________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૨ મું હિંદુસ્તાનમાં, પહેલાંના મુસલમાન રાજ્યકર્તાઓના રાજ્યમાં બ્રાહ્મણ સિવાયના સધળા હિંદુઓ ઉપર જઝિયા વેરો નાંખવામાં આવતું. મહમદ-બિન-કાસીમે સિંધમાં રાજદ્વારી ડહાપણની તથા રૈયતને રીઝવવાની દૃષ્ટિએ જે નીતિ અખત્યાર કરી હતી તે અનુસાર બ્રાહ્મણોને મુક્ત રાખવામાં આવ્યા હતા. ફિરોજશાહે પિતાની વૃદ્ધાવસ્થામાં એ અધિકાર પાછો ખેંચી લીધો હતો અને બીજા બીનમુસલમાની માફક બ્રાહ્મણે ઉપર પણ તેણે આ કર નાંખ્યો હતો. અકબરની ડાહી રાજ્યનીતિમાં આ કર રદ કરવામાં આવ્યો હતો અને પિતાની રૈયતના અધિકાંશ વર્ગ ઉપરથી હીણપતની વરવી છાપ તેણે ભૂંસી નાંખી હતી (૧૫૭૯). એક સૈકા પછી ઔરંગઝેબે એ નીતિ ઉથલાવી નાંખી.
પ્રદેશના
જઝિયાની આકરી વસુલાત હિંદુઓના વિરોધનું દમનઃ ઈ. સ. ૧૬૭૯ ની બીજી એપ્રિલના રોજ શાહી ફરમાનથી આખી શહેનશાહતમાં બીન–મુસલમાનો ઉપર જઝિયા વેરે ફરી નાંખવામાં આવ્યો. શાહી તવારીખકારની નોંધ પ્રમાણે તેને હેતુ “ઈસ્લામનો પ્રચાર કરવાનો તથા અધમ પ્રથાને દાબી દેવાને ” હતો. આ સમાચાર બહાર પડતાં જ, દિલ્હી તથા તેની આસપાસના
એ સેંકડોની સંખ્યામાં જમા થયા અને જમના નદીને કિનારે મહેલના દર્શન માટેના ઝરૂખા આગળ ઉભા રહ્યા તથા વેરે પાછો ખેંચી લેવા માટે કળકળાટ કરવા લાગ્યા. પરંતુ તેમના આજીજીપૂર્વકના આક્રન્દને બાદશાહે ગણકાર્યું નહિ. બીજે શુક્રવારે જ્યારે જાહેર નમાઝ માટે બાદશાહની સવારી જુમ્મા મસજિદમાં જવા નીકળી ત્યારે કિલ્લાના દરવાજાથી તે મસજિદ સુધીને આખા રસ્તે હિંદુ અરજદારોનાં ટોળેટોળાંથી ભરાઈ ગયો. દિલ્હી શહેરના તથા છાવણી બજારના દુકાનદારો તથા કારીગરો પણ પોતાનો વિરોધ જાહેર કરવા નીકળી પડ્યા હતા અને આ ટોળામાં ભળ્યા હતા. ચેતવણુએ આપ્યા છતાં કેળું વિખેરાયું નહિ. એક કલાક સુધી બાદશાહે રાહ જોઈ પણ ફકટ. છેવટે તેણે ટોળાં ઉપર હાથી ચલાવવાને હુકમ છોડ્યો. લેક છુંદાઈ ગયા અને રસ્તો સાફ થયો, પરંતુ હિંદુઓને વિરોધ અનેક દિવસો સુધી ચાલુ રહ્યો. આખરે બાદશાહની દઢતાને વિજય થયો અને રૈયતે વિરોધ કરવાનું છોડી દીધું. આ ન વેરો ડહાપણભરેલ નથી તથા સકળ માનવજાતિના એક જ પિતા છે અને એ પિતાની નજરમાં સઘળા સાચા ધર્મો સરખા જ છે એવી રીતની ઔરંગઝેબને વિનંતિવાળો તથા વિનીતતા અને દલીલથી ભરેલે શિવાજીને એક પત્ર પણ નિષ્ફળ ગયા.
જઝિયા વેર નાંખીને, ઔરંગઝેબે દયાવૃત્તિની તેમજ રાજદ્વારી ડહાપણની દૃષ્ટિએ રજુ થતી દલીલની અવગણના કરી હતી. મુગલ સત્તા નીચેના દખણમાં, ખાસ કરીને બહાણુપુરમાં વેરો કેવળ જબરદસ્તીથી જ વસુલ કરી શકાતા. પરંતુ ઔરંગઝેબ અડગ અને કડક રહ્યો અને શહેરના કેટવાલને ફરમાવ્યું કે વેરો ન ભરનારને સખત સજા કરવી. એની ધારી અસર થઈ અને મીર અબદુલ કરીમ જેવા કડક ઉઘરાતદારે આખા શહેરનો આ વેરાને આંકડો રૂ. ૨૬,૦૦૦) હવે તેના ઉપરથી વધારીને ત્રણ મહિનાની અંદર ફક્ત અર્ધા શહેરને આંકડે ચારગણું કરતાં વધારી મૂક (૧૬૮૨). કઈ દીવાનને પિતાના હરિફને બાદશાહની મહેરબાનીમાંથી ઉતારી પાડવો હોય તે તેણે એટલી ફરિયાદ જ કરવી રહી કે પેલાએ અમુક હિંદુઓને જઝિયા વેરો ભરવામાંથી મુક્તિ આપી હતી. બાદશાહ પેલા ઢીલા મહેસૂલી અમલદારને ચેખું સંભળાવી દેતે, “બીજી તમામ જાતની મહેસૂલની માફી આપવાની તમને છૂટ છે; પરંતુ કોઈ પણ માણસને જઝિયામાંથી મુક્તિ આપશો તે એ અધર્મ (બિદાત) થશે અને જઝિયાવેરો ઉઘરાવવાની આખી પદ્ધતિ અવ્યવસ્થિત થઈ જશે. અધર્મીઓ ઉપર એ વેરો નાંખવામાં મહામુશીબતે હું ફતેહમંદ થયો છું.”
વળી, આ વેરે બળજબરીથી વસૂલ કરવામાં આવતું. તેના ડરથી દખણમાં હિંદુ વેપારીઓ રાજ્ય છોડીને ચાલ્યા જવા લાગ્યા અને તેથી શાહી લશ્કરની છાવણીમાં પણ અનાજની તંગી પડવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com