________________
પ્રકરણ ૭ મું ] છ શિવાજી ચરિત્ર
પ૩૩ આપવામાં આવતાં. કાશીમાં વિદ્વાન પંડિતમાં ભરુવંશનું ભારે વજન હતું. પંડિતની સભામાં ભટ્ટવંશના વિદ્વાનોને પ્રથમ તિલકનું માન આપવામાં આવતું. ગાગાભટ્ટની પ્રતિષ્ઠા બહુ જામી હતી અને આજપણ એ વંશના પુરુષોએ પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે. આજે પણ મેટા મેટા રજવાડામાં દરેક મોટા પ્રસંગે આ વંશના પંડિતોને લાવવામાં આવે છે. આજે પણ ભટ્ટ વંશના પુરુષેએ સંસ્કૃત વિદ્યા ઉપર કાબુ જાળવી રાખ્યો છે. ગાગાભટ્ટના કાકા કમલાકર ભટ્ટના વંશજ શ્રીમાન પંડિત કાન્તાનાથભટ્ટ મિરજાપુરની સંસ્કૃત પાઠશાળાના મુખ્ય અધ્યાપક હતા..
આવા મહાન વિદ્વાન, પ્રભાવશાળી, પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ ગાગાભટ્ટને રાજ્યાભિષેકના કામમાં આગેવાન બનાવી તેમને હાથે અભિષેક કરાવવાનો બાલાજીએ વિચાર કર્યો અને મહારાજને પિતાને વિચાર જણાવી એમની સંમતિ મેળવી. આ સમારંભના સંબંધમાં વીગતવાર વાત ગાગાભટ્ટ સાથે કરવા બાલાજી આવજીએ કાશી માણસ મોકલ્યું. રાજ્યાભિષેક સંબંધી પૂરેપુરી હકીકતથી ગાગાભટ્ટને વાકેફ કરવામાં આવ્યા. બાહ્મણોમાં ઉભા થયેલા મતભેદની વાત પણ ગાગાભટ્ટને જણાવવામાં આવી. શિવાજી મહારાજને પ્રતિનિધિની વિગતવાર વાત સાંભળી લીધા પછી અને કેટલાક મુદ્દાના ખુલાસા જાણ્યા પછી પં. ગાગાભટ્ટે જણાવ્યું કે “મહારાજનો ઉપનયન સંસ્કાર નથી થયો એ એક અડચણ છે. બીજી મહારાજ મેવાડના સિસોદિયા રજપૂત વંશથી ઉતરી આવેલા છે તેની સાબિતી માટે એમના વંશની વંશાવળીની ખાસ જરૂર છે.” ગાગાભટ્ટે જણાવેલી અડચણે ધ્યાનમાં લઈ મહારાજના પ્રતિનિધિએ એક ખાસ માણસ તાકીદે રાયગઢ બાલાજી આવાજી ચિટણીસ પાસે મેક. મેળવેલે વંશવૃક્ષ બાલાજી આવજી પાસે તૈયાર હતા તે તેમણે તાકીદે ગાગાભટ તરફ રવાના કર્યો. વેદશાસ્ત્રસંપન્ન ગાગાભટ્ટે મહારાજના કુળ, મૂળ, વંશ વગેરેની વંશવૃક્ષ ઉપરથી ખાતરી કરી લીધી. વંશ સંબંધીના પ્રશ્નનો ફડચ વંશવૃક્ષ આવી ગયાથી થયે એટલે પંડિતજીએ રાજ્યાભિષેક વિધિના પ્રશ્ન ઉપર ફરી ચર્ચા કરવા બીજા પંડિતેને લાવ્યા. મહારાજ મેવાડના સિસોદિયા રજપૂતવંશથી ઉતરી આવેલા છે એ સાબિત થતાં વચ્ચે નડતી મેટી અડચણ દૂર થઈ. હવે પ્રશ્ન રહ્યો મહારાજના ઉપનયન સંસ્કારવિધિનો. એ અડચણ ઉપર પંડિતાએ વિચાર ચલાવ્યું. સાચા કુલવાન ક્ષત્રિયને ઉપનયન સંસ્કાર વિધિ ન થયો હોય તો તે વિધિ કરાવી એને શુદ્ધ ક્ષત્રિય બનાવી શકાય કે નહિ એ પ્રશ્ન પંડિતે આગળ હવે આવીને ઉભે થયે. આ પ્રશ્ન ઉપર પંડિતને શાસ્ત્રાર્થ થયો અને આખરે મહારાજને ઉપનયન સંસ્કારવિધિ કર્યા પછી રાજ્યાભિષેક કરવામાં વધે નથી એ અભિપ્રાય પંડિત ગાગાભટ્ટે અનેક વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ અને વાદવિવાદ તથા ચર્ચા કર્યા પછી આપો. મહારાજ અને બાલાજી આવજીએ પં. ગાગાભટ્ટને આ અભિપ્રાય જાણ્યો. આવા મહાન વિદ્વાન વેદશાસ્ત્રસંપન્ન પંડિત ગાગાભટ્ટજીને પિતાના દરબારમાં બેલાવવાનો વિચાર મહારાજે બાલાજી આવળને જણાવ્યો. બાલાજી મહારાજની પરવાનગી લઈને પં. ગાગાભટ્ટને બેલાવવા જવા તૈયાર થશે. આ વખતે પં. ગાગાભટ્ટજી પિતાના પૂર્વજોનું વતન પૈઠણ હતું ત્યાં આવ્યા હતા, ત્યાં એમને તેડવા માટે મહારાજે બાલાજી આવછ ચિટણીસ અને એમની સાથે કેશવ પંડિત, ભાલચંદ્ર ભટ્ટ પુરોહિત અને સોમનાથ કાને મોકલ્યા. આ માનવંતા મહેમાનને લાવવા માટે પાલખી વગેરે બીજા સાધને બાલાજી આવક સાથે લઈ ગયા. બાલાજી અને બીજાઓ માનપાનના સાધનો અને વાહન વગેરે સાધને સાથે પૈઠણ પહોંચ્યા અને મહારાજ તરફથી પંડિત ગાગાભટ્ટને રાયગઢ પધારવા માટે આગ્રહથી આમંત્રણ કર્યું. પતિ ગાગાભટ્ટ હિંદુત્વના અભિમાની હતા. શિવાજી મહારાજને એ હિંદુત્વના તારણહાર માનતા હતા. એમને માટે એને ભારે માન હતું. મહારાજનું આમંત્રણ અતિ આનંદથી એમણે સ્વીકાર્યું. બાલાજી આવછ અને સાથેના બીજાઓ આ માનવંતા મહેમાનને પઠણથી ભારે માન મરતબા સાથે રાયગઢ લઈ આવ્યા. શિવાજી મહારાજે પંડિત ગાગાભટ્ટને રાયગઢમાં ભારે સત્કાર કર્યો. રાજ્યાભિષેક સંબંધી ચર્ચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com