________________
પ્રકરણ ૯ મું]
૭. શિવાજી ચરિત્ર
પદ્ધ
આવી પહોંચ્યા હતા. પોતાના સ્વસ્થ પિતાના વિશ્વાસપાત્ર કારભારી હમતે મળવા આવેલા સાંભળી મહારાજ બહુ રાજી થયા. કર્ણાટકથી બહુ કીમતી વસ્તુઓ અને મૂલ્યવાન વસ્ત્રો અને અલંકાર મહારાજ માટે હણુમંતે લાવ્યા હતા, તેનું નજરાણું કર્યું. મહારાજે આ પ્રમાણિક અને સ્વામિભક્ત કારભારીને માન આપ્યું અને પેાતાની પાસે એને અમાત્યના હૈદ્દો આપીને રાખ્યા.
રઘુનાથપત હણુમંતેએ ધીમે ધીમે મહારાજને કર્ણાટકની બધી હકીકત કહી અને પોતે ભાગાનગરમાં જે જે વ્યવસ્થા અને ગેાઠવા કરી હતી તેથી એમને વાકેફ કર્યાં. જે બાબતની મહારાજ ગાઠવણુ કરી રહ્યા હતા તેનેજ પુષ્ટિ આપનારી વાતા મહારાજે સાંભળી અને આ સંબંધમાં ઝીઝુવટથી વિચાર કરી કર્ણાટક ઉપર ચડાઈ કરવાના નિર્ધાર કર્યાં.
૭. ચડાઈની તૈયારી.
કર્ણાટકની ચડાઈમાં વિજય મેળવવા માટે મહારાજે બહુ મોટું લશ્કર સાથે લઈ જવાનું નક્કી કર્યું હતું. આવા મોટા લશ્કરને સાથે લઈ જવા માટેજ મોટા ખજાનાની જરુર હતી, તેથી તે માટે જોઈતું ધન ખારાખાર મેળવી લેવા માટે મહારાજ વિચારમાં પડયા. મહારાજના મગજને ખજાના બહુ જખરા હતા. એ ફળદ્રુપ ભેજામાંથી અનેક યુક્તિઓ જરુર પડે અણીવખતેનીકળી આવતી. કુતુબશાહી મુલક બહુ ધનવાન હતા. એના ધનસંપન્ન શહેરે લૂટવાનું મહારાજે ધાર્યું હાત તેા તે કરવા માટે એ શક્તિવાન હતા, પણ ગાવળકાંડાનું કુતુબશાહી રાજ્ય મહારાજને ખંડણી ભરતું હતું એટલે એના મુલકને જરા પણ ઉપદ્રવ નહિ કરવાની મહારાજની નીતિ હતી એટલે એ મુલકને લૂંટવાના વિચાર સરખા મહારાજે ન કર્યાં. હૈદ્રાબાદના કુતુબશાહી સુલતાન તાનાશાહનેા ખજાને ભરપૂર હતા અને તે ઈચ્છે તેા મહારાજને પૈસા આપી શકે એવી સ્થિતિમાં હતા એ મહારાજ જાણતા હતા. આદિલશાહીમાં વર્તી રહેલા અંધેરના લાભ લઈ કર્ણાટકના કેટલાક પ્રાન્ત ચડાઈ કરીને જીતી લેવાની તાનાશાહની ઈચ્છા હતી ધણુ એની હિ`મત ચાલી નહિ. મહારાજને આ વાતની ખબર પડી હતી એટલે તાનાશાહની સાથે ગઠવણ કરી ચડાઈ માટે જોઈતું દ્રવ્ય ખરાબાર મેળવી લેવાની તજવીજમાં મહારાજ પડ્યા. ગાવળકાંડાના ઇતિહાસપ્રસિદ્ધ મુત્સદ્દી મદનપત ઉર્ફે માદણ્ડા અને એકનાથપત ઉર્ફે આકણ્ણાની આ વખતે કુતુબશાહીમાં ચલતી હતી એટલે એમની મારતે આ ગાઠવણુ કરવા મહારાજના મુત્સદ્દીઓ ભાગાનગર એટલે હૈદરાબાદ જઈ પહેોંચ્યા. વછર માદણ્ણાના ભત્રીને ગેાપન્ના તે જમાનાના બહુ જખરા જાણીતા ચુસ્ત વૈષ્ણવ વિદ્વાન સાધુ હતા. મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને કર્ણાટકમાં એ બહુ માનીતા હતા. એ ગેાપન્નાના હૈયામાં હિંદુત્વની જ્ગ્યાતિ જવલંત અને સતેજ ખળી રહી હતી. મુસલમાની સત્તાનેા હિંદુઓ ઉપરના જુલમ અને હિંદુધર્મનું વારંવાર થતું અપમાન ગાપન્નાના હૃદયને ડંખી રહ્યું હતું. દક્ષિણ અને કર્ણાટક પ્રાંત મુસલમાનાની લાખડી ઝૂસરી નીચે કચડાઈ રહ્યા હતા તેથી ગેપન્નાના હૃદયને ઊંડી વેદના થતી હતી. કર્ણાટક મુસલમાની ઝૂંસરી નીચેથી નીકળીને કાઈ ઉત્તમ હિંદુસત્તા નીચે જાય તા પ્રજા સુખી થાય એમ એની પ્રમાણિક માન્યતા હતી અને સાથે સાથે એ એમ પણુ માનતા હતા કે આ વખતે આ જમાનામાં કર્ણાટકને મુસલમાન સત્તાના હાથમાંથી લઈને સુખી કરે એવા પ્રભાવશાળી પુરુષ તે। શિવાજી મહારાજ એકજ છે. માદા ઉપર પણ ગાપન્ના પાતાના પ્રભાવ પાડી શકયો હતા અને એના વિચારા પણ ગેાપન્નાના જેવાજ હતા. કર્ણાટક ઉપર શિવાજી મહારાજ ચડાઈ કરવાના છે એ વાત જ્યારે મહારાજના મુત્સદ્દી પાસેથી એણે જાણી ત્યારે એ બહુજ ખુશી થયા અને એ કામમાં પોતાથી બનતું કરવા એણે મહારાજના મુત્સદ્દીએને વચન આપ્યું. માદણ્ણાએ તાનાશાહ સુલતાનને શિવાજી મહારાજની ઈચ્છા જણાવી અને મહારાજ માટે બહુ ઊંચા અભિપ્રાય એના મનમાં ઉભા કર્યાં. મહારાજના મુત્સદ્દીઓને એણે સુલતાનની સામે મેળાપ કરાવ્યો અને શિવાજી મહારાજ સાથે સારાસારી રાખવામાં કુતુબશાહીને કેટલા લાભ છે તે સમજાવ્યું. તાના
72
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com