________________
૧૪
છે. શિવાજી ચરિત્ર
[ પ્રશ્≥ B
જીન્નર નજીક મુકામ કર્યાં, જે કિલ્લામાં મહારાજના જન્મ થયા હતા તે શિવનેરી કિલ્લા હજી યવાના હાથમાં હતા. એ કબજે કરવાના પ્રયત્નામાં મરાઠાઓ ફાવ્યા ન હતા અને એવા મહત્ત્વને લેિ કબજે મરાઠાઓએ હજી સુધી ન કર્યાં એ વાત મહારાજના મનમાં ખટકી રહી હતી. જીન્નરમાં છાવણી પડી હતી ત્યારે મહારાજે શિવનેરી કિલ્લા ઉપર હલ્લા કરવાના વિચાર કર્યાં. આ કિલ્લા માટે મરાઠાઓએ કરેલા પ્રયત્નમાં યશ ન મળ્યો એટલે આ વખતે બહુ વિચાર કરીને હલ્લાની તૈયારી કરી, પેાતાના લશ્કરમાંના ચુનંદા યેહાએ મહારાજે ચૂંટી કાઢયા અને એમની એક ટુકડી એક કસાયેલા સરદારને હવાલે કરી શિવનેરી ઉપર રવાના કરી. સરદાર અનુભવી અને કસાયેલા હતા, એટલે એણે બરાબર ગઢવણુ કરીને વ્યૂહરચના કરી કિલ્લા ઉપર હલ્લા કર્યાં. મરાઠાઓની માન્યતા હતી કે જીન્નર તરફ મરાઠાઓની છાવણી પડી છે એટલે મુગલા શિવનેરી કિલ્લામાંનું સધળુ' લશ્કર મરાઠાઓની છાવણી તરફ રવાના કરશે અને કિલ્લા લશ્કર વગરના રહેશે. કિલ્લામાંનું લશ્કર જીન્નર તરફ્ મરાઠા છાવણી ઉપર છાપા મારવા અગર મરાઠાઓની છેડતી કરવા જાય તે તકનો લાભ મરાઠા કે તા કિલ્લા કબજે કરવામાં એમને બહુ અનુકૂળ અને સહેલું થઈ પડે એમ એમને લાગ્યું હતું. મરાઠા સરદાર યુક્તિબાજ હતા, પણુ શિવનેરી કિલ્લાના મુગલ કિલેદાર એનાથી એ વધારે યુક્તિબાજ અને કુનેહવાળા હતા. એણે અનેકફેરા મરાઠાઓની ચાલાકી અનુભવી હતી. મરાઠાઓના પેંતરાથી એ અજાણુ ન હતા, એટલે એણે કિલ્લાના રક્ષણ માટે જોઈ એ તેટલું લશ્કર રાખીનેજ બીજી ટુકડીએ જુન્નર તરફ રવાના કરી હતી. કિલ્લેદારને ખાતમી મળી કે મરાઠાએ આવી પહોંચ્યા છે અને દારડાંની નીસરણી વડે કિલ્લાનેા કાટ ચડી રહ્યા છે એટલે એણે કિલ્લાના બચાવ કરવા માંડ્યો. કિલ્લેદારે મરાઠાઓ દારડાંની જે નીસરણીઓની મદદથી ઉપર આવી રહ્યા હતા તે નીસરણીઓનાં દારડાં કાપી નાંખ્યાં અને મરાઠાઓને સખત માર મારવા માંડ્યો. કેટલાકને ગિરફ્તાર કર્યો, કેટલાક ઉપર ચડતાં દોરડું કાપવાથી નીચે પડી મરણુ પામ્યા, કેટલાક ઝપાઝપીમાં ધવાયા અને વીરગતિને પામ્યા. મુગલ કિલ્લેદારે કુનેહપૂર્ણાંક કિલ્લાના બચાવ કર્યાં. મરાઠા શિવનેરીને કિલ્લા જીતવાના આ પ્રયત્નમાં નિષ્ફળ નીવચા. જે કિલ્લામાં મહારાજ પોતે જન્મ્યા હતા તે કિલ્લે મરાઠા સર ન કરી શકયા.
ઈ. સ. ૧૬૭પની શરૂઆતમાં મરાઠા લશ્કરની નજર કાન્હાપુર તરફ્ વળી. આશરે ૩૦૦૦ મરાઠા ધોડેસવારેાની એક ટુકડી સરદાર દત્તાજીની આગેવાની નીચે કાલ્હાપુરના ગાળામાં ગઈ અને માં લૂટાટ શરૂ કરી. કાલ્હાપુર શહેર લૂટવાના દત્તાજીએ ધાટ ક્યો પણ મરાઠાઓને બહુ મોટી રકમ આપી પાછા કાઢવામાં આવ્યા. મરાઠાઓએ કાાપુર છેડી દીધું અને એ ગારગેાટી નજીક સેાન ગામ ઉપર ગયા. અહીં પણુ મરાઠાઓને માટી રકમ આપવામાં આવી એટલે મરાઠાઓએ એ ગામને ન લૂંટયું. મરાઠાઓ આવી રીતે મુસલમાની સત્તા નીચેના મુલકા લૂટી રહ્યા હતા તે વખતે મુગલ લશ્કર કલ્યાણુ શહેર ઉપર ધસી આવ્યું અને શહેરીઓના સંખ્યાબંધ મકાને બાળ્યાં, લૂંટમાં અને ઘણાને હેરાન કર્યાં. આ શહેરમાં કેટલાક ખેાજાએ રહેતા હતા, તેમનાં ધરા પણ મુગલ લશ્કરે ખાળી નાંખ્યાં. આ મુગલ ડલ્લાની ખબર મળતાંજ મરાઠાઓ, પ્રજા અને મુલકનું રક્ષણ કરવા માટે દાંડી આવ્યા. મરાઠા કલ્યાણુ આવી પહેાંચ્યા એટલે તરતજ મુગલે પોબારા ગણી ગયા અને મરાઠાઓએ શહેરના મ્બજો લીધા.
૩. મહારાજે મુગલાને હાથતાલી આપી.
મુગલાને જરા સખળડખળ કરવાના મહારાજને વિચાર થયા. મુગલ સૂખેદાર બહાદુરખાન ઢીલા થઈ ગયા હતા પણ એને મરણિયા કરવાને મહારાજના જરાએ વિચાર ન હતા. મહારાજને લાગ્યું કે દક્ષિણના ? મુગલ અમલદારા મરાઠાઓની સામે લડવા માટે ભારે તૈયારી કરી રહ્યા છે ત્યારે મુગલ લશ્કરની ઉશ્કેરાયેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com