________________
૧૦
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૭ મુ કાવવાની દાનતથી આ ગાદી સ્થાપવામાં આવે છે, તેથી આ વિધિએ કંઈ જુદું જ રૂપ લીધું હતું. આ સમારંભ રાષ્ટ્રીયભાવના અને ધર્માભિમાનને પોષનારા થઈ પડશે. માટે એને બહુ મોટા પાયા ઉપર ઉજવવાના મહારાજે વિચાર કર્યાં. આ સમારભ મહારાજ અને તેમના અમલદારા તથા સરદારાની કા દક્ષતાની કમેટી હતી એટલે મહારાજે આ સમાંરભની ગાઠવાના સંબંધમાં પૂરતા વિચારા કરી શું શું કરવું અને કેવી રીતની ગેાઠવણા કરવી એ નક્કી કર્યું હતું. મહારાજના વિશ્વાસુ અમલદારા અને વફાદાર અધિકારીઓનાં ચિત્ત આ સમાર’બની વ્યવસ્થા કરવાના કામમાં જ શકાયાં હતાં. સગાંસંબંધીઓ, સ્નેહીસેાખતી, રાજારજવાડાઓ, માનવતા મહેમાનો, પૂજ્ય પરાણાઓ વગેરેની પૂરેપુરી સગવડે આ સમાર`ભ વખતે સાચવવી જોઈએ અને એ ન સચવાય તે સમારંભમાં ખામી ગણાય એમ મહારાજ માનતા હતા તેથી મહેમાના વગેરેની વ્યવસ્થા સંબંધી નક્કી કરી મહારાજે તે સંબંધમાં લાગતા વળગતાઓને ઘટિત સૂચના કરી અને માથે નાખવામાં આવેલી જવાબદારી પૂરેપુરી રીતે પાળવા ચેતવણી આપવામાં આવી.
ઈ. સ. ૧૬૭૩ ની સાલમાં એટલે રાજ્યાભિષેક વખતે શિવાજી મહારાજનું રાજ્ય અહુ વ્યવસ્થિત અને વિશાળ હતું. મુસલમાની સત્તાઓને એણે પોતાનું ખરૂં પાણી બતાવ્યું હતું. મનમાં ધારે અને માથું ઊંચુ કરે તા ભલભલી જામેલી સત્તાને મૂળમાંથી જોતજાતામાં હલાવી શકે એવી શક્તિ હિંદુ ધરાવે છે એની પ્રતીતિ શિવાજી મહારાજે મુસલમાને કરાવી, પહેલાં તે। મહારાજના રાજ્યની હ્રદ ઉત્તર દિશામાં કલ્યાણ સુધી હતી, તે હવે વધીને ખાનદેશ, ઔરંગાબાદ, વરાડની હદ સુધી ગઈ હતી. પૂર્વ દિશામાં પણ બિજાપુર અને ગોવળકાંડા સુધીને પ્રદેશ મહારાજને કમજે આવી ગયા હતા. તાપી નદી નજીકના સુરત વગેરે મુગલ પ્રદેશમાંથી મહારાજ સરદેશમુખી અને ચેાથ ઉધરાવવા લાગ્યા હતા. દક્ષિણ દિશામાં પણ એમના રાજ્યના વિસ્તાર વધીને મળી અને એનુર સુધી વધ્યા હતા. પેાતાના રાજ્યની મર્યાદા સુંદર અને સાષકારક રીતે વધાર્યાં પછી, રાજ્યમાં બધે ખસ્ત વ્યવસ્થા અને તે જમાનામાં મળી શકે એવી શાન્તિ સ્થાપ્યા પછી મહારાજે પ્રજાની આબાદી કેટલી વધી તેને વિચાર કર્યાં અને પેાતાની પ્રજા ખીજી સત્તાએની સરખામણીમાં વધારે સુખી છે, આબાદ છે, સતુષ્ટ છે એની એમને જ્યારે ખાતરી થઈ ત્યારે જ રાજ્યાભિષેક સમારંભ તરફ એમણે પેાતાનું ધ્યાન દોડાવ્યું હતું.
આપણે આ પુસ્તકની શરૂઆતના પ્રકરણામાં વાંચી ગયા છીએ કે શિવાજી મહારાજ મેવાડના સિસોદિયા વંશના રાણાના વંશજ હતા, પણ મહારાષ્ટ્રમાં મહારાજના પૂર્વજો આવ્યા પછી એ કુટુંબેાના માણસાની ધાર્મિક વિધિઓ, સકારા, સિસેાદિયા ક્ષત્રિયાના રિવાજો પ્રમાણે અનેક કારણા, અડચણ્ણા અને આપત્તિઓને લીધે ખરેાબર પળાયા ન હતા તેથી ધણા મરાઠા સરદારે। મહારાજને પાતાથી હલકા માનતા. આવાં આવાં કારણેાને લીધે ક્ષત્રિયાની પદ્ધતિ પ્રમાણે રાજ્યાભિષેક કરાવવામાં ધણા માણુસા ધણાં વિઘ્ન ઉભાં કરશે એ મહારાજ સમજી ગયા હતા.
રાજ્યાભિષેક સમારભના સંબંધમાં જેમણે જેમણે વિચાર કર્યાં તેમની ખાતરી થઈ ગઈ કે આ સમારંભની ખાસ આવશ્યક્તા છે અને એ થયાથી જ હિંદુએમાં આત્મવિશ્વાસ પેદા થશે અને હિંદુએ અન્યાય, અત્યાચાર અને જુલમેાની સામે માથું ઊંચું કરી શકશે. સંત અને સાધુ પુરુષાએ પણ એની આવશ્યકતા જણાવી. આવી રીતે રાજ્યાભિષેક સમારભ માટે અનુકૂળ અભિપ્રાયા ચારે તરફથી આવ્યા અને એ સમારંભ માટે એ વખત પણ અનુકૂળ હતેા એવી મહારાજની ખાતરી હતી એટલે એમણે એ કામ હાથમાં લેવા માટે તથા તે સંબંધી બધું નક્કી કરવા માટે સગાં, સાથી અને સરદારાની સભા ખેલાવી. આ કામ માટે અમલદાર અધિકારીએ અને મહારાજના સેવકા બધા એકપગે તૈયાર હતા. બધા આ કામ માટે મહારાજ તરકુથી સૂચનાએાની રાહ જોઈ રહ્યા હતા. સગાંઓ આ સમારભ ઉત્તમ રીતે પૂર ભભકામાં ઉજવવા અગ્રડ કરી રહ્યા હતા. રાજ્યાભિષેકના સંબંધમાં ઘટતી સૂચનાએ પેાતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com