________________
૧૩૨
છે. શિવાજી ચરિત્ર
ત્રિકહ્યુ છે મુ
ભટ્ટ મીમાંસા, બ્યાકરણ, તર્ક વેદાન્ત વગેરેમાં પાવરધા હતા. આ રામેશ્વર ભટ્ટજીએ ‘સમસ્ક્રુતૂહ નામનું કાવ્ય લખ્યું હતું. રામેશ્વર ભટ્ટને ઘેર પૈઠણમાં વિદ્યાભ્યાસ માટે આખા હિંદુસ્થાનમાંથી વિદ્યાર્થીએનાં ટાળાં ઉતરી આવતાં. આ રામેશ્વર ભટ્ટ પૈઠણુમાં રહેતા હતા પણ કંઈક કારણાને લીધે એમણે એમનું નિવાસસ્થાન પૈઠણુથી બદલીને સંગમનેર કર્યું હતું. રામેશ્વરભટ્ટ વૈદકનું પશુ ઠીક ઠીક જાણુતા હતા. અહમદનગરના સુલતાનના જારમલીક નામના સરદારને રપિત્તતા રાગ થયા હતા, તે તેમણે મટાડ્યો હતો. રામેશ્વર ભટ્ટજીની દેવી ઉપર ભારે શ્રદ્ધા હતી. એ પેાતે દેવીભક્ત હતા અને સંગમનેરથી કાલ્હાપુર દેવીનાં દર્શન માટે એ ગયા હતા. કાલ્હાપુરથી પાછા ફરતાં એ વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાયને મળવા માટે ગયા હતા. આ રાજા વિદ્વાનોની કદર કરનારા હતા. રામેશ્વરભટ્ટને પણ આ દરખારમાં સત્કાર થયા હતા. એતે નારાયણ ભટ્ટ નામના કરેા હતા. પાતાના પિતા પાસે રહીને એણે શાસ્ત્રોને સુંદર અભ્યાસ કર્યાં હતા. એના જમાનાના પડતાની સભાએ એણે જીતી હતી. એ સભાજીત હતા. મૈથિલ અને ગૌડ પડિતાની કેટલીક સભાએ એણે જીતી હતી. પ્રસિદ્ધ રાજા ટાડરમલ અને નારાયણ ભટ્ટની ભારે દોસ્તી હતી. નારાયણુ ભટ્ટજી તેા કાશીનિવાસી બન્યા હતા. આખા ભરતખંડમાં વૈદશાસ્ત્ર વગેરેમાં પ્રવીણ પાવરધા એવા પ્રસિદ્ધ પુરુષેણનું કાશીએ નિવાસસ્થાન હતું. નારાય ભટ્ટની વિદ્વત્તા અગાધ હતી. એમણે પેાતાની વિદ્વતાની કાશીના પડતા ઉપર જબરી છાપ પાડી હતી. આજે પણ મહારાષ્ટ્રી વિદ્વાનાની કાશીમાં પડતાની સભામાં કિંમત અંકાય છે. કાશીના પંડિતેામાં મહારાષ્ટ્રીઓની જે સુંદર છાપ છે તેની શરૂઆત નારાયણુ ભટ્ટજીએ કરેલી છે. ભટ્ટવંશમાં આ પુરુષ દિગ્વિજયી નીવડ્યો. કાશી વિશ્વેશ્વરનું મંદિર નારાયણ ભટ્ટે બંધાવ્યું હતું. નારાયણ ભટ્ટને રામકૃષ્ણુ ભટ્ટ નામને છોકરા હતા. તેના દિકરા દિનકર ભટ્ટ કરીને હતા. આ દિનકર ભટ્ટ તે આપણા વિશ્વેશ્વર ભટ્ટ (ગાગાભટ્ટ)ના પિતા થાય.
ધણા કુટુંમ્બેમાં કેટલીક વખતે બાળકાનું પાડેલું નામ જુદુ હાય છે અને તેનાં સગાંવહાલાંઓ વહાલને લીધે કાઈ જુદા જ નામથી એતે ખેલાવે છે અને તેનું પરિણામ એ આવે છે કે એ વહાલના નામથી એ એળખાય છે અને એનું ખરૂં નામ અંધારામાં જ રહી જાય છે. આ ભટ્ટ વશમાં પણુ ગાગાભટ્ટના સબંધમાં એવું જ બન્યું છે. વિશ્વેશ્વર ભટ્ટને તેના પિતા દિનકર ભટ્ટ ‘ ગાગા ’ના લાડીલા નામથી ખેલાવતા. આ ગાગાએ ઉત્તમ અભ્યાસ કરી ભટ્ટ વંશની કીર્તિ વધારી. ગાગાભટ્ટ બહુ વિદ્વાન હતા. એમણે અનેક ગ્રંથા લખ્યા છે. તેમાં મીમાંસા અને ધર્માંશાસ્ત્ર ઉપર બહુ સુંદર લખાણુ લખ્યાં છે. મીમાંલા હનુમાંનજો નામને ગ્રંથ પણ ગાગાભટ્ટેજ લખ્યા છે. પૂર્વ મીમાંસા ઉપર એમણે વિન્તામળી નામને ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ ગાગાભટ્ટની વિદ્વત્તાની ઝાંખી કરાવે છે. આ ગ્રંથમાં એમણે દરેક સૂત્રનો અર્થ એમાં ન જણાવતા એમાંના મુખ્ય મુખ્ય સિદ્ધાંત જેવા કે ગાન ગામાન્ય विचार, प्रत्यक्षादि प्रमाण विचार, ईश्वरवाद, शक्तिवाद, सृष्टिप्रलय विचार, धात्वर्थवाद વગેરેનું વિવેચન કર્યું છે. પંડિત ગાગાભટ્ટે વળી સંદ્રોલ નામના શાસ્ત્રગ્રંથ ઉપર ટીકા લખી છે. આ ગ્રંથ ધર્મશાસ્ત્રો ઉપર છે અને તેમાં બહુ ઉપયેાગી વિષયે ચર્ચાયા છે.
આ પ્રથા ઉપરાંત તેમણે બૌધાયન સૂત્ર પ્રમાણે નિષ્ઠ પશુ વન્ય પ્રયોગ અને પવિત્રયજ્ઞ પ્રયોગ એ એ ગ્રંથા લખ્યા છે. ગાગાભટ્ટને ખીજે પ્રસિદ્ધ ગ્રંથ ‘હ્રાયસ્થ ધર્મપ્રરીપ' છે. આ એમણે મહારાજના રાજ્યાભિષેક કર્યાં પછી તરતજ લખ્યા છે. ગર્ભાદાન વગેરે સોળ સંસ્કારાના સંબંધમાં એમણે ગ્રંથ લખ્યા છે. ગાગાભટ્ટે સંસ્કૃતભાષામાં શિવાજી મહારાજનું ચિરત્ર લખ્યું હતું એમ મનાય છે. સેાળ અને સત્તરમા સૈકામાં .ભટ્ટશના વિદ્વાનનું હિંદુ રાજ્ય દરબારામાં અને મુસલમાન બાદશાહેાના રાજદરબારોમાં પણ ભારે માન હતું. મોટા મેટા રજવાડાઓમાં જ્યારે કંઈક મહાન ધાર્મિક સમારો અને ધાર્મિ`કવિધિને પ્રસંગ આવતા ત્યારે ભટ્ટશના પડિતાને આશ્રદ્ધનાં આમત્રણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com