________________
ર
છ, શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૨ જુ‘
આપની દયા ઉપર જીવવા રાજી નથી. હું આ બધું આપને કહી રહી છું તે તેમના બચાવ માટે હિ પણ આપની આબરૂ સાચવવા કહી રહી છું. બચાવ માટે કંઇ આપને વિનંતિ ન હોય. બચાવ માટે સિસોદિયાની કમરે સમશેર સલામત છે. આપનાં કૃત્યોથી આપની આબરૂને બટ્ટો ન લાગે તે માટે હું આ બધું ખેલી રહી છું. લાગણીવશ થઈ તે, ઇર્ષાને આધીન બનીને, એ પિતાજી ! આપે વિચિત્ર વેગથી વહાણુ હંકાર્યું છે પણ આપ માર્ગ ભૂલ્યા છે, અને ભારે ખડક ઉપર અથડાઈ ટીચાઈને એ વહાણુના ચૂરેચૂરા થઈ જવાના છે. હું આપની પુત્રી છું તેથી મારી ફરજ સમજી આપના વહાણુના સુકાનીને ચેતવણી આપવા માટે ખડક ઉપર દીવાદાંડીરૂપે ખડી થઈ છું. હું આપને ચેતવણી આપું છું. પિતાજી! આ અજ્ઞાન પુત્રીને ક્ષમા કરો. પિતાજી ! આ બધું આપને કહેવામાં હું નાને મેઢે મેટા કાળીયા લઈ રહી છું. હિંદુ ગૃહસ્થને દીકરી મરણના દુખ કરતાં......”
જાધવરાવે પુત્રીનું ખેલવું પૂરેપુરૂં બહુ ધીરજથી સાંભળી લીધું. જાધવરાવને મનમાં ઘણું લાગી આવ્યું. પિતાએ પુત્રીના માથા ઉપર હાથ ફેરવ્યો અને આંખામાં આંસું ભરાઈ આવ્યાં. જાધવરાવે પુત્રીને પાસે લીધી અને એની પીઠ ઉપર હાથ ફેરવીને એણ્યેા “ બેટા ! આ તે ઋણાનુબંધને સવાલ છે. જે બનવાનું હતું તેતેા બની ગયું. એક બિજાના દિલ ઉંચા થયાં અને વેર બંધાયું. હવે તેા વેર વધતું જ જાય છે. હવે તે ફરજ બજાવે જ છૂટકે છે, હું લાચાર હું છજા! મારા ઈલાજ નથી. બેટા જીજા! તારે કાં જવું છે તે તે તું મને જણાવ. તારું સિંધખેડા તારા પિયેર જવું ડાય ા તને સત્વર સુરક્ષિતપણે ત્યાં પહોંચાડવાની હું ગોઠવણુ કરી આપું. છા! ખેલી દે. સંક્રાચ ન કર. એલી કે બેટા તારે કયાં જવું છે ?”
મારા
“ પિતાજી ! હું પણુ આપની જ પુત્રી છું. આત્મમાનની ખાબતમાં હું આપના કામથી ઉતરુ' એમ નથી. જે દિવસે આપે મને યાદવકુળમાંથી કાઢીને સિસેાદિયા કુળમાં સોંપી તે દિવસથી જ હું આપની મટી ગઈ છું. સસરા જમાના મીઠા સંબંધને અંગેજ હિંદુ સ્ત્રીને પિયેર હાય છે. પ્રભુએ મારે નસીબે પિયેર નહિ લખ્યું હોય. નહિ તો આપને આવું ન સૂઝત મારા જન્મદાતા .પિતા થઇને જ સૌભાગ્યની સામે જે દિવસથી આપે તલવાર ખેંચી છે તે દિવસથી જ મને પિયેર તા પારકું થઈ પડયું છે. ક્રૂરજ સમજીને જમાઈની સામે સમશેર ગામનાર પિતાની પુત્રીને તે આવા સંજોગામાં પણ પિયેર હરામ સમજવું જ શોભે. ગમે તે પ્રકારની અડચણ અથવા આફત આવે તે પણ પેાતાના સૌભાગ્યના દુશ્મનના મહેલમાં મ્હાલવાનું કાઇપણ હિંદુ સ્ત્રી કાઇપણ આકરામાં આકરા સંજોગેામાં પણ પસંદ કરશે ખરી? પિતાજી ! હિંદુ સ્ત્રીએએ હાં હિંદુત્વ પૂરેપુરું ટકાવી રાખ્યું છે. હિંદુત્વને જુસ્સા હજી પણ હિંદુ સ્ત્રીઓમાં અણી શુદ્ધ નજરે પડશે. વધારે ખેલાતું હોય તો પિતાજી! ક્ષમા કરશેા, પણ એટલું તો આ અજ્ઞાન ખળા હૃદયથી આપને જણાવશે કે ચૂડા ઉપર હલ્લા કરનારને શરણે રક્ષણ લેવા જનાર સ્ત્રીને અમે ધિક્કારીએ છીએ. પછી હલ્લે કરનાર સ્નેહી હાય કે સગા હાય, ભાઈ હાય કે પુત્ર હાય કે સગા બાપ હોય. આપ જેવા પિતાની પુત્રીને તે। પિયરને મેહ એ ભારે પાપ થઈ પડે. પિતાજી ! હું તે। નબળાઈ એ અને ભૂલોથી ભરેલી છું. મને પણ સિંધખેડના મારા બચપણુના સુખના દિવસો યાદ ક્રમ ન આવે? પણ પિતાજી આપના વર્તનથી સિંધખેડનાં વૈભવ અને સુખ મને કાંટા સમાન લાગે છે. અમેા સ્ત્રીએનાં સર્વે સુખ સૌભાગ્યમાં જ સમાયલાં સમજવાં. એમની ખાતર મને જંગલના કાંટા પણ મીઠા લાગે છે. હું ગમે તેવાં દુખ સહન કરીશ, અને વિપત્તિ વેઠીશ. એમની ખાતર તેા હું આ ઝાડની નીચે દિવસેાના દિવસો કાઢીશ. અડચણ પ્રસંગે હું ડુંગરાની ખખાલામાં રહીશ પણ મારા સૌભાગ્ય સામે સમશેર ગામનારને ત્યાં તે નહિ જ જઉં.”
t
જીજા ! તું આ હઠ છે।ડી દે. તને આવી સ્થિતિમાં અહીં મારાથી કેમ મુકાય ? જગત મને શું કહેશે ? તું સિંધખેડ જાય તો કેવું સારું ? મારી ચિંતા મટે અને તારી અડચણ પણુ ટળે. તું જરા શાન્ત થા અને મારું માન.
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com