________________
પ્રારણું ૧૨ મું]
૭. શિવાજી ચરિત્ર
કપ
ભૂપાળગઢના કિલ્લા પડ્યો અને મરાઠાઓના ધણા માણસા માર્યાં ગયાં. ધણા સૈનિક અને ચેહાએ પકડાયા, તેમાંથી લગભગ ૭૦૦ યોદ્ધાઓના એક એક હાથ કાપીને એમને મુગલાએ છેડી મૂક્યા અને બાકીનાઓને મુસલમાને એ ગુલામ બનાવ્યા.
મહારાજે તરતજ રાજ્યમાં હુકમ કાઢયો કે ' શંભાજી રાજદ્રોહી નીવડ્યો છે. એણે આ રાજ્ય છેડીને મુસલમાનને આશ્રય લીધે છે. એણે આપણા રાજ્યને ખરાબ કરવાનું કામ હાથ ધર્યું છે. એ કુહાડાના હાથે બન્યો છે. મુગલા આ ફૂટને ખરાખર લાભ ઉઠાવી રહ્યા છે. શંભાજીના હાથે એ આપણા મુલકોની ધૂળધાણી કરાવવા ઈચ્છે છે. આથી આ રાજ્યના સર્વે નાના મેટા અમલદારા, અધિકારી, સરદારા અને જવાબદાર પુરુષોને જણાવવામાં આવે છે કે શ'ભાજી આપણા કિલ્લાએ ઉપર કે મુલક ઉપર ચડાઈ કરીને આવે તે તેને યુવરાજ ગણીને જરાએ મચક આપવી નહિ અને તેની શરમ રાખવી નહિ. પ્રજાને દુશ્મન એ આ રાજ્યના દુશ્મન છે. દુશ્મન તરીકે એ જ્યારે સામે આવે ત્યારે એ યુવરાજ છે એ વાત ભૂલી જજો. એની શરમ રાખીને કાઈ સામતા કરવામાં મેાળા ન પડે. સમરાંગણમાં સામે આવે એ શત્રુ અને શત્રુના સહાર કરવામાં જ ધર્મ સમાયેલા છે. શંભાજીથી સાવધ રહેવું. જો કાપણુ માણસ પેાતાની ફરજ અદા કરવામાં શરમ રાખશે અથવા કચાશ રાખશે તે તે પ્રજાના દ્રોહી ગણાશે અને તેને કડકમાં કડક શિક્ષા થશે.' આવી મતલબની ચેતવણી શિવાજી મહારાજે પોતાના રાજ્યમાં આપી દીધી.
પેાતાની પછી રાજગાદીના ધણી થનાર દુશ્મનને જઈને મળે અને કુહાડીનેા હાથા બનીને જે મુલક ઉપર એને રાજ્ય કરવું છે તેના ઉપર ચડાઈ કરે, પ્રજાને રંજાડે વગેરે વાતેની કલ્પના શિવાજી મહારાજને દુખ દઈ રહી હતી. શલાજીતું આ વન શિવાજી મહારાજને કટારી ભોંક્યાનું દુખ રહ્યું હતું. એમણે ભાજીને મનાવવાના પ્રયત્ન શરૂ કર્યાં. પેાતાના વિશ્વાસના નિમકહલાલ કારકુના શંભાજીને સમજાવવા અને સંદેશા સભળાવવા શિવાજી મહારાજે માકલ્યા. વિધવિધ રીતે અનેક બુદ્ધિશાળી પુરુષાએ શ’ભાજીનું મન મનાવવાના ભગીરથ પ્રયત્ન કર્યાં. કેટલાકાએ અનેક પ્રકારની એની આગળ દલીલા કરી પણ શ’ભાજીનું પાષાણુહૃદય પલળ્યું નહિ. શંભાજી મુગલેને આશરે ગયાથી વૃદ્ધ પિતાને કેવું અને કેટલું દુખ થઈ રહ્યું છે તેને ચિતાર મુત્સદ્દીઓએ એની સામે ખડા કર્યાં પણ સર્વે પ્રત્યના ફાગઢ ગયા. જુદાં જુદાં ભેજુંના માણસેઓએ જુદી જુદી યુક્તિએ ચલાવી શ‘ભાજીનું મન વાળવાના પ્રયત્ન કર્યો પણ કાઈથી દાળ ગળી નહિ. મુગલાના મળતીઆ થવામાં જિંદગીને જોખમ છે એ વાતા પણ ખુલ્લે ખુલ્લી એની સામે મૂકવામાં આવી પણ એનું મન જરાએ કુમળું ન બન્યું. મહારાજ પુત્રના વ નથી અને એના જક્કીપાથી બહુ નાસીપાસ થયા પણુ એમણે પુત્રને મનાવવાના પ્રયાસે
ચાલુ જ રાખ્યા.
ઔરંગઝેબ બાદશાહને દિલેરખાનને પત્ર મળ્યા પછુ એને દિલેરખાન જેવા આનંદ ન થયા. આનંદને બદલે એ તેા આ ખબરથી ગૂચવાડામાં પડ્યો. ઔરંગઝેબ બહુ વહેમી હતો અને શિવાજી મહારાજની યુક્તિ અને બુદ્ધિના એને અનેક ફેરા અનુભવ થયા હતા એટલે આ બનાવમાં પણ અંદરખાનેથી કઈ કપટ છે એવું ઔર’ગઝેબને લાગ્યું. શિવાજીએ જાતે જ આ બધું કાવત્રુ રચ્યું હોય અને એ શંભાજીને આપણામાં દાખલ કરીને દક્ષિણની મુગલ સત્તાને નાશ કરવાને ઘાટ ઘડતા હોય એમ એને લાગ્યું. મરાઠાઓ બહુ મુત્સદ્દી અને લુચ્ચા છે, પહોંચેલા અને દગલબાજ છે. દુશ્મનને કઈ વખતે ક્યાં પછાડશે એને ભરાંસે નહિ માટે એમનાથી બહુ ચેતીને ચાલવું અને તેથી શંભાજીને સેનાપતિ અથવા લશ્કરી ટુકડીના આગેવાન ન ખનાવવા એવા નિર્ણય ઉપર એ આભ્યા અને એણે તે મુજબ દિલેરને જવાબ આપ્યા. વધારામાં એણે જણાવ્યું કે શિવાજીની સાથે શંભાજીને ખટકી છે એ સાચે
79
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com