________________
પ્રાણ ૧૨ મું ]. છે. શિવાજી ચરિત્ર
૬૭પ જોઈએ છીએ. વળી “દક્ષિણના અમુક પ્રખ્યાત દેવાલયને નાસી જવા માટે પગ નથી” એટલે વખત કાઢીને એને વિનાશ કરવા વિષે પિતાના એક સેનાપતિ સાથે વાત કરતે આપણે એને સાંભળીએ છીએ.
બીનમુસલમાને ઉપર જઝિયારે : ઈસ્લામી રાજ્યમાં રહેવાની છૂટ માટે દરેક બીનમુસલમાનને જઝિયા નામને વેરે આપવો પડતો. જઝિયાને અર્થ બદલાના પૈસા એટલે કે છૂટ અથવા પરવાનાની કિંમત એવો થાય છે. પ્રથમ એ મહમ્મદ પયગમ્બરે નાંખેલો. તેણે પિતાના અનુયાયીઓને ફરમાવેલું કે “જેઓ પાક દીનને સ્વીકાર ન કરે તેઓ નમ્રતાપૂર્વક પિતાને હાથે જઝિયા ન ભરે ત્યાંસુધી તેમની સાથે લડાઈ કરવી” (કરાન૯૨૯.). આ આજ્ઞામાં “ નમ્રતાપૂર્વક પિતાને હાથે' એ શબ્દો છે તેને મુસલમાન ઉલેમાઓએ એ અર્થ કર્યો છે કે કર ભરનારને હીણપત લાગે એવી રીતે આ કર વસુલ કરવો. ઔરંગઝેબના સમયના ઉલેમાઓ તથા મૌલવીઓએ તેને એમ કહ્યું કે મુસલમાન શરિયતની કિતાબોમાં એવું લખેલું છે કે જઝિયા વસુલ કરવાની વાજબી રીત એ છે કે ઝિમ્મીએ જાતે આવીને કર ભરવો જોઈએ; તે પિતાના માણસ મારફત કરનાં નાણાં મોકલાવે તે તેને ઈનકાર કર; જેના ઉપર કર આકારવામાં આવ્યો હોય તેણે પગપાળા કર ભરવા આવવું જોઈએ
અને ઉભાં ઊભાં જ નાણાં આપવાં જોઈએ; તે વખતે ઉઘરાતદારે બેઠેલા જ રહેવું જોઈએ અને ઝિમ્મીની ઉપર પોતાના હાથ મૂકીને નાણાં ગણી લેવા જોઈએતે વખતે તે બોલે, “હે ઝિમ્મી, તને મળેલી છૂટની કિંમત આપ.”
સ્ત્રીઓ, ચૌદ વર્ષની નીચેની ઉંમરનાં બાળકો તથા ગુલામ આ કરમાંથી બાતલ હતાં. આંધળાં, અપંગ તથા ગાડાં પાસેથી જે તેઓ ધનવાન હોય તે કર લેવામાં આવતો. સાધુઓ પણ જો ગરીબ હોય તે તેમને કરમાંથી બાતલ રાખવામાં આવતા પણ જો તેઓ કોઈ ધનસંપન્ન મઠમાં રહેતા હોય તે મઠના મહન્ત પાસેથી કરનાં નાણાં વસુલ કરવામાં આવતાં. કરને આંકડો માણસની એક્કસ આવકના પ્રમાણમાં નક્કી કરવામાં નહોતો આવતે પરંતુ કર ભરનારાના મેટા મેટા ત્રણ વર્ગ પાડવામાં આવ્યા હતા. જેમની મિલકત બસે દિરહામ કરતાં વધારે ન અંકાય તેમને “ગરીબ” વર્ગના ગણવામાં આવતા. બસેથી દસ હજાર દિરહામની વચ્ચેની મિલકતવાળા “મધ્યમ” વર્ગના ગણાતા અને દસ હજારથી ઉપરની મિલક્તવાળા “શ્રીમંત’ ગણુતા. નાણાવટી, કાપડિયા, જમીનદાર, વેપારી તથા વૈદ્યહકીમ એ શ્રીમંત વર્ગમાં ગણતા ત્યારે દરજી, રંગાર, મોચી વગેરે કારીગર વર્ગને “ગરીબ” વર્ગમાં ગણવામાં આવતા. એ વર્ગને તે પિતાનું અને પિતાનાં કુટુંબીજનું ભરણપોષણ કરતાં કોઈ વધારે રહે તો જ કર આપવાનું રહેતું. તદ્દન મુફલીસ તથા ભિખારીએ સ્વાભવિક રીતે જ કરમાંથી બચી જતા.
જઝિયાને દર ત્રણ વર્ગને કરને આંકડે અનુક્રમે ૧૨, ૧૪ અને ૪૮ દિરહામ એટલે કે રૂા. ૩, રૂા. ૬૩ તથા રૂા. ૧૩ એ પ્રમાણે કરાવવામાં આવ્યો હતો એટલે કે ગરીબ ઉપર કરો બજે તેમની કાચી આવકના ૬ ટકા જેટલો પડતે, મધ્યમ વર્ગ ઉપર ૬ થી 3 ટકા જેટલો પડતો
અને શ્રીમંત વર્ગ ઉપર તે હજારે ૨ થી પણ ઓછો આવતો. એટલે કે કરભારના આધુનિક સિદ્ધાન્તને આમાં ચોખ્ખો ભંગ થતો. જઝિયાને સપાટે કામના ગરીબ વર્ગ ઉપર સખ્ત લાગત. માણસ દીઠ ઓછામાં ઓછો આંકડે રૂા. ૩ નો હતો. સાળમી સદીના આખર ભાગની બજાર કિંમતે ગણીએ તે એટલી રકમમાં નવ મણ ઘઉંને આટ આવે (અઈન. ૧.૬૩) એટલે કરનો નીચે આંકડો ગણીએ તે પણ રાજ્ય ગરીબ માણસ પાસેથી દર વર્ષે તેના એક વર્ષના ખેરાકની કિંમત જેટલી રકમ ધર્મની છૂટની કિંમત તરીકે લેતું. બીજું, સઘળા સરકારી અમલદારે કરમાંથી મુક્ત હતા, જો કે સમાજમાં પિતપોતાના વર્ગમાં તે એ કે સૌથી ધનિક હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com