________________
પ્રકરણ ૧૨ મું ]
છે. શિવાજી ચરિત્ર તે તેને ગેરઉપયોગ છે એવી બીનમુસ્લીમોની માન્યતા તદ્દન સાચી હતી. આવી રાજ્યસત્તાને રાષ્ટ્રિય કહેવડાવવાને કંઈ જ હક નહે. એનું અસ્તિત્વ લેકાના પ્રેમ અને ભક્તિ ઉપર નિર્ભર નહતું.
મુસ્લીમ સત્તા દરમિયાન મતાંતરસહિષ્ણુતા અપવાદરૂપ અને કુરાનની આજ્ઞા વિરુદ્ધ મનાતી. ચુસ્ત ઈસ્લામ પ્રમાણે રાજ્યમાં આદર્શ આ હતું અને એનું શબ્દશઃ પાલન કરતાં આવાં પરિણામ આવતાં. અજ્ઞાન ખેડૂત કે જડ સૈનિકોનું નહિ પરંતુ રાજાઓ, પ્રધાને, વિદ્વાને અને સંતોનું આ રાજકીય પેય હતું. અલબત્ત ઘણીવાર સામાન્ય બુદ્ધિને તક ઉપર અને રાજ્યનીતિgતાને ધર્માધતા ઉપર વિજય થ અથવા તે માનવસ્વભાવની નિર્બળતાને લીધે દરેક રાજા અને દરેક અધિકારીને માટે આ અસહિષ્ણુ ધર્મને દરેક ઠેકાણે અને સંપૂર્ણ રીતે લોકે ઉપર લાદવાનું અશક્ય બનતું. આથી ઘણી વખત મુસ્લીમ સત્તા દરમિયાન કેટલાક સમય એવો પણ આવતે કે જ્યારે હિંદુ ધર્માંતર સહિષ્ણુતા અનુભવતા અને તેમની માલમિલકત સહીસલામત રહેતી. કોઈ તેજલ્દી અને ઉદાર રાજા એમને સાહિત્ય, કળા, દેલત અને જાહેર નોકરીઓમાં વિકાસ કરવાને ઉત્તેજન આપતે તે એના રાજ્યનું બળ અને આર્થિક સંપત્તિ વૃદ્ધિ પામતાં.
પરંતુ કાફરે પ્રત્યે આવા માન અને ઉદારતા એ સ્વાભાવિક રીતે જ અનિશ્ચિત અને અપવાદરૂપ હતાં. મુસલમાન અને ધર્મથી વિરુદ્ધ તથા નિંદનીય ગણતા. ધનને માટે પોતાના આત્માને વેચી દેવા સારુ આવા ઉદાર રાજાને જાહેર રીતે કોઈ વિદ્વાન પાસે શુદ્ધિ કરાવવી પડતી અને ઈસ્લામના પવિત્ર અને ચુસ્ત ફરમાન પ્રમાણે વર્તવાની એને આજ્ઞા કરવામાં આવતી. મુસલમાન ધર્મ પ્રમાણે ગાદી ઉપર, રાજાને પરંપરાગત કે ઈશ્વરદત્ત હક હેત નથી. એ તે મુસ્લીમ લશ્કરને ચૂંટાયેલે સેનાપતિ (અમીર-ઉલ-મુમીનીન) માત્ર હોય છે, એ કેમને જવાબદાર સેવક ( જમાઈમ) ગણાય છે. તેથી મુસ્લીમ સૈનિકોની તલવારની અણી ઉપર મુસલમાન રાજાની સત્તા નિર્ભર હોય છે, કુરાનમાંથી અવતરણ બોલાતાં જ મુસ્લીમ સૈનિકો પોતાના હૃદયથી રાજાને અનુસરવા માટે તત્પર થાય છે. પિતાના અધિકારની સ્થિરતા માટે રાજકીય ડહાપણને ફગાવી દઈ ધર્મના કાનુનને અક્ષરશઃ અનુસરી એણે કાફરોને બરાબર પાંસરા કરવા જ પડે. આમ મુસલમાન સત્તાના મૌલિક સિદ્ધાન્ત પ્રમાણે બીનસુસ્લીમેની ચડતી અને વિકાસ અરે ! એમનું ચાલુ રહેલું અસ્તિત્વ પણ અસંગત હતું. વિરોધીઓનું જડમૂળ ઊખડી જાય અથવા તે મુસલમાનોના હાથમાંથી રાજદંડ ચાલ્યો જાય ત્યાં સુધી રાજકર્તા કેમની સ્થિતિ ડામાડોળ હતી. કુરાનના ફરમાનેનું શબ્દશઃ પાલન કરનાર રાજાઓ અને તેમની બીનમુસ્લીમ પ્રજાઓ વચ્ચે સતત વિરોધ રહેતો જ અને પરિણામે વિવિધ વસ્તીવાળું એકેએક મુસ્લીમ રાજ્ય ભાંગીને ભુક્કા થઈ ગયું છે અને ઔરંગઝેબનું રાજ્ય મૂર્ખ માણસને પણ સમજાય એટલી સ્પષ્ટ રીતે આ વાતને દાખલ પૂરે છે.
ઔરંગઝેબની શરૂઆતની ધમધતા : ઔરંગઝેબે બહુ દુષ્ટ રીતે હીંદુ ધર્મ ઉપર હલ્લો શરૂ કર્યો. પોતાના રાજ્યકાળના પહેલા વર્ષમાં બનારસના એક મહંતને આપેલી સનંદમાં એણે લખ્યું છે કે મારે ધર્મ નવા મંદિર બંધાવવા દેવાની મના કરે છે પણ જૂનાને નાશ કરવાની રજા નથી આપતા. એ ગુજરાતને સૂબો હતે એ વખતે ૧૬૪૪ માં અમદાવાદમાં તાજેતરમાં બંધાયેલા ચિંતામણિના જેન દેવળ આગળ એક ગાયનો વધ કરી તે મંદિરનો નાશ કર્યો અને એની જગ્યાએ મસજિદ બંધાવી. એ અરસામાં ગુજરાતમાં એ સિવાય બીજા કેટલાયે હિંદુ મંદિરોનો વિનાશ કરાવ્યું. મોટા ભાગે એ મંદિરે નવાં બંધાયેલાં હતાં. એના રાજ્યકાળની શરૂઆતના સમયનું એક ફરમાન સાચવી રાખવામાં આવ્યું છે. એમાં કટકથી મદનાપુર સુધીના રીસાના એકેએક શહેર અને ગામડાંના સ્થાનિક
80.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com