________________
પ્રકરણું ૩ ]
છ, શિવાજી ચરિત્ર આવેલા મુગલ મહેબતખાનના સૈન્ય ઉપર કિલ્લામાંથી તેને મારો શરૂ કર્યો. સિંહાજી અને મુરારજગદેવ તથા રણદુલ્લાખાને પણ મુગલ સરદાર ઉપર મારો ચલાવ્યો અને મુગલ સરદાર હારવાની અણી ઉપર હતો પણ મુગલોને સારે નસીબે લડાઈને રંગ એકદમ બદલાયો અને સિંહાજી તથા મુરારજગદેવના લશ્કરને પાછા હઠવું પડયું (રા. મા. વિ. ૬૯). મહમદ તઘલખ ગાંડાએ આ કિલ્લો બહુ મજબૂત બાંખ્યો હતો અને ત્યારથી તે અજિત ગણતે. મલિકબરે તેને મજબૂત બનાવ્યો હતે. મુગલના લશ્કરમાં શૂરા રજપૂતોની ટુકડીઓ હતી. તેમણે લડાઈને રંગ બદલી નાખ્યો. રજપૂતાના એક પછી એક હલાઓ બહુ ભારે અને ઝનૂની થયા અને સિંહાજીએ બહુ પ્રયત્નો કર્યા પણ એ રજપૂતના હલાઓ આગળ ન ફાવી શક્યો.
આખરે ફખાન મુગલને શરણે ગયો અને ૧૦ લાખ રૂપિયા લઈને તેણે દોલતાબાદ અને બાળ બાદશાહ મુગલેને સ્વાધીન કર્યા. (કિંકડ-પારસનીસ. ૧૧૮-૧૧૯)
આવી રીતે દોલતાબાદને કિલ્લે મુગલ સરદાર મહેબતખાનના હાથમાં ગયો. ફખાન મુગલોને શરણે ગયો. બાળ બાદશાહ હુસેન નિઝામશાહને વાલિયરના કિલ્લામાં કેદ કરવામાં આવ્યો. નિમકહરામ ફખાનને રૂ. ૨૦૦૦૦ વાર્ષિક આમદાનીની જમીને આપવામાં આવી (ર્કિ. પા. ૧૧૯ ). આવી રીતે શક ૧૫૫૫ ઈ. સ. ૧૬૩૩ ની સાલમાં નિઝામશાહીને નાશ થયો. આ યુદ્ધ વખતે એક બનાવ બન્યો છે તે જમાનાની સ્થિતિ બતાવનાર હોવાથી નીચે આપીએ છીએ –ખેલજી ભલે એ સિંહાજી ભેંસલેના સગા કાકાને છોકરો થતો હતો. એ મુગલ બાદશાહતમાં લશ્કરી અમલદાર હતા. તે દિલ્હી બાદશાહતની નોકરી છોડી બિજાપુર સરકારમાં આવ્યા. ઈ. સ. ૧૬૩૭ ની સાલમાં લતાબાદનો કિલ્લો નિઝામશાહના તાબામાં હતા તેના ઉપર મુગલેએ ધસારો કર્યો તે વખતે મુગલ લશ્કરની સામેં ખેલોજી ખૂબ લડ્યો હતે. મુગલ બેલેજી ઉપર ખૂબ ગુસ્સે થયા હતા. એક દિવસે ખેલજી બેસલેની સ્ત્રી ગોદાવરી નદીમાં સ્નાન કરવા જતી હતી, એવામાં એને મુગલ સુબેદારે પકડી અને ખેલેજીને સદેશે કહેવડાવ્યો કે “તારી સ્ત્રી મારા કબજામાં છે, મને ચાર લાખ રૂપિયા તું આપે તે જ હું તારી સ્ત્રીને ભ્રષ્ટ કર્યા સિવાય તને પાછી સોંપીશ.” ખેલજી બહુ મુંઝાયો પણ કરે શું? અને એણે ચાર લાખ રૂપિયા આપી સ્ત્રીને છોડાવી. થોડા કાળ પછી બિજાપુર અને મુગલની વચ્ચે સલાહ થઈ. આ સલાહ પછી બિજાપુર દરબારે ખેલજીને પિતાના દરબારમાંથી કાઢી મૂક્યા. એલોજી ખિજાયેલા હદયે ઘેર પાછો આવ્યો અને સંજોગોએ એને મરણિયો બનાવ્યો. આખરે એણે બહારવટું લીધું અને મુગલ મુલકમાં લૂંટફાટ શરૂ કરી. ઔરંગઝેબને ખેલછના રહેઠાણની ખબર પડી. ઔરંગઝેબે મલીકહુસનની સાથે ખેલોજીને પકડવા માણસે મોકલ્યાં. મલીહુસેને ખેલજીને પકડી ઔરંગઝેબ સામે ખડો કર્યો. ઈ. સ. ૧૬૩૯ ના ઑકટોબર માસમાં આ મરાઠાને ઔરંગઝેબે મારી નાંખ્યો (સ. રિ. ૧૫૬).
૬. જીજાબાઈની ગિરફતારી. નિઝામશાહીને નાશ થયો ત્યારે આપણું ચરિત્ર નાયક શિવાજી મહારાજ આસરે ૬ વરસની ઉંમરના હતા અને માતા જીજાબાઈ શિવાજીને લઈને બાયઝાપુરમાં રહ્યાં હતાં. કબજે થયેલા બાળ બાદશાહ હુસેન નિઝામશાહ અને શરણ આવેલા ફખાનને લઈને મહેબતખાન દેલતાબાદથી બહાણપુર જવા નીકળે ત્યારે માર્ગમાં સિંહજીના લશ્કરે એને ખૂબ સતા. સિંહાએ દુશ્મનના લશ્કર ઉપર વારંવાર અચાનક છાપા મારી તેને અવ્યવસ્થિત કરવાના પ્રયત્નો કર્યા. આવી જાતની સતામણીથી મહોબતખાન બહુ ત્રાસી ગયો. મેદાનમાં લડવા માટે મહાબતખાનમાં શક્તિ અને બળ હતાં પણ આવી જાતના અચાનક છાપા મહાબતખાન જીરવી શકે નહિ. રોજ બે કેસ કરતાં વધારે મજલ એ કાપી શકતે નહિ (રા. મા. વિ. ૬૫.). આવી રીતે ત્રાસી જવાથી મહેબતખાને આદિલશાહીના લશ્કરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com