________________
૫૪૮ છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૮ મું એણે નિર્ધાર કર્યો. બહાદુરખાન હવે તે મરાઠાઓને મસળી નાંખવા બહુ જ આતુર થયો હતો. બિજાપુરવાળાઓને સાધ્યા સિવાય બીજી પણ જાય એમ નથી એની બહાદુરખાનને ખાતરી હતી એટલે આદિલશાહીના સૂત્રધારોને શીશામાં ઉતારવાના પ્રયત્નો એણે કરવા માંડ્યા, અનેક યુક્તિઓ એણે રચી, અનેક અખતરાઓ અજમાવીને એણે ખવાસખાનને સાધ્યો અને આદિલશાહી અને મુગલાઈનું લશ્કર ભેગું કરી મરાઠાઓને કચડી નાંખવાની સૂચના બિજાપુરી મુત્સદ્દીઓ આગળ મૂકી. શિવાજીએ આદિલશાહી, કુતુબશાહી અને મુગલાઈ એ બધાને દુશ્મન છે, એને પહેલાં પૂરો કરવો જોઈએ અને મરાઠાઓને કચડવા માટે આ બધી સત્તાઓએ એક થવું જોઈએ એવી વાતે ચલાવી પિતાના કામ માટે અનુકૂળ વાતાવરણ એણે તૈયાર કર્યું. બહાદુરખાને પોતે આદિલશાહીને સાધીને શિવાજીને કાંટે કાઢી નાંખવાનો નિર્ધાર કર્યો છે અને એ તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યો છે એ ખબર શહેનશાહ ઔરંગઝેબને મળી હતી. આ નિર્ધાર સાંભળી ઔરંગઝેબ બહુજ પ્રસન્ન થયા અને આદિલશાહી સત્તાધારીઓને મરાઠાઓની સામે મક્કમ રાખવા માટે બિજાપુરની એક વરસની ખંડણી, જે આદિલશાહી સત્તા મરાઠાઓના નાશના પ્રયત્નોમાં મક્કમ રહી મુગલેને મદદ કરે છે, જતી કરવાનું જણાવ્યું. બિજાપુરીઓમાં બે પક્ષ હતા, તેમાં જે પક્ષ સત્તામાં હતા તેણે એટલે ખવાસખાનના પક્ષે મુગલ સાથે મેળ કરી મરાઠાઓને મસળી નાંખવાના મનસૂબા મુગલ સૂબેદાર સાથે મળીને કરવા માંડ્યા. આદિલશાહી અને મુગલાઈ એ બે સત્તાઓ મરાઠાઓને દાબવા માટે ભેગી થઈ. આ ભેગી થયેલી સત્તાઓએ સંગઠિત બળથી મરાઠાઓને થકવ્યા પણ હોત પણ સંજોગે ફરી ગયા. બાજી બદલાઈ ગઈ. - બિજાપુર દરબારના સરદારેમાં કુસંપ હતો. મહેમાંહે ભારે વિખવાદ પેદા થયો હતો. સરદારો અને મત્સદીઓમાં પક્ષો પડી ગયા હતા. સરદારો પિતાના પક્ષને સત્તામાં લાવવા પ્રયત્નો કરી રહ્યા હતા. બહિલખાન અને પ્રવાસખાનના વચ્ચે પાડાપાર પડ્યો હતો. બંને વચ્ચેની કડવાશ વધતાં વધતાં શિખરે પહોંચી હતી અને બન્નેના પક્ષને નાબૂદ કરવાની બાજીઓ રમી રહ્યા. ખવાસખાનને પક્ષ સત્તા ઉપર હતો પણ બહિલખાન કંઈ એનાથી ગાંજ્યો જાય એવો ન હતો. એણે પણ એના પક્ષને મજબૂત બનાવ્યો હતો અને ખવાસખાનને દાબી દઈ સત્તાની લગામ હાથમાં લેવાની તક જે હતો. ખવાસખાને મુગલે સાથે સાધલે મેળ બહિલાલખાનના પક્ષને ન ગમ્યો તેથી કે બીજા કોઈ કારણસર બહિલોલખાને ખવાસખાનને ખુલ્લી રીતે સામનો કર્યો. એક બીજા સાથેની કડવાશમાં ખવાસખાન માર્યો ગયો અને બિજાપુર રાજ્યને બાળ સુલતાનના રક્ષકપણાનાં સૂત્રો બહિલેલખાનના હાથમાં આવ્યા. બિજાપુર દરબારમાં આ મહત્ત્વને ફેરફાર થયાથી શિવાજી મહારાજ સામેની મુગલોની મસલત ભાંગી પડી.
૫. બહાદુરખાનની દયામણું દશા. મરાઠાઓની સત્તાને કચડવાને માટે બિજાપુરના ખવાસખાનની સાથે બહાદુરખાન મસલત ચલાવી રહ્યો હતો એ બાબત ઔરંગઝેબ પૂરી રીતે જાણતો હતો અને બિજાપુરવાળાને એણે એ કામમાં અનેક રીતે ઉત્તેજન પણ આપવાનું શરૂ કર્યું હતું. હવે મુગલ અને આદિલશાહી ભેગી મળીને મરાઠાઓની સત્તાને તેડી નાંખશે અને શિવાજી હાર્યાના અને મરાઠાઓની સત્તાના નાશના બહુ આનંદના સમાચાર આવશે એવાં મીઠાં સ્વમો ઔરંગઝેબ સેવતા હતા. નવી સ્થપાયેલી હિંદુ સત્તા બે મુસલમાની સત્તાઓના જોરથી જમીનદોસ્ત થશે એવી ખાતરી શહેનશાહને હતી. બહાદુરખાન તરફથી આ સંબંધી કરેહના સમાચાર સાંભળવા શહેનશાહ આતુર હતો. આખરે બિજાપુરની આદિલશાહીને સહકાર તૂટી પડ્યો એ સમાચાર શહેનશાહને મળ્યા એટલે એ બહાદુરશાહ ઉપર ખીજાય. બહાદુરશાહ ઉપર ગરમ થવાના એક પછી એક કારણે ઔરંગઝેબને મળતાં ગયાં. ૧. મરાઠાઓની સત્તા એ દક્ષિણને સૂબેદાર થયો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com