________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૩ જું . લાંચ આપી પાછું કાઢયું અને પિતાને છુટકારો કરી લીધું. મહાબતખાને યુક્તિ પ્રયુક્તિથી પિતાને માર્ગ સરળ કર્યો પણ સિંહજીએ માર્ગમાં કરેલી સતામણ એને સાલી રહી હતી. આવા બળવાન સરદારને કોઈ પણ રીતે દાબ દબાણુથી વાળી લેવાનો વિચાર મહોબતખાને કર્યો. આખરે મહેબતખાનને લાગ્યું કે એના ઉપર ભારે દબાણ થયા સિવાય સિંહા નરમ પડશે નહિ માટે મહેબતખાને સિંહાને ઘાટ ઘડવાનું શરૂ કર્યું.
નિઝામશાહીમાં નંબકને મુસલમાન સુબેદાર મહાલદારખાન મહાબતખાનની મહેરબાની મેળવવા ખૂબ પ્રયત્ન કરી રહ્યો હતો. એણે પિતાની સૂબાગીરી માટે મહોબતખાન પાસે આજીજી કરી. પોતે મુગલેને વફાદાર છે અને તેથી એની સેવા મુગલ સરદારે સ્વીકારી એને સુબેદારીમાં ગોઠવી દે એવી એની માગણી હતી. મહોબતખાને મહાલદારખાનને કહ્યું કે “સિંહા રાજાની પત્ની જીજાબાઈ બાયઝાપુરમાં એના છોકરાને લઈને રહી છે તેને યુક્તિ પ્રયુક્તિથી પરહેજ કરીને મારી રૂબરૂ લાવી હાજર કરશે તે તમારી ચતુરાઈ અને કાર્યદક્ષતા પરખાશે. તમારા આ કામ ઉપર ધ્યાન આપી તમારી વિનંતિનો વિચાર થશે. આ કામ તાકીદે બહુ કાળજીપૂર્વક પાર ઉતારશે તે તમારી માગણી મુજબ તમને ... દરજજો આપવામાં આવશે.”
મહાલદારખાને આ કામ કરવા બીડું ઝડપ્યું. પ્રપંચની જાળ પાથરી અને અનેક યુક્તિઓ રચી. આખરે મહાલદારખાને ફાવ્યું અને જીજાબાઈ તથા બાળક શિવાજીને પરહેજ કરીને મુગલ સરદાર મહેબતખાનની હજુરમાં હાજર કર્યો.
બિજાપુરના નિઝામ મુર્તિજાએ જીજાબાઈના પિતા લખુજી જાધવરાવનું વિશ્વાસઘાતથી ખૂન કર્યું ત્યારે તેની સ્ત્રી ત્યાંથી નાસીને સિધખેડ ગઈ હતી અને તેણે મુગલેને અરજી કરી પિતાના પતિની મનસબ પિતાના દિયર જગદેવરાવ ઉર્ફે ભલાજીરાવને આપવા વિનંતિ કરી હતી. મુગલોએ જાધવરાવની જગ્યાએ એમના ભાઈ જગદેવરાવને મનસબ આપી હતી તે જગદેવરાવ આ વખતે મુગલાઈમાં મોભાદાર અમલદાર થઈ પડ્યો હતે. જીજાબાઈના કાકા જગદેવરાવે જીજાબાઈની ગીરફતારીની વાત સાંભળી ત્યારે તેણે કાકા તરીકે પોતાની ફરજ બજાવવાનો નિશ્ચય કરી એ મહોબતખાનને મળ્યો અને એણે જણાવ્યું કે “સરદાર ! આપણે તે દુશ્મનાવટ સિંહાજીની સાથે છે. જીજાબાઈને પરહેજ કરવામાં તે આપણું માણસેએ “પાપડી ભેગી ઈયળ” જેવું કર્યું છે. જીજાબાઈને અને સિતાજીને તે અણબનાવ છે અને તેથી એ બે જુદાં રહે છે. સિંહાએ તે બીજું લગ્ન કર્યું છે એ પણ આપ જાણતા તે હશે જ. જીજાબાઈને પરહેજ કર્યાથી સિંહાજી ઉપર કોઈ પણ જાતને દાબ આવશે નહિ, પણ જીજાબાઈની ગીરફતારીથી અમારી જાધવની આબરૂ લુંટાશે. આ સિંહાજીના તફાને માટે અમને સજા થશે. દુશ્મનનાં દુષ્ક માટે દસ્તને શિક્ષા હોય? સરદાર ! આ પખાલીના પાપે પિડીયાને ડામ દેવા જેવો બનાવ બન્યો છે. ઘેને મારવા માટે પીપળે બાળવાની જરૂર નથી.” જગદેવરાવનું કહેવું મહેબતખાનને ગળે ઊતર્યું અને તેણે જીજાબાઈ તથા બાળક શિવાજીને જગદેવરાવને સ્વાધીન કર્યા જગદેવરાવે આ બન્નેને તુરત જ કંડાણાના કિલ્લામાં સહીસલામત પહોંચાડી દીધાં (કેળસ્કર ). આવી રીતે પિતાની ઉંમરને છઠું વરસે શિવાજી મહારાજને “બંદી'ના સંસ્કાર થયા. આ આપત્તિ તો ટળી પણ ૧૬૩૩ થી ૧૬૩૬ સુધીના ત્રણ વરસના ગાળામાં સિંહાજી મુગલેને ઠેક ઠેકાણે નડી રહ્યો હતો તે વખતે સિંહાને સીધે કરવા તેના દીકરા શિવાજીને પકડી લાવવાની ઘણી કોશિશો મુગલેએ કરી, ઘણી જાળા પાથરી, ઘણા પ્રપંચે રચા. એક ફેરા મહાલદારખાનની જાળમાં જીજાબાઈ તથા શિવાજી સપડાયા હતા પણ હંમેશા દૂધને દાઝેલે છાશ પણ ફૂંકીને પીએ છે એ રીત મુજબ જીજાબાઈ હંમેશ ચેતીને જ વર્તવા લાગી. જીજાબાઈની હેશિયારી, હિંમત, હાજર જવાબીપણું, સમયસૂચકતા વગેરેને લીધે મુગલોના પ્રયત્ન નિષ્ફળ ગયા અને શિવાજી મુગલેના હાથમાં ન આવ્યો (કિ કેડ પારસનીસ. ૧૨૫).
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat