________________
પ્રકરણ ૨ મું] છે. શિવાજી ચરિત્ર
પ૪૭ લાગણી નરમ પાડવા માટે કંઈ યુક્તિ રોધી કાઢવામાં મહારાજનું મગજ ગુંથાયું. આખરે એ ફળદ્રુપ ભેજાએ માર્ગ શોધી કાઢ્યો. સુલેહની વાત શરૂ થવાથી મુગલ લશ્કરનું ધ્યાન તે તરફ દેરાશે અને મરાઠાઓને કચાવા માટે તૈયારીમાં મુગલ અમલદારે ધીમા પડી જશે એવું મહારાજને લાગ્યું અને એમણે એ અખતરો અજમાવવાનું નક્કી કર્યું. મહારાજ પોતે સુલેહ માટે તૈયાર છે એવી વાત ફેલાવા માંડી. બંને વચ્ચે સુલેહના સંદેશાઓ શરૂ થઈ ગયા. બહાદુરખાન થાકી ગયા હતા અને શિવાજી મહારાજ સામે લડવાની જરાએ ઈચ્છા ન હતી. એનું લશ્કર પણ નરમ પડી ગયું હતું અને માથે ફરજ આવી પડે તેજ વેઠ ઉતારવા માટે લડે એવું મોળું પડી ગયું હતું. લશ્કરના માણસે તે આરામની ઝંખના કરી રહ્યા હતા. કેમે કરીને મરાઠાઓ સાથે મેળ થાય તે જપીને બેસાય એવી ઈચ્છા રાખતા હતા. શિવાજી મહારાજ સુલેહ કરવા તૈયાર છે એ વાત સાંભળીને મુગલ લશ્કરના સિપાહીઓ તે રાજી થઈ ગયા હતા. બહાદુરશાહ પણ સલાહ કરવા આતુર હતા એટલે શિવાજી મહારાજની ઈચ્છાથી તે એને બહુ આનંદ થયે. એને જોઈતું હતું અને વૈદે કહ્યું એના જેવું થયું. આવી રીતની સુલેહની વાર્તા, ચર્ચા અને સંદેશાઓથી બહાદુરખાન લડાઈની તૈયારીઓમાં ઢીલ પડવો. મરાઠા મુગલે વચ્ચે સંદેશાઓ ચાલે છે એ વાતેથી લશ્કરના સિપાહીઓમાં પણ એક પ્રકારની નબળાઈ આવી ગઈ. મહીનાઓ સુધી મહારાજે મુગલેને સંદેશા ચલાવીને આશામાંને આશામાં જ રાખ્યા. શિવાજી મહારાજનો બીજો મટે અને મુત્સદ્દીપણુને ઉદેશ આ સંદેશાઓ ચલાવવામાં એ હતું કે આદિલશાહી પાસેથી પિતાના કિલ્લામાં દારૂગોળો, હથિયાર, અન્નસામગ્રી વગેરે ભરાવી અને એવી સ્થિતિ પેદા કરવી કે જેથી આદિલશાહી મહારાજની ઈચ્છા મુજબ કરવા તૈયાર થાય. મુગલો સાથે મરાઠાઓ સલાહ કરશે તે આદિલશાહીને કચડી નાંખતાં વાર નહિ લાગે એ વાત તે તે વખતે બધા મુત્સદ્દીઓ સમજી ગયા હતા, એટલે મુગલ સાથે સલાહના સંદેશાઓની વાત બહાર ચર્ચાય તે આદિલશાહીના મુત્સદીઓ જરા ઢીલા થઈ જાય. આવા સંદેશાની અસર આદિલશાહી ઉપર થાય અને તેથી આદિલશાહી મરાઠાઓને નમતું આપે એ પણ મહારાજને ઉદ્દેશ હતા. મહારાજના ધાર્યા મુજબ જ પરિણામ આવ્યું
શિવાજી મહારાજે સુલેહના સંદેશાના બધા દેખાવે બરોબર કર્યા. શિવાજી મહારાજની સૂચના મુજબ બહાદુરખાને શહેનશાહ તરફ સુલેહના સંબંધમાં લખાણ કર્યું અને આગ્રહથી શહેનશાહ તરફનું ફરમાન પણ મંગાવ્યું. જે કામ સાપ્ત કરવા માટે મહારાજે મુગલે સાથે સલાહ કરવાની વાતે શરૂ કરી હતી અને જે ઉદ્દેશથી શરૂ કરી હતી તે ઉદ્દેશ આ ફરમાન આગેથી આવી પહોંચતાં પહેલાં જ સધાઈ ગયો હતો. બહાદુરખાનની સૂચના મુજબ દિલ્હીથી ફરમાન આવી ગયું એટલે બહાદુરશાહ બહુ રાજી થયો અને એણે શિવાજી મહારાજને ખાસ અમલદારે મેકલીને સંદેશે કહેવડાવ્યો કે “ શહેનશાહ આલમગીર તમારા ઉપર પ્રસન્ન થયા છે. તમારી બધી કસુર એમણે માફ કરી છે અને તમારી માગણી મુજબ તમારી સરત કબુલ કરીને ફરમાન મોકલાવ્યું છે તે લેવા માટે તમારે આવવું.' મહારાજે આ સંદેશે સાંભળીને સ્મિત કર્યું અને કહ્યું “ મુગલેએ એવો કયે દિગ્વિજય મારા ઉપર મેળવ્યો છે કે એ દબાણને વશ થઈને હું સલાહ કરવા તૈયાર થાઉં અથવા શહેનશાહી ફરમાન સ્વીકારવા આવું. તમે કશું કરી શકે એમ નથી. આવ્યા છે તેમ આબરૂભેર પાછા ચાલ્યા જાઓ નહિ તે કઈ આબરૂ ખાઈ બેસશો.” આવી રીતે આવેલા મુગલ અમલદારને મહારાજે પાછા કાઢો. મહારાજે ચલાવેલી યુકિત સફળ નીવડી. એમની ધારી બાજી પણ ગઈ અને મુગલેને હાથતાળી આપીને . મહારાજ આબાદ સેગટી મારી ગયા.
૪. બહાદુરખાન અને બિજાપુરીના મનસૂબા, મરાઠાઓએ મારેલી કૃપાથી બહાદુરખાન આબાદ બની ગયો અને આ અપમાનથી બહુ ક્રોધે ભરાય, પણ એ ક્રોધ અશક્ત માણસને હતા. શિવાજી મહારાજને ગમે તે રીતે કચડી નાંખવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com