________________
પ્રકરણ – મૈં ]
છે. શિવાએ ચરિત્ર
૫૭૧
એમને આશીર્વાદ આપ્યા. મહાપુરુષો, ઉચ્ચ આત્મા, સાધુ, સંન્યાસી, ખાવા વગેરેના આશીર્વાદેામાં મહારાજ માનતા હતા. એમને એમાં ભારે શ્રદ્ધા હતી. એમની જિંદગીમાં એમણે જે જે વિજયા મેળવ્યા હતા તે બધા સ્નેહીઓને સહકાર, મિત્રની મદદ, સરદારાની સમ્રુદ્ધિ, સૈનિકાનું શૌર્ય, તાકરાની નિમકહલાલી, વડીલાના સંતાષ, પ્રજાને પ્રેમ અને સાધુસંન્યાસી વગેરે મહાપુરુષના આશીવંદેાનાંજ પરિણામ હતાં એમ મહારાજ અંતઃકરણથી માનતા હતા. એક કાખેલ અને નમૂનેદાર રાજાને શાભે એવા રાજ્યને બદાબસ્ત કરી, પ્રજાની સગવડે પૂરેપુરી સચવાય એવી ગાઠવા કરી, દુશ્મન ગેરહાજરીનેા લાભ ન લે તે માટે પાકા બંદોબસ્ત કરી, ઠેકઠેકાણે જવાબદાર અમલદારા મૂકી, એમની જવાબદારી નક્કી કરી શિસ્ત અને નિયમનું પૂરેપુરું પાલન કરવાની સખત તાકીદ બધાંને આપી મહારાજ દક્ષિણદિગ્વિજય માટે મેટું લશ્કર લઈને નીકળ્યા. મહા બળવાન માવળા, શક્તિશાળી સૈનિકા, સંખ્યાખ’ધ સરદારા, અનેક અમલદારા અને પરાક્રમી પુરુષો મરાઠાના લશ્કરમાં આ વખતે હતા.
રસ્તામાં તેાકાના નહિ કરવાની સખત તાકીદ.
કાઈપશુ ગામમાં થઈને લશ્કરનું પસાર થવું એ તે ગામના રહેવાસીઓ માટે તા ભારે આફત અને આપત્તિરૂપ નીવડતું અને આજે પણ જમાના પ્રમાણેના ફેરફાર સાથે તેજ સ્થિતિ છે. રસ્તે જતાં ખેતરામાંના પાકને બહુ નુકસાન થતું. ખેડૂતાને ભારે વીટબણા ભાગવવી પડતી, પ્રજા ત્રાસી જતી અને લશ્કરના સિપાહીના તાષાના અને ત્રાસથી ગરીબ ખેડૂતો કાયર થઈ જતા. કુતુબશાહી સુલતાન શિવાજી મહારાજને પેાતાના મુલકના રક્ષણ માટે ખંડણી ભરતા હતા એટલે કુતુબશાહી મુલકાનું રક્ષણ કરવાની પોતાની જવાબદારી મહારાજ ભૂલ્યા ન હતા. કુતુબશાહી મુલકની રૈયતને કાઈ સતાવે તે તે સતામણી દૂર કરવાની જેની ફરજ તેજ રાજાનું લશ્કર એવા રક્ષણ માટે ખંડણી આપનાર સુલતાનની રૈયતને રંજાડે એ તેા કેવળ ગેરવાજખી કહેવાય અને એવું ગેરવાજખ્ખી વન પેાતાના લશ્કરને હાથે ન થાય તે માટે મહારાજે પેાતાના લશ્કરના સિપાહીઓને સખત તાકીદ આપી દીધી કે કોઈ એ પ્રાના માણસેાને સતાવવા નહિ, કોઈની ખેતીનેા બિગાડ કરવા નહિ, કાઈની પાસેથી કોઈપણ ચીજ મફત માગવી નહિ, ચંદી, ચારા, શ્વાસ, દાણા, શાક, પાન કાઈ પણ ચીજ ખેડૂતો પાસેથી ઉધરાવવી નિહ. કાઈપણ ચીજ કોઈની પાસેથી મફત ન લેવી એટલુંજ નહિ પણ સસ્તી કિંમતે અથવા નામની કિંમત આપીને પણ કાઈ ચીજ ન લેવી. બધાએ બજાર ભાવે ચીજો ખરીદવી. કોઈપણ અધિકારી કે અમલદાર, સૈનિક કે સરદાર, નાતા કે મેટા આ કાયદાના ભંગ કરરો, આ હુકમ તાડશે તેને સખતમાં સખત શિક્ષા થશે.' આ પ્રમાણેની ચેતવણી મહારાજે લશ્કરમાં આપી દીધી હતી. લશ્કરના માણુસાને સૂચનાઓ અને તાકી આપીને મહારાજે લશ્કર સાથે કૂચ માટે શુભ દિવસ નક્કી કરી મંગળ મુદ્દ સાધી ભાગાનગર ( હૈદરાબાદ) તરફ કૂચ કરી.
૮. હૈદરાબાદમાં શિવાજી મહારાજની પધરામણી.
શિવાજી મહારાજ મજલ દડમજલ કૂચ કરતા બહુ મોટા લશ્કર સાથે હૈદરાબાદ તરફ આવે છે એ જ્યારે કુતુબશાહી સુલતાને સાંભળ્યું ત્યારે મહારાજને આવવા આમત્રણ આપ્યું હતું અને તે મુજબ એ આવતા હતા છતાં, અબદુલહસન કુતુબશાહ ઉર્ફે તાનાશાહ પાદશાહ બહુ ગભરાયા. એના મનમાં અનેક તર્કવિતર્કો ઉભા થયા. · જે શિવાજીએ બહુ બળવાન ને પાકા મુત્સદ્દી, મિર્જાપુરની આદિલશાહીના સ્થંભ, અજલખાનને તેની પાસે ભારે લશ્કર અને યાદ્દાના વિપુલ સાધને હેવા છતાં જોતજોતામાં યુક્તિથી પૂરા કર્યાં એવા કાવાદાવાવાળા શિવાજી વખત આવે અને તક મળે શું ન કરે ? જે શિવાજીએ હજારા હથિયારબંધ લશ્કરી સિપાહીઓની છાવણીએથી વીંટાયેલા અને જેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com