________________
પર છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૭મું હતી. છાવણની ચારે દિશાએ પ્રદક્ષિણ કરી સખ્ત બંદેબસ્ત રાખવાનું ભારે જોખમનું કામ વીસે બલાળને સોંપવામાં આવ્યું હતું. આવી રીતને બંદેબસ્ત પ્રતાપરાવે બહુ જ છુપી રીતે જરા પણ ગરબડ કર્યા સિવાય ગોઠવી દીધે. દરેક સરદાર પિતતાને સેપેલા કામ ઉપર હાજર થઈ ગયા. ચારે તરથી છાવણી ઘેરાઈ ગઈ ત્યાં સુધી બહિલખાનના માણસોને ખબર પડી નહિ. પછી પ્રતાપરાવ પોતાના લશ્કર સાથે આવી પહોંચ્યો. તેની ખબર બહિલખાનની છાવણીમાં પડી અને સિપાહીઓ ભારે ગભરાટમાં પડયા. સિપાહીઓએ પોતપોતાના હથિયાર સંભાળી લીધાં અને છાપો મારનાર મરાઠા સરદારની સામે લડાઈ કરવા મુસલમાની લશ્કર તૈયાર થઈ ગયું. બહિલેલખાન અને પ્રતાપરાવની વચ્ચે લડાઈ શરૂ થઈ. આ લડાઈ આસરે ૨ કલાક સુધી ચાલી. પછી સરદાર આનંદરાવે શત્રુ ઉપર પાછળથી હલો કર્યો અને ૧ કલાક સુધી લડાઈ કરી અને દુશ્મનને તેબા તેબા કિરાવી. આ જંગમાં ખરો રંગ જામ્યો હતે, લડાઈ ખરી જામી હતી. ત્યારે આદિલશાહી દળને એક જબરો હાથી ગાડે થયો અને સાંકળ તોડીને સમરાંગણમાં આવી પહોંચ્યો તેથી ભારે ધાંધલ થઈ. આ ધાંધલમાં બહિલખાનના લશ્કર ઉપર સીધી હિલાલ, રૂપાજી ભોંસલે, સમાજી મેહિત અને સીજી નિબાળકરે બહુ જુસ્સાના હલ્લા કર્યા. આ સરદારો અને દ્ધાઓ ખૂનખાર લડાઈમાં આજુબાજુએ મંડ્યા હતા ત્યારે બન્ને બાજુએથી વિઠજી સિંધીઆ, વિઠ્ઠલ પીલદેવ અને જાધવરાવના સેનાપતિ મહાદજી ઠાકુર તથા સમાજીએ દુશ્મન દળના જબરા દ્ધા ભાઈખાન પઠાણ અને તેના સરદારો અને
કરની ટુકડીઓ ઉપર હલ્લો કર્યો. બહિલેલખાનના દળને બિજાપુર દરબારને નામીચા બળવાન સરદાર સીદો મહમદ બકો પોતાની ટુકડી સાથે મરાઠા લશ્કર ઉપર તૂટી પડયો. મહમદ બર્કને મરણિયો થયેલે જોઈ મરાઠા લશ્કરનો યોદ્ધો દીપાજી રાઉતરાવ બક ઉપર દડી ગયો. બન્ને વચ્ચે ભારે લડાઈ થઈ. દીપાજીએ બકને ઠાર કર્યો અને તેને ઘડે કબજે કરી તે ઘડા ઉપર પિતે સવાર થશે અને વિજયવાવટા ફરકાવ્યો. બર્કી પડ્યાના સમાચાર સાંભળી બહિલેલખાન ગભરાય. શત્રુના બધા સરદારો ગભરાયા અને નાસભાગ થવા લાગી. બહિલેલખાન પ્રતાપરાવને નમી પડ્યો અને ફરીથી મરાઠાઓની સામે માથું નહિ ઊંચકવાનું કબૂલ કર્યું. પ્રતાપરાવે આ શરણ આવેલા સરદાર તરફ દયા બતાવી. દુશ્મન દયાને પાત્ર છે કે નહિ તેને વિચાર કર્યા સિવાય એણે એના ઉપર કૃપા કરી એને જવા દીધે. મુગલ સાથેની કડવાશને અંત આવ્યા ન હતા અને મુગલ સામે નિકાલ જલદી કરવાની ખાસ જરૂર હતી તેથી આ બધી બાબતોને વિચાર કરી પ્રતાપરાવે બિજાપુરવાળા સાથે સંધિ કરી. ઉબરાણીની લાઈમાં પ્રતાપરાવની જીત થઈ, બહિલખાન નમી પડશે અને એણે મરાઠાઓ સામે માથું નહિ ઊંચકવાનું કબૂલ કર્યું.
૨. જેસરીની લડાઈ ઉંબરાણીની લડાઈમાં મરાઠાઓને વિજય થયો તેથી મહારાજ રાજી થયા પણ બહિલખાનને પ્રતાપરાવે જ કર્યો એથી એમને ભારે ખેદ થયો. આવા સંજોગોમાં બહિલખાન જેવા બળીઆ અને મુત્સદ્દી દુશ્મનને જતો કરવો એ ભૂલ છે એમ મહારાજે માન્યું અને પ્રતાપરાવ ઉપર એમણે ગસ્સો કર્યો. મહારાજે પ્રતાપરાવને ઠપકાનો સંદેશે કહેવડાવ્યો કે “બહિલખાન સાથે સંધિ કરવામાં તમે ભારે ભૂલ કરી છે. શરણ આવેલાને જીવતદાન આપવું નમી પડેલાને ઉગારે એ ધર્મ છે એ હું જાણું છું પણ શરણુ આવનારની અને નમી પડનારની પાત્રતા જોયા સિવાય જીવતદાન ન અપાય. આપણી ખાનદાનીને લાભ લઈ આપણા મૂળ કાપવા તૈયાર થનારને આપણી ખાનદાનીને લાભ ન આપવો એ ધર્મ છે. સાપને દૂધ પાવામાં જોખમ ખેડવા જેવું છે. એના જેવા દુશ્મનના શબ્દોમાં વિશ્વાસ રાખવામાં તમે ભારે છક્કડ ખાધી છે. સાધારણ સિપાહીની ભૂલથી તે વ્યક્તિને જ નુકસાન થાય પણ તમારા જેવાની ભૂલના કડવા ફળ આ ખા' મહારાષ્ટ્રને ચાખવાં પડે.' આ તમારી ભૂલથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com