________________
પાટ
પ્રકરણ ૭ મુ 3.
છે. શિવાજી ચરિત્ર થઈ હતી. પિતાની મતલબ હાંસલ કરવા માટે, ધારેલું શ્રેય કરવા માટે, બીજી સત્તાઓ સાથે સલાહ મસલત કરવા અને બીજી સત્તાઓનો સહકાર સાધવાની જરૂર પડે છે તે લાભકારક રીતે રાજગાદીવાળે રાજા કરી શકે એમ પણ ઘણાઓએ અનુભવ્યું. એક રાજગાદી વગરને પ્રભાવશાળી સરદાર અમુક કત્ય ઉત્તમ હેતુથી કરે અને તેજ કય તેવાજ હેતુથી એક રાજગાદીવાળે રાજા કરે તે તેના પરિણામમાં બહુ ફેર પડે છે એવું મહારાજે અનુભવ્યું હતું. તે વખતે મહારાષ્ટ્રમાં અનેક હિંદુ સરદારો પોતપોતાની જાગીરમાં પોતાની સત્તા ભોગવી રહ્યા હતા પણ તે બધા છૂટાછવાયા, છત્ર વગરના હતા. એવા બધા સરદારના શૌર્યને ઉપયોગ ઘણી વખતે એક નહિ તે બીજી મુસલમાન સત્તાને મજબૂત કરવામાં થયો હતો. તેથી જે એક જબરું હિંદુરાજ્ય સ્થાપવામાં આવે તે છૂટાછવાયા, પિતાની જાગીર સંભાળીને બેસી રહેલા હિંદુ સરદારોને એવા છત્ર નીચે સંગઠિત કરી તેમની હિંમત, મઈ, મુત્સદ્દીપણું તથા શૌને ઉપયોગ હિંદુત્વરક્ષણના કામમાં થાય તેથી હિંદુત્વરક્ષણ માટે ગાદી સ્થાપવાની શિવાજી મહારાજને ખાસ આવશ્યકતા જણાઈ. ઘણાં વરસેથી મુસલમાની જુલમી સત્તા નીચે મહારાષ્ટ્રની હિંદુ પ્રજા કચડાઈ રહી હતી, તદ્દન નમાલી અને નિર્માલ્ય બની ગઈ હતી, પણ એમનામાં હિંદુત્વને અંગારે પૂરેપુરે બુઝાઈ ગયો નહતો એની ખેળ કરી મહારાજે એ અંગારાને ફેંકી હિંદુત્વની જ્યોતિ મહારાષ્ટ્રના હિંદુઓમાં જાગ્રત કરી. એમનામાં હિંદુત્વ અને રાષ્ટ્રને ન જુસ્સો પેદા કરી માવળાઓની એક બહુ શક્તિવાળી અને પ્રભાવશાળી પ્રજા તૈયાર કરી હતી. તેમનો લાભ હિંદુત્વરક્ષણ માટે લઈ નવી સત્તા સ્થાપન કરવાનો વિચાર મહારાજે કર્યો અને એ પ્રજાના ગુણોનો વિકાસ હિંદુરાજ્યસત્તા હેય તે સુંદર થઈ શકે એવું મહારાજને લાગ્યું તેથી વિધિપૂર્વક ગાદી સ્થાપવાના મહારાજના નિશ્ચયને પુષ્ટિ મળી.
વિધિપૂર્વક રાજ્યાભિભૂક કરાવવાનો વિચાર તે મહારાજ ઘણાં વરસોથી જ કરી રહ્યા હતા, પણ સિંહાજી મહારાજ જીવતા હતા ત્યાં સુધી પોતાને રાજ્યાભિષેક કરાવવા એ તૈયાર ન હતા. સિંહા રાજા ગુજરી ગયા પછી એમણે પોતાના નામના સિક્કા પડાવ્યો અને રાજ્યાભિષેકને ગંભીરપણે વિચાર કરવા લાગ્યા. મહારાજ આ વિચાર કરી રહ્યા હતા તેવામાં જ પરિસ્થિતિ બદલાઈ અને મહારાજ મુગલ શહેનશાહના દરબારમાં આગ્ર ગયા. આગ્રેથી પાછા ફર્યા પછી એમણે પિતાને રાજા તરીકે જાહેર કર્યા હતા અને રાજ્યાભિષેક કરાવવાની તૈયારીઓ કરવા માંડી હતી. મહારાજ રાજ્યાભિષેકને વિચાર કરી રહ્યા હતા અને તે માટે મસલતો ચાલી રહી હતી તે દરમિયાનમાં એમને એવી ખાતરી થઈ કે રાજ્યાભિષેક થયાથી જ હિંદુસત્તા બરાબર જામશે અને હિંદુ પ્રજાને બચાવ ધાર્યા મુજબ થઈ શકશે. શિવાજી મહારાજના મતને અનુકુળ, એમનાં કૃત્યને કે આપનાર, એમની ધર્મ અને દેશ સેવા માટે એમને વખાણનાર, એમને હિંદુ ધર્મના તારણહાર માની એમના પડતા બેલ ઝીલનાર અને અનેક કારણોને લીધે એમને પૂજ્ય માનનારા ઘણા હતા. તે બધા એક છત્ર નીચે ભેગા થાય તે હિંદુઓનું જબરું બળ જામે અને તે બધું રાજ્યગાદી સ્થાપવામાં આવે તે જ બને એમ હતું. મહારાજ એક સાધારણ સરદાર જ રહે તે એ હિંદુઓનું બળ એકઠું કરી શકે એમ ન હતું. રાજા અને રાજગાદી એ નામે તે વખતે ઘણું સરદારેનું બળ એકઠું કરવા માટે ખાસ જરૂરનાં હતાં એવી મહારાજની અનુભવથી ખાતરી થઈ હતી.
વિધિ પ્રમાણે રાજ્યાભિષેક કરાવી ગાદી સ્થાપન કરવાના સંબંધમાં મહારાજની પૂરેપુરી ખાતરી થઈ ગયા પછી એમણે એ સંબંધમાં પોતાના સગાં, સ્નેહી, સરદારો વગેરેના અભિપ્રાયો જાણ્યા. માતા જીજાબાઈ પૂજ્ય ગુરુ રામદાસસ્વામી તથા પિતાને પૂજ્ય એવા સંત. મહંતે અને સરદાર સ્નેહીઓ તથા અમલદાર અધિકારીઓએ રાજ્યાભિષેક સમારંભ કરાવી ગાદી સ્થાપન કરવાથી હિંદુત્વને અનેક રીતે લાભ થવાનો છે એમ જણાવ્યું અને રાજ્યાભિષેક સમારંભ ભારે દબદબાથી ઉજવવાની મહારાજને વિનંતિ કરી. જુલમી સત્તામાંથી પ્રજાને છોડાવવાના હેતુથી અને હિંદુત્વ ઉપર થતા અત્યાચારો અટ
67
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com