી એની આગળ રજૂ કરી તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com