________________
પ્રકરણ ૭ મું ] છે. શિવાજી ચરિત્ર
પરંપ મહારાષ્ટ્રના હિંદુઓને ભારે વેઠવું પડશે. એના જેવા દુશ્મનને છોડીને એને નિકાલ કર્યા સિવાય એને જતો કરે એ તે ખામી ગણાય. બિજાપુરવાળાને બરાબર પાંસરા કર્યા સિવાય મને તમે મહે બતાવતા નહિ.” શિવાજી મહારાજનો આ સંદેશ પ્રતાપરાવને મળ્યો.
ઉંબરાણીની લડાઈમાં બહિલોલ ખાન સાથે સંધિ કરીને પ્રતાપરાવ દૂર ગયે. પ્રતાપરાવ સહેજ દૂર ગયો એટલે બહિલખાને આપેલું વચન તેડયું અને મહારાજના મુલકમાં ઉપદ્રવ શરૂ કર્યો. મહારાજને સંદેશો અને બહિલોલખાને વચન તેડવાના સમાચાર પ્રતાપરાવને મળ્યા. આ વીરથી આ સહન ન થયું. એનો મિજાજ ગયું અને એની પાસે જેટલું લશ્કર હતું તે લઈને ગુસ્સામાંને ગુસ્સામાં બહિલખાનની સામે દોડી ગયો. પ્રતાપરાવ ગુસ્સાથી બળી રહ્યો હતો એટલે હંમેશની માફક એણે છાપાની રચના કરી નહિ. એણે તે આંખો મીંચીને દુશ્મન દળ ઉપર છાપે જ માર્યો. આ છાપ કેવળ આંધળીઓ હતા એટલે બિજાપુરી લશ્કરે મરાઠાઓને સખત માર માર્યો. પ્રતાપરાવ ભારે ગુસ્સામાં હતા અને જુસ્સાથી લડી રહ્યો હતે. શત્રુના લશ્કરની ભારે કતલ એણે કરવા માંડી. આખરે, રણમાં લડતા લડતા મહારાષ્ટ્રનો ખંધો વીર, શિવાજી મહારાજના સર નાબત, પ્રતાપરાવ ગુજ૨ રણમાં પડયો. પ્રતાપરાવ રણમાં પડયો એટલે મરાઠાઓએ પાછા પગલાં કરવાં માંડયાં. મરાઠાઓને પરાજય થાત તો બહુ માઠી અસર થાત પણ હંસા મોહિતે નામને મરાઠે સરદાર નજીકમાં પિતાના લશ્કર સાથે કંઈક કામ માટે આવ્યો હતો તેને પ્રતાપરાવ રણમાં પડવાના અને મરાઠાઓ પાછાં પગલાં ભરી રહ્યા છે એવા સમાચાર મળ્યા એટલે એ પોતાના લશ્કર સાથે દેડી આવ્યો અને બિજાપુર લશ્કર ઉપર હલે કર્યો. મરાઠાઓ પાછા જોરમાં આવ્યા. બન્ને દળે ફરી જોરથી લડાઈ શરૂ કરી. મરાઠાઓ ઉપર બહુ સખત મારો ચાલી રહ્યો હતે, મરાઠાઓ હિંમત હારીને પાછા ફરશે એ રંગ દેખાવા લાગે એટલે પ્રતાપી વીર સંતાજી ઘર પડે અને ધનાળ જાધવ જીવની દરકાર રાખ્યા સિવાય દુશ્મન ઉપર તટી પડયા. મરાઠાઓએ પિતાના દ્ધાઓને આવી હિંમતથી લતા જોઈને બહુ જસ્સાથી લડવા માંડયું. આ લડાઈ ઈ. સ. ૧૯૭૪ ને ફેબ્રુઆરી માસમાં જેસરી આગળ થઈ મરાઠાઓએ હિંમતથી દુશ્મનના દળ ઉપર સામટે હલે કર્યો. ભારે કાપાકાપી અને કતલ થઈ આખરે મરાઠાઓના ભાલા યશસ્વી નીવડ્યા. બિજાપુરી લકરે નાસવા માંડયું. આ લડાઈમાં મરાઠાઓને વિજય થયો અને બિજાપુરી લશ્કર હાર્યું.
મહારાજને વિજયના સમાચાર મળ્યા એટલે એમને ભારે આનંદ થયે પણ પિતાના પ્યારા સેનાપતિ રણે પડ્યાના સમાચાર સાંભળી એમને બહુ દુખ થયું. પ્રતાપરાવની સેવાના, શૌર્યના અને પરાક્રમના મહારાજે દરબારમાં બહુ વખાણ કર્યા. પ્રતાપરાવના કુટુંબની ઘટિત વ્યવસ્થા કરી. એને મોભો જળવાઈ રહે એવી ગોઠવણ કરવામાં આવી અને આવા કટુંબ સાથે પોતાનો નિકટ સંબંધ ચાલુ રહે તેથી પ્રતાપરાવની પુત્રી કે. જાનકીબાઈનું લગ્ન પિતાના દિકરા રાજારામ જેડે કર્યું. હંસા માહિતેઓ જે સેવા બજાવી તે અનેરી હતી. એણે તો અણી સાધીને આખા મહારાષ્ટ્રની ઈજત સાચવી હતી. આ વીરને મહારાજે નવા અને એના કામની કદર કરી એને સરબત બનાવ્યો. આ નવા સરબતને (હબીરરાવ)ને ખિતાબ આપ્યો. મરાઠા ઈતિહાસમાં બહુ પ્રસિદ્ધિ પામેલા સંતાજી ધરપડે અને ધનાજી જાધવની મહારાજે પીઠ થાબડી અને તેમને લશ્કરમાં ઘટતે હો આપ્યો.
૩. હૃબીરરાવનાં પરાક્રમ. સરનાબત હબીરરાવ સાબાશી, હેદો અને ઈલકાબ લઈને આરામ લેતો બેઠો નહિ. મહારાજે એને દુશ્મનને પાંસરા કરવાનું કામ સોંપ્યું. હબીરરાવ પિતાનું લશ્કર લઈને નીકળ્યો. તે બહિલેલખાનની પૂરું પડ્યો. બહિલખાન ઉપર આ ભારે સંકટ હતું. હબીરરાવ જે હિંમતબાજ અને પરાક્રમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com