________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૨ મું સાચું માની લઈએ તે પણ શિવાજી એને જોતજોતામાં મનાવી લે એવી શક્તિ ધરાવે છે. સંભાજી જે મુગલ લશ્કરમાં અમલદાર બને તે મુગલ લશ્કરના બીજા હિન્દુ અમલદારોને એને ચેપ લાગે અને હિંદુઓના મન એના બાપની માફક એ બહેકાવવા મંડી જાય. શંભાજીને અધિકાર આપે છે તે પેટ ચાળીને ઉપાધિ કર્યા જેવું થાય. સંભાજીને મુગલાઈમાં કોઈપણ પ્રકારને હેદો નહિ આપવા હુકમ એણે દિલેરખાન તરફ રવાના કર્યો અને “દુશ્મન હાથમાં આવ્યો છે તેને જવા દેવો નહિ, તેને હેદ્દે ચડાવ નહિ, તેને બીજાઓને બગાડવાની તક આપવી નહિ અને તેને છૂટે પણ રાખવો નહિ. આવા સંજોગોમાં તે તેને ગિરફતાર કરી અત્રે મોકલી દે એજ શ્રેયસ્કર છે માટે એને કેદ કરી આ તરફ રવાના કરો. ઔરંગઝેબના આ વિચારને દિલેરખાન મળતો ન થયું. એને બાદશાહને આ હુકમ બીલકુલ ગમે નહિ એટલે એણે યુક્તિથી સંભાળને ચેતવ્યો અને એ જેમ છૂપી રીતે આવ્યો હતો તેવી રીતે છાનામાના નાસી જવાની એને તક આપી. શંભાજી મુગલ બાદશાહતનો હુકમ સાંભળી ચમકયો. એણે બાપ પાસે નાસી જવાને વિચાર કર્યો અને તે પ્રમાણે ગોઠવણ કરી. ઈ. સ. ૧૬૭૯ ના નવેમ્બર કે ડીસેમ્બરમાં શંભાજી રાજા પોતાની પત્ની સાથે દિલેરખાનની છાવણીમાંથી નાઠે ને સીધો પહાળાગઢ જઈ પહોંચે.
પિતા પુત્ર મળ્યા.
પન્ડાળે સંભાળ રાજા જઈ પહોંચ્યાના સમાચાર શિવાજી મહારાજને મળ્યા એટલે એમને બહુ આનંદ થયો. મહારાજ પોતે દિકરાને જઈને મળ્યા. દિકરાને ઉપદેશ કર્યો. મહારાજે શંભાજી રાજાને આ પ્રસંગે ઉપદેશ કર્યો હતો તે સંબંધમાં કેળુસ્કરે જે લખ્યું તેને સારા નીચે મુજબ છે.
શંભાજી પાછા આવ્યા પછી મહારાજે તેમને શિખામણ દેતાં કહ્યું-“તમે અમને છોડી મુગલોને જઈ મળ્યા એ સારું કર્યું નહિ. ઔરંગઝેબ સાથે આપણે દુશ્મનાવટ હોવાથી દિલેરખાન સાથે પણ આપણને વેર છે. આવી સ્થિતિ તમે જાણો છો છતાં તેમના તાબામાં તમે જઈ પડ્યા એ તમે ખોટું સાહસ કર્યું કહેવાય. મુગલના કબજામાં તમે જઈ પડ્યા હતા એટલે એ તમારો વિશ્વાસઘાત જરુર કરત પરંતુ શ્રી જગદંબાની કૃપાથી તમે એમના જડબામાંથી જીવતા મુક્ત થયા. તમારી સહીસલામતી માટે અમે દિલેરખાનને તે ઉપકાર જ માનીએ છીએ. તમે હિંદુ રાજ્યના ઉત્તરાધિકારી છે. ઉચ્ચકુળમાં તમારે જન્મ છે. તમે કંઈ સાધારણ પંક્તિના માણસ નથી. મેં જે કંઈ મેળવ્યું છે તે તમારે માટે જ છે. તમે કોણ છે, આજે તમારી કેટલી સત્તા છે, તમારે મોભો કેટલું છે તે તમે જાણે છો છતાં દિલેરખાન જેવા દુશ્મન સરદારનો આશ્રય લે છે, એની ઓથે ભરાઓ છે એ તે તમે તમારે હાથે તમારું પિતાનું અપમાન કરાવી લે છે. એને આશરે જવામાં તમે ભારે જોખમ ખેડવું હતું અને તમે તેમ કરીને તમારે માથે જાણી જોઈને ઘાત વહેરી લીધી હતી. આવી રીતનું વર્તન કરવું એ તમારા જેવા બુદ્ધિશાળી, અભિમાની અને હેશિયાર પુરુષને શોભે નહિ. મારી પછી તે તમે રાજગાદીના માલિક થવાના છે. પ્રજાને તમારે પુત્રવત પાળવી જોઈએ. પ્રજા ઉપર સંતાનનું વહાલ તમારે રાખવું જોઈએ. પ્રજાના જાન, માલ, ઈજત, આબરૂનું રક્ષણ કરવું એ જ તમાર પરમ પવિત્ર કર્તવ્ય છે. આ બધું તમે જાણો છે અને તમારી જવાબદારી સમજે છે છતાં તમે અયોગ્ય વર્તન કરી પ્રજાને દુખી કરશે, હેરાન કરશે તો રાજા તરીકે તમે તમારા ધર્મનું પાલન શી રીતે કરી શકશે? વેશ્યાગમન અથવા પરસ્ત્રીગમન એ મનુષ્યની ચડતી, ઉદય, વિકાસ અને ઉન્નતિને ક્ષય કરનારા દુર્ગણે છે. રાવણ જેવા બળીઆ રાજાને પણ સ્ત્રીછલ જેવા દુષ્કર્મને લીધે નાશ થયો છે. આવા પુરુષોનાં દુષ્કાનાં માઠાં પરિણામ તમારે ભૂલવાં જોઈએ નહિ. તમારે તે તમારી નજર સામે રાખી જ મૂકવાં. તમારામાં દેખાતું દુર્લક્ષણ દુર થાય, તમે સુધરે એ હેતુથી જ, વાત્સલ્યભાવથી મેં તમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com