________________
૩૪ છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૨ જી. આપની પાવડે પ્રાપ્ત થયું છે. પિતાજી! ટેકની ખાતર દુખે વેઠવામાં પણ એક પ્રકારનું સુખ હેય છે. મારી ચિન્તા આપ જરાયે ન કરે,
જીજાબાઈના આ શબ્દો વણ સમા જાધવરાવના હૈયામાં સેંસર પેસી ગયા. જાધવરાવે જાયું કે જીજાબાઈ આગળ કોઈ જાતની દલીલ ચાલે એમ નથી. પિયેર જવા માટે જીજાબાઈને જાધવરાવ ને સમજાવી શક્યા એટલે એમણે પિતાના લશ્કરમાંથી પાંચસો માણસની ટુકડી જીજાબાઈના રક્ષણ માટે મુકી અને તે સિતાજીની પૂઠે જવા નીકળ્યો. જતાં જીજાબાઈની રજા લીધી અને ગદ્દગદ અવાજે જાધવરાવ બોલ્યો. “બેટા છજા! તું મારું નથી માનતી ત્યારે હું હવે જાઉં છું. આ માણસે તારા માટે અહીં રાખ્યા છે તે તને તારી મરજી હશે ત્યાં સહીસલામત પહોંચાડશે. જીજા! બેટા સંભાળીને રહેજે. સાચવજે હે, હું જાઉં છું.”
“પિતાજી! આવા સંજોગોમાં હું કઈ નથી બોલી શકતી. શરૂઆતમાં હું આપને પગે લાગી ત્યારે આપે મને જે આશીર્વાદ આપ્યા હતા તે ઈશ્વર સફળ કરો એ જ ઈશ્વર પાસે મારી પ્રાર્થના છે. અને આપ જે કામ માટે જાઓ છો તેમાં પ્રભુ આપને યશ આપે એવી મારી પ્રભુને ચરણે યાચના છે. હું તે અજ્ઞાન છું. મારાથી બેલવામાં વખતે આપની અવજ્ઞા થઈ હોય તો કૃપા કરી મને માફી આપશે અને આ અજ્ઞાન પુત્રીની ભૂલે દરગુજર કરશે. મારા શબ્દો આપને જરાયે નહિ રુઓ હોય. હું જાણું છું, સમજુ છું, છતાં મને એટલું તે પિતાજી કહેવા દે કે હું જે બેલી તે અંતરના ઊંડાણના ઉદ્દગારો હતા. મારા વિચારો મેં બહુ ટૂંકમાં થેડા જ શબ્દોમાં આપને કહ્યા છે. થોડું કહ્યું પિતાજી! ઘણું કરીને માનજે.”
ઉપર પ્રમાણે બેલી જીજાબાઈ પિતાને પગે લાગી. જાધવરાવે ફરી આશીર્વાદ આપ્યા. જીજાબાઈની પીઠ ઉપર જાધવરાવે બહુ પ્રેમથી હાથ ફેરવ્યું. તેમની આંખે આંસુથી ભરાઈ હતી. જાધવરાવ આંખનાં અશ્ર લુછતા લુછતા ત્યાંથી ચાલ્યા ગયા. જાધવરાવ ત્યાંથી ગયા પછી જીજાબાઈ અને બીજા બધા નજીકના શિવનેરીના કિલ્લામાં ગયા.
૮. શિવાજી મહારાજને જન્મ अब्दे बै प्रभवामिधे नरपते शालिप्रवाहात्परम् । शाके वेदनवाधिदुशरके मासेच सन्माधवे ॥ नक्षत्रेच तिथौ विधौ गुरूदिने पक्षे सिते शाहजेः । जातो नाम शिवाजीको नरवरो यो वै हुतांशोहिते ॥
રિાવ સિવાય સિંહાજીના પ્રથમ પુત્ર શંભાજીને જન્મ થયો તે અરસામાં સિંહા તે મલિકબરે પિલા લડાઈઓના કામમાં એટલે બધે ગરકાવ અને ગુલતાન થઈ જતા હતા કે તેને ખાવા સરખી પણ કરસદ હતી નહિ. માથે લીધેલી ફરજ પૂરેપુરી અદા કર્યા સિવાય એક હાથમાં લીધેલી જવાબદારી પૂરી કર્યા સિવાય સિંહાને કટિઉપાયે જપ વળે જ નહિ એ એમને સ્વભાવ હતે. આવી દોડધામમાં અને દોડધામમાં બાળક લગભગ ૩ વરસનું થયું. ખૂદ જીજાબાઈને પણ સિંહાજી રાજાને મેળાપ દુર્લભ થઈ પડ્યો હતો. આજે આ કિલ્લા ઉપર ચડાઈ તે કાલે પેલા કિલ્લાને ઘે, પરમ દિવસે આ ગામનો બચાવ તે ચોથે દિવસે પેલી છાવણી ઉપર છાપેએમ એક પછી એક એવા કાર્યક્રમ સિંહા રાજા ચાલુ જ રાખતા. એમના ચોવીસે કલાક લડાઈની ગોઠવણમાં, તેની વ્યુહ રચનામાં અને તે સંબંધી વિચાર કરવામાં જ જતા. એક દિવસે સિંહાજી રાજા લડાઈનું કામ પતી ગયા પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com