________________
પ્રકરણ ૭ મું ] છે. શિવાજી ચરિત્ર
પ૩૧ દરબારીઓને આપવા માટે મહારાજે દરબાર ભર્યો. નાના મોટા દરબારીઓ વગેરે બધા સભામાં હાજર થયા. મહારાજે બહુ ટૂંકમાં આ સમારંભની આવશ્યક્તા જણાવતાં કહ્યું “ ધાર્મિક વિધિ પ્રમાણે મત્રોચારથી રાજ્યાભિષેક કરાવી રાજચિહ્નો હું ધારણ નહિ કરું તે તેથી આપણી ધારણું મુજબ હિંદવીસ્વરાજ્યની સ્થાપનાના કામમાં ભારે મુશ્કેલી ઉભી થવાનો સંભવ છે. પ્રજાને પૂરેપુરે પૂજ્યભાવ પેદા કરવા માટે અનેક સદ્દગુણે અને સેવાઓ ઉપરાંત આ જમાનામાં આ સમારંભની પણ મને જરૂર જણાય છે. આ સમારંભ પૂર્ણ સફળતાથી નિર્વિને પાર ઉતારવા માટે આપણે ભારે તૈયારી કરવાની છે. સર્વેએ આ સાંભળ્યું અને રાજ્યાભિષેક સંમારંભની તૈયારી કરવા તૈયાર થયા. મહારાજે શાસ્ત્રવિધિ પ્રમાણે અભિષેક કરાવી છત્રસિંહાસનાદિ ચિહ્ન ધારણ કરવાં એમ સર્વેએ નક્કી કર્યું. આ સંબંધમાં સલાહ માટે વિદ્વાન બ્રાહ્મણે અને પંડિતેને મહારાજે બોલાવ્યા હતા. રાજ્યાભિષેકના પ્રશ્ન ઉપર બ્રાહ્મણે વચ્ચે ખૂબ ચર્ચા થઈ ક્ષત્રિયના અધિકાર ઉપર પણ 2થી વાદવિવાદ થશે. આ પ્રશ્ન ઉપર પંડિતને ભારે શાસ્ત્રાર્થ થયો. જે ક્ષત્રિયપુત્રને ઉપનયન (જનોઈ) સંસ્કાર થયે હોય તેને જ શાસ્ત્રવિધિપૂર્વક મંત્રોચ્ચારથી રાજ્યાભિષેક થઈ શકે એવો પણ અભિપ્રાય પંડિતની સભામાં જાહેર થયે. પોતાની વિરૂદ્ધ અભિપ્રાય આપવામાં આવે તો તેવાઓને અથવા તેવા વિચારને કે અભિપ્રાયને પિતાની સત્તાના જોરથી દાબી દઈ કચડી નાંખી પિતાનું ધાર્યું કરવું, સત્તાના જોરથી મનની મુરાદ હાંસલ કરવી એવા સત્તાધારીઓ પૈકીના મહારાજ ન હતા, એટલે પંડિતની સભામાં થયેલી ચર્ચાથી મહારાજ ભારે ગૂંચવાડામાં પડયા. મહારાજને આવી રીતની મઝવણમાં દેખી બાલાજી આવછ ચિટણીસે આ સમારંભને શાસ્ત્રવિધિ પ્રમાણે પાર ઉતારવાની જવાબદારી પોતાને માથે લીધી.
રાજ્યાભિષેક સમારંભની જરૂરિયાત અને આવશ્યકતાની પૂરેપુરી સમજણ બાલાજી આવળને હતી એટલે મહેનત ઉઠાવીને પણ આ કામ પાર ઉતારવાને બાલાજીએ નિશ્ચય કર્યો. માથે લીધેલી ભારે જવાબદારીમાંથી હવે શી રીતે પાર ઉતરવું તેના વિચારમાં એ પડ્યા. એમણે આ બાબતમાં ઘણું વિદ્વાન પંડિતની સલાહ લીધી. હિંદુત્વરક્ષણ માટે સ્થાપવામાં આવેલી સત્તાને મજબૂત કરવા માટે આ સમારંભની ખાસ જરૂર છે, એટલે એમાં વચ્ચે આવતી અડચણેને દૂર કરવા શાં પગલાં લેવાં એ એમણે અનેક પંડિતેને પૂછયું. એ જમાન બહુ જુદો હતો. બ્રાહ્મણેમાં આ પ્રશ્ન ઉપર મતભેદ હતા. આવા મતભેદને લીધે સમારંભના મંગળકાર્યમાં અનેક વિઘો ઉભા થાય તેથી ગૂંચવાયેલા કાકડાનો ઉકેલ કરી આ સમારંભને દિવસ નક્કી કરવાનું બાલાજીએ વાજબી ધાર્યું હતું. વિદ્વાન બ્રાહ્મણ અને પંડિતેના મતભેદનો સશાસ્ત્ર સામનો કરીને બહુ કુનેહ અને કુશળતાથી આ સમારંભ પાર પાડે એવા પ્રભાવશાળી, વજનદાર અને હિંમતબાજ વેદશાસ્ત્રસંપન્ન પંડિતની આ વખતે ખાસ જરૂર હતી. આવા પંડિત ખોળી કાઢવા માટે બાલાજી એ બહુ પ્રયત્ન કર્યો. અનેક રાતે વિચારમાં વિતાડી. ભારે પ્રયત્નો કર્યા પછી આ મહાન મુત્સદ્દીની નજર તે જમાનાના પ્રસિદ્ધ મહાન વિદ્વાન કાશીના પંડિત ગાગાભટ્ટ તરફ વળી. તે જમાનામાં હિંદુસ્થાનમાં વિદ્વતા માટે આ પંડિતનો કોઈ કાન પકડે એમ ન હતું. આવા પ્રસિદ્ધ પંડિતને મળી આ સમારંભ સંબંધી વિગતવાર વાત કરી ઘટિત કરવાનો બાલાજી આવજીએ વિચાર કર્યો.
૫. પં, ગાગા ભટ્ટ ગાગાભટ્ટના વંશજોના મૂળ પુરુષનું વતન પડયું હતું. એ વંશના મૂળ પુરુષનું નામ ‘નાગપાશ” હતું. આ નાગપાશને ચાંગદેવ નામનો છોકરો હતો. આ ચાંગદેવને છેક ગેવિંદભટ્ટ હતું અને ગોવિંદભટ્ટને એક રામેશ્વરભટ્ટ નામે ભાઈ હતો. આ રામેશ્વરભદ એના જમાનામાં એક જબરે વિદ્વાન ગણાત. એ જબરે વૈયાકરણી હતા. મીમાંસાને એને અભ્યાસ કંઈ જે તે ન હતું. આ રામેશ્વર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com