________________
૧૭૦
છે. શિવાજી ચરિત્ર
[પ્રકરણ ૯ મુ શાહને ગળે પોતાના વફાદાર અને નિમકôલાલ વિશ્વાસુ વજીરની વાત ઉતરી અને એ ત્રણેએ કર્ણાટકની ચાઈના સબંધમાં નીચેની શરતે નક્કી કરીઃ-~~~
૧. શિવાજી મહારાજે કર્ણાટક પ્રાંત ઉપર ચડાઈ કરી તે પ્રાંતમાંના મુલક કુતુબશાહી માટે જીતવા.
૨. કર્ણાટક ઉપર ચાઈ કરવા માટે શિવાજી મહારાજે પોતાનું લશ્કર વાપરવું અને મહારાજ આ ચડાઈમાં જે લશ્કર લઈ જાય તેનું બધું ખરચ કુતુબશાહી સુલતાને શિવાજી મહારાજને આપવું અને આ ઉપરાંત પણ આ ચડાઈમાં જરુર પડે તેટલા યુદ્ધોપયેગી સામાન અને સાધને જ્યારે જ્યારે મરાઠા માગે ત્યારે ત્યારે સુલતાને પૂરાં પાડવાં.
૩.
આ ચડાઈમાં શિવાજી મહારાજ જે લૂટ મેળવે તે તથા વિજય અને ફત્તેહ કરીને સરદારા અને સસ્થાનિકા પાસેથી જે ખાણી ઉભી કરે તે અને છૈસુર પ્રાંત આ ચડાઈના બદલામાં શિવાજી મહારાજે લેવા.
વિગ્રહ માટે જોઈતા નાણાંની અને યુદ્ધ માટેનાં સાધના અને સામગ્રીની ઉપર પ્રમાણે જોગવાઈ કરવામાં આવ્યાથી આ બાબતની મહારાજની ચિંતા દૂર થઈ એટલે મહારાજે લશ્કરને કમરબંધીના હુકમા યા. પેાતાની ગેરહાજરીમાં રાજકારભાર ચલાવવાની સઘળી જવાબદારી મહારાજે પેશ્વા મારાપત પિંગળને શિરે નાંખી અને દક્ષિણના મેખરાનું રક્ષણ કરવાનું કામ જૂના અને મહારાજની કસેટીએ પાર ઉતરેલા અમલદાર સ. અણ્ણાજી દત્તોને સોંપ્યું. દરેક કિલ્લામાં લડાઈના સાધને તૈયાર રાખી એવી ગોઠવણ કરી હતી કે કાઈપણ કિલ્લા ઉપર દુશ્મનને હલ્લે આવે તે ઈસારાની સાથેજ એક પછી એક એકબીજાની કુમક માટે તૈયાર થઈ જાય અને દુશ્મનને એવા સ્વાદ ચખાડે કે એને નાસતાં ભોંય ભારે થઈ પડે. રાજ્યના નાના મોટા દરેક અમલદાર અધિકારી, નાકર, ચાર, સેવકને મારાપત પેશ્વાના હુકમાનું સખત પાલન કરવાની સૂચના અપાઈ. આવી રીતે રાજ્યના પૂરેપુરા બંદોબસ્ત અને વ્યવસ્થા કરીને ઈ. સ. ૧૬૭૭ના જાનેવારી માસના પહેલા અઠવાડિયામાં મહારાજ ત'જાવરની ચડાઈ માટે પોતાના લાવલશ્કર, યુદ્ધની સામગ્રી અને સરંજામ સાથે રાયગઢથી નીકળ્યા.
આ ચડાઈમાં મહારાજે પેાતાની સાથે ૩૦ હજાર હયદળ અને ૪૦ હજાર પાયદળ લશ્કર લીધું હતું ( Nayaks of Madura ). સર સેનાપતિ બીરરાવ માહિત, સ. આનંદરાવ મારે, સ. માનાજીરાવ મેાટે, સૂજી માલુસરે, એસાજી નિમક, સેાનાજી નાયક, બાખાજી ઢમઢેરે, રઘુનાથ નારાયણુ હણુમતે, જનાર્દન નારાયણ મતે, પ્રહ્લાદ નિરાજી, હૈદરાબાદમાંના મહારાજના વકીલ દત્તાજી ત્ર્યંબક, કેશવપત સરદાર, નિળાપત મારેશ્વર મુઝુમદાર, ગંગાધર મુઝુમદાર, શ્યામજી નાઈક પુડે, ફારસી ભાષામાં પ્રવીણ એવા મુનશી નીલપ્રભુ, લેખકરત્ન બાળાજી આવછ વગેરે પ્રસિદ્ધ સેનાપતિઓ, નામાંકિત સરદારા, વફાદાર સેવક્રા નિમકહલાલ નાકરા, ચાલાક ચાકરા, ઝડપી ખેપિયા, મશહૂર મુત્સદ્દીઓ, વિનયસંપન્ન વિદ્વાનેા મહારાજે આ સવારીમાં પેાતાની સાથે રાખ્યા હતા. મુગલ ગ્રહેનશાહની સવારીના જેવાજ આ સવારીમાં દમામ હતા.
આ ચડાઈ માટે નીકળતાં પહેલાં મહારાજે શ્રી સમ રામદાસસ્વામીનાં દર્શોન કર્યાં અને એમના આશીર્વાદ મેળવ્યા પછી મહારાજ પાટગાંવના મૌની ખાવાના દન માટે ગયા. સાથે મારાપત પિંગળને પણ લઈ ગયા હતા. મહારાજ આ મઠમાં મૌની ખાવાના આશીર્વાદ માટેજ ગયા હતા. ત્યાં આવાની મહારાજે પોતે આઠ કલાક સુધી સેવા કરી અને આવા જ્યારે પ્રસન્ન થયા ત્યારે મહારાજે મૌની મુઆના ગળામાં પુષ્પમાળા નાંખી અને એમની આગળ સાકરને પ્યાલા ધર્યાં. ખાવાએ સાકરને સ્વીકાર કર્યાં અને પ્રસન્ન થઈને મહારાજને પ્રસાદ આપ્યા. મહારાજે ચડાવેલી પુષ્પમાળા કાઢીને ખાવાએ મહારાજને માથે મૂકી અને મહારાજના માથા ઉપર . બહુ પ્રેમથી પ્રસન્નચિત્તે હાથ ફેરવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com