________________
પ્રકરણ ૨ નું ]
છે. શિવાજી ચરિત્ર
એને જ ફક્ત વિચાર કરો. જીજાબાઈ જાધવ કટુંબની કન્યા છે એ આપથી કેમ ભૂલાય ? સિહાજી રાજાના બીજા કેઈ દુશ્મનના હાથમાં એ સપડાય તે તેમાં આપણી પણ ઈજ્જતનો સવાલ છે. એને આવા સંજોગોમાં કેટલાં અને કેવાં કષ્ટ થશે એની આપ ક૯૫ના કરે. સરદાર સાહેબ આપ દીર્ધ દૃષ્ટિ દોડાવો. છોરું કછોરુ થાય પણ માવતર કમાવતર ન થઈ શકે. આપને તે દીકરી પ્રત્યે દરિયાવ દિલ રાખવું ઘટે. કટ્ટા દુશ્મનની સ્ત્રી આવી દશામાં હાથમાં સપડાય તે પણ તેના તરફ દયા બતાવી તેને ઘટતી મદદ કરવાનો આપણે ક્ષત્રિયનો ધર્મ છે તે આ તે આપના પેટની દીકરી, પેટને ગેળો. એને પૂરેપુરો બંદોબસ્ત કર્યા સિવાય આપનાથી એક ડગલું પણ આગળ ન દેવાય.” જાધવરાવ આ વખતે બહુ બેચેન દેખાતા હતા. કપાળ ઉપરની કરચલી મનમાની ચિંતા અને મગજમાંની ગૂંચની નિશ હતી. સાથીઓએ કહેલી વાતે જાધવરાવને સાચી લાગી અને દીકરીને મળી, ઘટિત કરવા જાધવરાવ જીજાબાઈ પાસે આવ્યા. જાધવરાવ અને જીજાબાઈએ બનેએ એક બીજાને જોયાં. જીજાબાઈ આગળ આવી અને પિતાને પગે લાગી. પિતાએ જીજાબાઈને આશિષ આપી. આઠ માસની ગર્ભવતી જીજાબાઈ ઘોડાની સ્વારીથી તદન થાકી ગયેલી અને પેટમાંના દર્દને લીધે પિડાતી હતી. પતિની પાછળ દુશ્મન લશ્કર સાથે પડ્યો છે તેની ચિંતા અને આ બધી અડચણથી આકુળવ્યાકુળ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં જીજાબાઈ પોતાના પિતા લખુજી જાધવરાવને મળી. બાપ બેટી મળ્યાં અને બન્નેની આંખોમાં આનંદાશ્રુ આવ્યાં. પિતાને જોઇને પુત્રીને હિંમત તે આવી અને તેણે બાપને વિજય ભરેલી ભાષામાં ઠપકે આપે.
પિતાજી! આપે આ શું માંડયું છે! જરા વિચાર તે કરે. કોની સામે શસ્ત્ર ઉગામ્યું છે તેને નિરાંતે કદી વિચાર કર્યો છે? આપે આપની એવી સ્થિતિ કરી મૂકી છે કે આપ જે કામ માટે હમણું નીકળ્યા છેતેમાં વિજય પામશો તે પણ અપયશ મળવાને છે અને હારશે તે પણ અપયશ જ મળશે. આપને સંગ્રામ તે ભારે વિચિત્ર છે. આપની ફતેહમાં પણ આપને દુખ જ થવાનું છે. “રાજખટપટમાં બધુયે ચાલે ” એવું રાજ્યદ્વારી પુરષે વારંવાર પિતાના બચાવમાં બોલ્યાં કરે છે પણ તેને કંઈ હદ છે કે નહિ? આપ કેની પાછળ પડ્યા છે તેને આપ શાંત ચિત્તે વિચાર નહિ કરો ? પિતાજી! જેને પકડવા તમે ધમપછાડા કરી રહ્યા છે તેને પકડ્યાથી શું આપને આનંદ થશે ? આપની આગળ આ બોલવું મને ન શોભે એ હું જાણું છું પણ જ્યારે પિતા હદ ઓળંગે ત્યારે અન્યાય પામેલી પુત્રીને આવી રીતે પિતાને કહેવાને હક્ક પ્રાપ્ત થાય છે એમ હું માનું છું. પિતાજી! આપને આ નથી શોભતું બીજા કેઈ સરદારે આવું વર્તન કર્યું હેત તે મને ખાત્રી છે કે પિતાજી આપ તેને સમજાવવા જાત, પણ આપને કોણ સમજાવે? આપનાં આ કત્યો માટે જગત શું કહેશે ? આપનાં આ કો ભવિષ્યની પ્રજાને શો બોધ આપશે એને આપે કઈ દિવસ વિચાર સરખે કર્યો છે? તેમને બદલે આપના હાથમાં હું આવી છું તે હવે શા માટે વિચાર કરે છે ? એમનું આ૫ જે કાંઈ કરવા ઈચ્છે છે તે મારું જ કરી નાખો. પિતાજી! ઈશ્વરની ગતિ ગહન છે. છઠ્ઠીના લખ્યા લેખ મિથ્યા નથી થવાના. એમના જીવનની લીલા પણ કંઈ વિચિત્ર જ છે. માણસની ચડતી થયે તેનાં સંકટ દૂર ભાગે છે, સંકટો નાસવા લાગે છે, ત્યારે એમની બાબતમાં તે કંઈ વિચિત્ર જ બની રહ્યું છે. એમની ચડતી જ એમના ઉપર ભારે સંકટ લાવે છે. એમણે પરાક્રમથી મેળવેલાં માન, ઈજજત, આબરૂ, દરજજો એમના બોબરિયા અને નાનાંમેટાંઓ પણ નથી ખમી શકતાં. એમની ચડતી એમની ઈર્ષા કરનારની આંખમાં કાંટા સમી સાલે છે. પિતાજી આ૫ મુંઝવણમાં ન પડશે. એમને જે શિક્ષા કરવાની આપની દાનત હોય તે શિક્ષા હું ખમવર્ક તૈયાર છું. દીકરી મરે ત્યારે માબાપ “ એ તે સહીસલામત સૌભાગ્ય સાથે લઈને ગઈ” એમ ન અંતરને દિલાસો આપે છે એ શું પિતાજી આપ ભૂલી ગયો છે ? પિતાજી ! પિતાજી આપને આ સૂઝયું છે. આપ કેની પૂઠે પડ્યા છે તેને જરા ઉડે વિચાર કરે. હું આપની દયા નથી ઈચ્છતો હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com