________________
છે. શિવાજી ચરિત્ર
[પ્રકરણ ૧૨ મું અમલદારને દશબાર વરસના ગાળામાં બંધાયેલાં બધાંયે દેવળે, માટીના નેસડા સુદ્ધાંયે તેડાવી નાંખવાને અને એક પણું જૂનું મંદિર સમરાવવા ન દેવાનો હુકમ કરવામાં આવ્યા છે.
ઔરંગઝેબને હાથે થયેલે હિંદુ મંદિરને વિનાશ : રાજ્યકાળના ૧૨ મા વર્ષમાં એટલે ઈ. સ. ૧૬૬૯ ની ૯ મી એપ્રીલના દિવસે એણે કાફરોનું ધાર્મિક શિક્ષણ અને કર્મકાંડને અંત આણવા માટે તેમની પાઠશાળાઓ અને મંદિરને નાશ કરવાનું એક સર્વસાધારણું ફરમાન કાઢયું. સોમનાથનું દેવળ મહમદ ગઝનીએ નાશ કર્યું ત્યાર પછી ભીમદેવે ફરીથી બંધાવ્યું હતું. એ દેવળને, બનારસના વિશ્વનાથના મંદિરને અને જેની પાછળ એક બુંદેલા રાજાએ ૩૩ લાખ રૂપિયા ખર્ચા હતા અને જે એ જમાનાનું એક આશ્ચર્ય ગણાતું એ મથુરાનું કેશવરાયનું મંદિર એમ સમસ્ત હિંદુસ્તાનના હિંદુઓના ધર્માભિમાનના પ્રતિકરૂપ ભવ્ય અને પવિત્ર મંદિરને તેડી નાંખવા માટે
ઔરંગઝેબના હાથ સળવળવા લાગ્યા. પિતાના પ્રાંતમાં મંદિર તોડવા માટે આપેલા હુકમનું સંપૂર્ણ રીતે પાલન થયું છે એવી બાદશાહને ખાતરી ન અપાય ત્યાં સુધી પ્રાંતના સૂબાએ નીરાંતે બેસી શતા નહિ.
ખાસ કરીને મથુરાનું પવિત્ર ધામ હરહંમેશ મુસ્લીમ ધર્માધતાનું ભોગ બન્યું છે. હિંદુસ્તાનના “ જુઠા દે માં” સૌથી વધારે લેકપ્રિય અને લાખો કાફરોને જેને વિષે હાર્દિક પ્રેમ છે એવા કૃષ્ણની એ જન્મભૂમિ હતું. એ શહેર આગ્રા અને દિલ્હીના રાજ્યમાર્ગ ઉપર આવેલું હતું અને આગ્રાના રાજમહાલમાંથી દષ્ટિગોચર થતાં તેનાં ભવ્ય શિખરે, કાફરતાને વિધ્વંસ કરી ઈસ્લામને ફેલાવો કરવા માટે એ મોગલ બાદશાહોના મનમાં સળવળાટ ઉત્પન્ન કરતા. ઔરંગઝેબની વિઘાતકદષ્ટિ આર્યાવર્તન બેગ્લેહેમ ઉપર ક્યારનીયે પડી હતી. મથુરાના હિંદુઓને મહાત કરવા માટે અબ્દુનનબી નામના એક ધર્માધિ ફોજદારને એણે નીમ્યો હતો.
ઈ. સ. ૧૬૬૬ ની ૧૪ મી ઓક્ટોબરે એને ખબર મળી કે કેશવરાયનાં મંદિરમાં દારાશકોએ બક્ષિસ કરેલી પથ્થરની જાળી છે. મૂર્તિપૂજાની મશ્કરી કરવાના એક દુષ્ટ ઉદાહરણ તરીકે એને કાઢી નાંખવાને ઔરંગઝેબે હુકમ કર્યો. રમઝાનના પવિત્ર ધ્યાનધારણાથી ઉત્સાહીત થઈ ઈ. સ. ૧૬૭૦ ના જાન્યુઆરી માસમાં એ મંદિરનો સંપૂર્ણ નાશ કરી એનું નામ ઈસ્લામાબાદ પાડવાનું એણે ફરમાન કાઢયું. એ જ વખતે ઉજ્જનની પણ આવી જ દશા કરવામાં આવી. મૂર્તિપૂજાને નાશ કરવા માટે પદ્ધતિસર બાજી ગોઠવવામાં આવી હતી. સામ્રાજ્યના એકેએક છલામાં તથા શહેરમાં દાખલા તરીકે દારૂ, ભાંગ અને જુગાર જેવી બદીઓને દૂર કરી ઈસ્લામના કાયદાઓ પળાવવા ધર્મસંરક્ષક (મુહતાસીબ) નીમવામાં આવ્યા હતા. હિંદુઓનાં મંદિર અને પવિત્ર સ્થાને નાશ કરવો એ તેમનું એક મુખ્ય કામ હતું અને એ કામમાં રોકવામાં આવેલા અમલદારોની સંખ્યા એવડી મોટી હતી કે તેમના કામને નિયમીત ચલાવવા માટે એમના બધા ઉપર એક ઉપરી અમલદાર ( દગો) નીમવામાં આવ્યો હતો. બંગાળ અને ઓરિસા જેવા સામ્રાજ્યના છેક પૂર્વની સરહદના ભાગમાં સ્થાનિક અમલદારા પિતાની સત્તા નીચેના પ્રદેશના બધા મંદિર અને મૂતિઓનો નાશ કરવા માટે માણસે મોકલતા એ ઉપરથી બાદશાહના હુકમેનું કેટલી કડક રીતે પાલન કરવામાં આવતું તે આપણે જોઈ શકીએ છીએ. ઈ. સ. ૧૬૮૦ ના જુન માસમાં જયપુરના વફાદાર રાજ્યની રાજધાની અંબરના દેવળે તોડી પાડવામાં આવ્યા હતા.
ઉંમર કે જીવનના અનુભવે ઔરંગઝેબની મૂર્તિ ખંડનની લોલુપતાને જરા પણ નરમ પાડી નહિ. પિતાના રાજ્યની શરૂઆતમાં સોમનાથના દેવળમાં બંધ કરાવેલી મૂર્તિપૂજા સ્થાનિક શાસકની શિથિલતાને લીધે સજીવન તે નથી થઈ એ વિષે ૮૦ વર્ષની ઉંમરે પણ ઔરંગઝેબને પુછપરછ કરતા આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com