________________
પ્રકરણ ૨ જુ.]
છે. શિવાજી ચરિત્ર પિતાજી! જેમ જેમ હું શાંત ચિત્તે ઊંડે વિચાર કરું છું તેમ તેમ હું મારા વિચારોમાં વધારેને વધારે મક્કમ બનતી જાઉં છું. પિતાજી મને ક્ષમા કરે. મારો નિશ્ચય દૃઢ છે. મારે દઢનિશ્ચય આપને છોકરવાદપણું અને હઠ લાગશે. હું જાણું છું આપ મારા નિશ્ચયને હસી કાઢશે પણ મારો નાઈલાજ છે. હું મારા વિચારો નથી ફેરવી શક્તી. નિરાંતે મારા શબ્દોને વિચાર કરશે ત્યારે આપ એનું ખરું રહસ્ય જાણશે. મારા જેવા અજ્ઞાનને પિતાજી શું કામ વધારે બોલાવે છે. જગમાં મારા અપશકુન મનાય અને જીવતા હોવા છતાં મરેલી સ્થિતિમાં જીવવાની દશામાં મને મૂકવાને આપ પિતા થઈને પ્રયત્ન કરી રહ્યા છે એ હું પૂરેપુરું જાણું છું એટલે મને પિયેર શી રીતે ગમે? આવી સ્થિતિ છે એટલે પિયેરનું પાણી મારે ગળે શી રીતે ઊતરે ? આપ મને અહીં મૂકીને સુખેથી સિધાવે. નિરાધારનો આધાર અનાથનો નાથ. યાતો સાગર, ભગવાન મારી ભીડ ભાંગશે. ઈશ્વર મારો બેલી છે. આ જંગલમાં મને આવી સ્થિતિમાં મૂકી જતાં આપનું મન કચવાય છે એ હું સમજુ છું. પણ પિતાજી! આ જંગલમાં સિંહ-વાઘ-વરનો ભંગ થઈ પડવાને પ્રસંગ આવશે તો તે સ્થિતિને હું સુખેથી સ્વીકાર કરીશ. આ શરીર ઉપર વાલ, વરૂ હલા કરે તેની મને જરાએ ફીકર નથી. મારે તે મારા ચૂડી, કેક અને મંગળસૂત્ર સહીસલામત રાખવાં છે. એ વાધ વરૂઓ મારો પ્રાણ લેશે. મને મારી નાંખી પણ મારા સૌભાગ્યને ખંડીત નહિ કરી શકે. એવા ભયંકર પ્રાણીઓની ભૂલને ભેગા થઈ પડવામાં મને ભારે દુખ નથી થવાનું. વાઘ, વરૂ વખતે જીવ લેશે, પણ હિંદુ સ્ત્રીને માટે ભારેમાં ભારે દુખી સ્થિતિ જે મનાય છે તેમાં તે એ હિંસક પ્રાણીઓ મને નહિ મૂકી શકે. પિતાજી ! મારી ફીકર કરનાર શ્રીશંકર સમર્થ છે. શ્રી જગદંબાની મારા ઉપર મહેર છે. કુલદેવી ભવાનીની કપા છે. આ શિવનેરીની શિવાઈ દેવી મારું રક્ષણ કરશે. પિતાજી ! આપે મને બહુ શક્તિવાળા અને સમર્થ હાથમાં સોંપી છે એટલે મને અહીં કોઈ પણ જાતની ઉણપ નથી. મારા ચૂડા ઉપર ઘા કરનારના ઘરમાં મારાથી આશ્રય લેવાય જ કેમ? પિતાજી ! આપે આપના ઘરના દરવાજા આપની આ પુત્રી માટે આપને હાથે જ બંધ કરી દીધા છે. અને તેનું જરાએ દુખ નથી. મને તો હવે સ્વપ્નમાં પણ પિયેર જેવાનું ન રહ્યું. આ સ્થિતિ માટે હું કઈને દોષ નથી દેતી. હશે પિતાજી! હું પણ આપની માફક કહું છું કે આ તે કાણાનુબંધનો સવાલ છે.”
જાધવરાવ બોલ્યા “ જીજા! તારે જેટલું બેસવું હોય તેટલું સુખેથી બેલ. તને આ બધું કહેવાની છૂટ છે. આ અડચણ વખતે તું સિંધખેડ તારી માતા પાસે હેત તો હું ચિંતામુક્ત થઈ જાત. બેટા ! તું હા પાડે તે તુરત બધો બંદેબસ્ત કરવા હું તાકીદ કરું. તું જરા ડાહી થા અને મારી ચિંતા દૂર કર. તારા તરફની ચિંતા અને ભારે દુખ દેશે.”
જીજાબાઈ “પિતાજી મારી ચિંતા ? આ અણમાનીતી ત્યજયલી પુત્રીની? મારી ખાતર જેની ચિંતા કરવાની તેને જ જમીનદોસ્ત કરવાનું આપ બીડું ઝડપીને મેદાને પડ્યાં છે. પિતાજી ! મારી ચિંતા આપ બીલકુલ ન કરે. મારે સદ્દભાગ્યે આપે મને એવી જબરી શક્તિને સ્વાધીન કરી છે કે મારી ચિતા બીજા કોઈને કરવાની જરૂર નથી. એમને નામે હું નિર્ભય છું. હજાર હાથને ધણી, મારી ભીડ ભાગનાર ભગવાન મારો બેલી છે. મારી અડચણની ફીકર શ્રીતુળજા ભવાનીને છે. આથી પણ વધારે અને અઘરી અડચણે મારા ઉપર તૂટી પડે તે પણ પિતાજી ! જન્મથી આ યાદવકુળની કન્યા, જે લગ્નથી સૂર્યવંશી શ્રી રામચંદ્ર, બાપારાવળ, અને રાણા પ્રતાપ જે વંશમાં જન્મ્યા તે જગપ્રસિદ્ધ સિસોદિયા વંશની બની, તે દુખેથી કરીને તેના સૌભાગ્યને નાશ કરનારનો આશ્રય લે એ કદી પણ સંભવે ખરું? પિતાજી! પિતાજી! હજુ એ દિવસ નથી આવ્યો. હજુ સિદિયા વંશની ક્ષત્રા નાક વગરની નથી બની. ટેક સાચવવા માટે સર્વસ્વનો ત્યાગ કરવાને ઉપદેશ જગતને કરનાર એ ઉપદેશ કૃતિમાં ઉતારનાર જગતના મહાન પુરુષો જે કુળમાં પાક્યા તે કુળમાં હોવાનું સદભાગ્ય અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com