________________
૬૨૮ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૨ મું લાગ્યું ? આ પ્રશ્નો ઉભા થાય છે. આ પ્રશ્નોને સંતોષવા માટે ઈસ્લામી સત્તાની ઝાંખી કરાવવાની ખાસ જરૂર જણાય છે. ઈસ્લામી સત્તા એટલે શું એ જાણ્યા સિવાય અનેક ગૂંચવાડાનો ઉકેલ નથી આવવાને માટે ઈસ્લામી સત્તાનું દિગદર્શન વાંચકોને કરાવીશું. આ સંબંધમાં લખવા બેસીએ તે આખા ગ્રંથ થઈ જાય માટે અમે વાંચકોનું ધ્યાન સર જદુનાથ સરકારે અંગ્રેજીમાં ઔરંગઝેબ બાદશાહનું જીવનચરિત્ર ચાર ભાગમાં લખ્યું છે તેમાં ત્રીજા ભાગમાં આ સંબંધમાં એક પ્રકરણ (૩૪ મું) લખ્યું છે તે જેવું ને તેવું નીચે આપીએ છીએ –
હિંદુસ્તાનમાં ઈસ્લામી રાજસત્તા.
મુસ્લીમ રાજસત્તા ધર્મને સંપૂર્ણ આધીન હોય છે. મુસ્લીમ સત્તા મૂળથી જ મુલાશાહી છે. એને સાચા રાજ ઈશ્વર છે અને પૃથ્વી પરના રાજાઓ તો એની સત્તા સૌ ઉપર ચલાવવા માટે બંધાયેલા એના પ્રતિનિધિઓ છે. રાજ્યના કાયદા સંપૂર્ણ રીતે ધાર્મિક કાયદાઓને આધીન હોય છે અને પિતાનું અસ્તિત્વ પણ એમાં ડૂલ કરી દે છે. કેવળ ધર્મના ફેલાવા માટે અને બળાત્કારે પણ લોકોને મુસલમાન બનાવવા માટે જ રાજકીય સત્તાનું અસ્તિત્વ હોય છે. નાસ્તિક માણસ સાચા રાજાની સત્તાને ઠેસે ચડાવી એના હરીફ ખોટા દેવદેવીઓને નમતો હોવાથી આવા રાજ્યમાં નાસ્તિતા એ રાજદ્રોહ જ ગણાય એ સ્વાભાવિક છે. ઈસ્લામના પ્રચાર માટે રાજ્યની બધી સંપત્તિ તથા લાવલશ્કરને સંપૂર્ણ ઉપયોગ કરવા દેવામાં આવે છે.
તેથી ચુસ્ત ઈસ્લામ ધર્મની બહારના કેઈ પણ પંથ કે ધર્મ પ્રત્યેની સહિષ્ણુતા એ બીજું કંઈ નહિ પણ પાપાચાર જ ગણાય છે. અનેકેશ્વરવાદ એટલે કે એક સાચા ખુદાને દેવદેવીઓના રૂપમાં બીજા ભાગીદાર છે એ માન્યતા ઈસ્લામની દૃષ્ટિએ અધમમાં અધમ પાપ ગણાય છે. જીવન અને રોટી આપનાર પરમાત્માનું એ હડહડતું અપમાન છે.
તેથી નાસ્તિક દેશે મુસ્લીમ પ્રદેશ બની જાય અને તેમની વસ્તી ચુસ્ત મુસલમાન બને ત્યાં સુધી તેમની સામે લડાઈ એ કરી ખુદાઈમાર્ગમાં આગળ વધવું એ સાચા મુસલમાનની સૌથી પહેલી ફરજ છે એમ ઈસ્લામ કહે છે. વિજય પછી આખી નાસ્તિક પ્રજા વિજેતા લશ્કરની લગભગ ગુલામ બની જાય છે. હથિયાર સાથે પકડાયેલા પુરષોને કતલ કરવામાં આવે છે અથવા તો ગુલામ તરીકે વેચી દેવામાં આવે છે અને તેમના બૈરાંછોકરાંને ગુલામ બનાવી દેવામાં આવે છે. છતાયેલામાંથી જે લેકે લડાઈમાં ન જોડાયા હોય તેમની જે કતલ કરવામાં નથી આવતી-ઇતિહાસકાર શશી એને કરાનની આજ્ઞા તરીકે જણાવે છે–તો તેઓ ધીરેધીરે મુસ્લીમ ધર્મ અંગીકાર કરે, તે માટે તેમને સમજાવવામાં આવે છે. મુસ્લીમ રાજ્યને આદર્શ સમસ્ત માનવજાતને મુસલમાન બનાવવી અને કોઈપણ અન્યમતને નાશ કરે એ મુસ્લીમ રાજ્યનો આદર્શ છે. સમાજમાં કેઈપણ કાફર જીવી શકતો હોય તો તે ના æકે અને થોડા વખત માટે જ. રાજકીય અને સામાજિક આપત્તિઓ એને માથે ઢળી પાડવામાં આવે છે અને એને આધ્યાત્મિક ઉદય પાસે આવે તથા ઈસ્લામીઓમાં એનું નામ ઉમેરાય તે માટે જાહેર ભંડોળામાંથી તેને લાંચરુશવત આપવામાં આવે છે. ઈસ્લામમાં ન માનનાર પ્રજાની સંખ્યા કે આબાદી વધે તે રાજ્યના અસ્તિત્વને ભયરૂપ છે તેથી બિનમુસ્લીમ પ્રજા અંદરઅંદર પોતાનાં ગળાં કાપે ત્યારે ગમે તે પક્ષની કતલ થતી હોય તે પણ તેથી ઈસ્લામને તે લાભ જ છે અને તેથી મુસલમાન રાજાને તે આનંદ જ થાય એ સ્વાભાવિક છે. દાખલા તરીકે હિંદુ સાધુઓના બે વિરોધી ફિરકા કોઈ પવિત્ર તળાવમાં નાહવાના હક માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com