________________
છે. શિવાજી ચરિત્ર
[પ્રકરણ ૩ જું* બનાવ્યો છે. પ્રજા એને દુશ્મન માને છે. આ વખતે બિજાપુર બેસી રહે એ મુત્સદ્દીપણાની ખામી મનાય. નિઝામશાહીની આફત એ આદિલશાહીને માટે સોનેરી તક મનાવી જોઈએ. નિઝામશાહીને જીતવાને આ અવસર એળે જશે તો પાછળથી પસ્તાવું પડશે. દેલતાબાદનો કિલ્લો કબજે કરવા માટે તજવીજ થવાની જરૂર છે. એ કિલ્લા ઉપરને બંદોબસ્ત તદ્દન ભૂલે છે. બાદશાહ સલામતની ઈચ્છા હોય તે તે કિલ્લા ઉપર સ્વારી મોકલાવું. હું બાદશાહની સેવા કરવા તૈયાર છું અને તે જે સ્વીકારવામાં આવે અને ફરમાન થશે તે હું આ કિલ્લો હિંમત અને યુક્તિથી કબજે કરી શકીશ એવી મને ખાત્રી છે. ”
બિજાપુરને બાદશાહ નિઝામશાહીના મુર્તિ જા જેવો મૂખ ન હતો. એણે સંજોગો અને સ્થિતિને વિચાર કર્યો અને સિંહાજી જે બળવાન સરદાર પાછે બાદશાહતમાં જોડાવા ઈચ્છા રાખે છે તેને સ્વીકારી તેનાથી થતા લાભ લેવાનો નિશ્ચય કર્યો.
૫. નિઝામશાહીને નાશ. સિંહજીની સેવા બિજાપુર બાદશાહે સ્વીકારી અને સિંહાજીની સલાહ મુજબ મુરારપતની સાથે એક લશ્કર બાદશાહે સિંહાની કુમકે દોલતાબાદ તરફ મોકલ્યું. ફખાનને ખબર પડી કે સિંહા પિતાનું લશ્કર લઈને આવી રહ્યો છે અને બિજાપુરનું લશ્કર એની કુમકે દેલતાબાદ આવે છે. ફખાન ગભરાયો અને ભારે મુંઝવણમાં પડ્યો. આ સંજોગોમાં શું કરવું એ તેને સૂઝયું નહિ. આખરે એણે મુગલેને કહેવડાવ્યું કે “હું આ કિલે તમારે ચરણે ધરું છું. તમે જાતે આવીને મને સિંહાજીના પંજામાંથી બચાવે.” મુગલેએ ફખાનની મદદ માટે મહાબતખાનને મોકલ્યો. હુકમ મળતાંની સાથેજ મહેબતખાને છોકરા ખાનજમાનની સાથે તાકીદે એક ટુકડી ફત્તેખાનની મદદ માટે રવાના કરી અને પોતે પોતાના મેટા લશ્કર સાથે પાછળથી નીકળ્યો. મુગલ લશ્કર ફખાનની મદદે આવે છે એની ખબર સિંહાજીને પડી એટલે સિંહાજીએ મારતે ઘડે કુચ કરી. મુગલે પણ દોલતાબાદ પહોંચવા માટે બહુ ઝડપથી જતા હતા. સિંહાજીની ઝડપ વધારે હોવાથી મુગલે પહેલાં સિંહા દેલતાબાદ આવી પહેઓ અને ઉત્તખાનને મળી એની ખાત્રી કરી આપી કે મુગલેની સાથે મળી જવાથી નિઝામશાહીને નાશ થશે. બિજાપુર સાથે સલાહ કર્યાથી જ નિઝામશાહીનું હિત થશે. મહાબતખાન આવી પહોંચે. મૂર્ખા ફખાન આ વખતે તદ્દન નમાલે માલમ પડ્યો. ગભરાઈ જાય ત્યારે મહેબતખાનને સંદેશે. કહેવડાવે કે “મને સિંહાજી, રણદુલ્લાખાન અને મુરાર જગદેવના સાંડસામાંથી છોડા”. વળી પાછી ધૂન ચડી આવે ત્યારે “કિલ્લામાં અનાજ સામગ્રી ખૂટી છે તે તે ગમે તેમ કરી મને પુરી પાડ” એ સંદેશે મરારજગદેવને મોકલતા. મુરારજગદેવ બડો મુત્સદી હતું. એણે લડતનો રંગ જે અને ફત્તેહખાનના ઢંગ પણ જોયા. મહાબતખાને કિલ્લામાં મદદ મોકલે એવી સ્થિતિ મરારજગદેવે આવવા દીધી જ નહિ. પોતે પણ દાણ કણ મોકલે નહિ અને ચોખ્ખી ના પણું પાડે નહિ. આશામાં ને આશામાં રાખી એને વધારે નબળે કરી તંગ કર્યો અને આખરે આદિલશાહી સાથે સર કરવા તૈયાર થયા સિવાય છૂટકેજ ન રહ્યો. ત્યારે એણે આદિલશાહી સાથે સલાહ કરવાનું નક્કી કર્યું. સિંહાજી, મુરારજગદેવ અને રણદુલ્લાખાન અસલ ખેલાડી હતા. સમરબાજી વખત પ્રમાણે શી રીતે ખેલવી અને આખે રંગે ચડેલી બાજીને શી રીતે ફેરવી નાંખવી એ આ કસાયલા વીરે બરાબર જાણતા હતા. સિંહાએ ફખાન સાથે સલાહ કરી અને જણાવ્યું કે જે ફખાન સેલાપુર અને બીજા સાડા પાંચ જિલ્લાઓ ઉપર હક છેડી દેશે તે મહમદ આદિલશાહ નિઝામશાહીને. દોલતાબાદ અને અહમદનગર રાજ્યના તાબામાં જે મુલક છે તે વગર હરકતે અને અડચણે પચવા દેશે. સિંહાજીની આ શરતોથી ફખાન લલચાય અને એણે એ શરતે કબૂલ કરી. ફખાન સાથે આદિલશાહીએ સલાહ કરી અને એ સલાહ પછી તરત જ ફખાને તેની મદદ માટે તેની જ માગણીથી લશ્કર લઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com