________________
પ્રકરણ ૧૨ મું ]
છે. શિવાજી ચરિત્ર છેડી શિક્ષા કરી હતી. તમારી ચાલચલગત સુધરે, તમારી નજરનું પરિવર્તન થાય અને તમારું ચારિત્ર્ય નમૂનેદાર બને એ હેતુથી તમને મેં શિક્ષા કરી. સુધરવાને બદલે, પશ્ચાત્તાપ કરવાને બદલે તમે ક્રોધ કર્યો અને આ રસ્તે લીધે એ અતિ શોચનીય છે. તમારું આ કૃત્ય તે તમારા ઉપર, અમારા ઉપર અને આખા મહારાષ્ટ્ર ઉપર મહાસંકટ લાવત પણ શ્રીભવાનીની કૃપાથી જ અનિષ્ટ પરિણામ ન આવ્યું એમ મારું માનવું છે. જે બની ગયું તેને માટે પૂરત પશ્ચાત્તાપ કરો. સુધરી જજો અને આ જન્મ ફરીથી આવું કુકર્મ કરતા નહિ. દુરાચરણ એ મનુષ્યનું અધઃપતન થવાનું મેટામાં મેટું કારણ છે. આપણી ખામીઓ, ત્રુટીઓ, કુસંપ અને કલહથી દુશ્મન રાજી થાય છે. આપણા ઘરમાં ફાટફૂટ થવાથી શત્રુને આનંદ થાય છે અને આપણે નાશ કરવાની એમનામાં હિંમત આવે છે. યવનેની તાબેદારીમાંથી છૂટવા મેં ભારે પ્રયાસ કરીને સ્વતંત્રતા અને સ્વરાજ્ય સંપાદન કર્યા છે અને આ હિંદવી સ્વરાજ્ય સ્થાપન કરતાં મને શું શું સહન કરવું પડયું છે અને કેટકેટલું વીત્યું છે તે તમે પૂરેપુરું જાણે છે છતાં તદન બેદરકાર બની બનેલી બીનાએ તરફ આંખો મીંચી તમે શત્રુને આશ્રય લીધે, તમે મારા દુશ્મનના ઘરમાં ગયા, શત્રના છત્ર નીચે જવાની દુર્બુદ્ધિ તમને સૂઝી એ મારું કમનસીબ. તમને રાજ્યાધિકાર ભોગવવાની તીવ્ર ઈચ્છા થઈ હોય તે તેમ ચોખ્ખી વાત કરે. હું રાજ્યના બે વિભાગ પાડી તુંગભદ્રાથી કાવેરી સુધી પ્રદેશ તમને અને નર્મદા નદીથી તુંગભદ્રા સુધીને પ્રદેશ રાજારામને સોંપવા તૈયાર છું. હું કઈ પુણ્યક્ષેત્રમાં જઈશ અથવા રામદાસ સ્વામીના ચરણાશ્રયમાં રહી અવશેષ જીવન પરમેશ્વરની ભક્તિમાં પુરું કરીશ. પરંતુ આ વ્યવસ્થા કરતાં સુધી લાચારીથી ના ઈલાજે મારે તમને પન્ડાળામાં જ નજરકેદ રાખવા પડશે. તમારા સંબંધમાં મેં બહુ વિચાર કર્યો પણ તમારા ઉપર હવે મને વિશ્વાસ નથી એટલે આ નિર્ણય ઉપર મારે આવવું પડ્યું
છે.' શિવાજી મહારાજે ઉપર પ્રમાણે ઉપદેશ શંભાજી રાજાને કર્યો અને એને પન્ડાળામાં નજરકેદ રાખે. સંભાજી રાજાના ખર્ચને માટે વાર્ષિક ૩ લાખ રૂપિયા મંજુર કર્યા અને સંભાજી રાજાને સુધારવાના હેતુથી તથા એમના ઉપર દેખરેખ રાખવાના હેતુ તથા ઈરાદાથી મહારાજે વીવત્રીબક દેશપાંડેની ખાસનીસને હોદ્દો આપી શંભાછરાજા પાસે કારભારી તરીકે રહેવા માટે નિમણુક કરી. શંભાજી રાજાના બંદોબસ્ત માટે મહારાજે સમાજ નાયક બંકી, બાવાજી નાયક સમશેર બહાદુર અને બાબાજી ઢમઢેરે નામના બહુ ભોંસાના સરદારની નિમણુક કરી.
૫. ઈસ્લામી સત્તાની ઝાંખી અને જજિયાવેરે. શિવાજી મહારાજના ચરિત્ર ઉપરથી દેખાઈ આવે છે કે તેઓ હિંદુત્વના અભિમાની હતા. એમનું ચારિત્ર બહુ ઊંચું હતું અને એ નમૂનેદાર રાજાઓમાં અગ્રગણ્ય ગણાય. એ ઈસ્લામી સત્તાના જબરા વિરોધી હતા અને હિંદુત્વ ઉપર આક્રમણ કરનારી, અત્યાચાર કરનારી, જુલમ કરનારી સત્તાના દુશ્મન હતા. એ કોઈ પણ ધર્મના દુશ્મન ન હતા. કોઈ પણ ધર્મનું એમણે અપમાન નથી કર્યું. એ અભિમાની હિંદુ હતા. હિંદુત્વ માટે સર્વસ્વ ત્યાગવા તૈયાર થયા હતા અને જિંદગીને તે એમણે હેડમાં મૂકી જ દીધી હતી. હિંદુત્વ માટે એમના અંતઃકરણમાં આવું જીવતું જાગતું અભિમાન હતું છતાં હિંદુ દેવાલયોને તેડનાર, મૂર્તિઓ ભાંગનાર, હિંદુ સ્ત્રીઓનાં શિયળ લૂંટનાર, હિંદુ દેવીઓને બળાત્કારે ઘસડી જઈ તેમને જોરજુલમથી વટલાવી તેમને ગુલામ બનાવનાર મુસલમાની સત્તાના અને મુસલમાનનાં ધાર્મિક સ્થળો, ધાર્મિક ગ્રંથ કે મુસલમાન સ્ત્રીઓ હાથમાં આવ્યા છતાં પણ મહારાજે કોઈ દિવસ ઈસ્લામધર્મનું અપમાન નથી કર્યું કે મુસલમાન સ્ત્રીઓ તરફ ખરાબ દષ્ટિથી નથી જોયું. એમના વર્તનથી ચોખ્ખું સાબિત થાય છે કે મહારાજ ઈસ્લામ ધર્મના દુશ્મન ન હતા. મહારાજ જે (ઈલામ ) મુસલમાન ધર્મના દુશમન ન હતા તે ઈસ્લામી સત્તાની જડ ઉખેડી નાંખવા માટે આકાશપાતાળ એક કરી રહ્યા હતા તે કેમ ? ઈસ્લામી સત્તામાં એવું શું હતું કે જે એમને અસહ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com