________________
પ્રકરણ ૭ મું] છે. શિવાજી ચરિત્ર
પર૩ કાલે પેલું શહેર એમણે લૂંટયું, આજે આ પ્રાંત ઉપર એમણે ચડાઈ કરી તે કાલે પેલા પ્રાંતમાં એમના સરદારોએ થાણાં નાંખ્યા, એવી મતલબની ખબર સાંભળીને બિજાપુર સરદારો અને અમલદારે પણ થાકી ગયા. આવી રીતે મરાઠાઓ બિજાપુરને મુલક સર કરતા જશે તે આખી આદિલશાહી ધીમે ધીમે તેઓ ગળી જશે એમ દરબારના સરદારને લાગ્યું. કાનડા પ્રાંતમાં શિવાજી મહારાજ મુગલ મુલક જીતી રહ્યા હતા તે વખતે બિજાપુરના મુત્સદ્દીઓ શિવાજી મહારાજને કંઈપણ ઈલાજ કરવાને વિચાર કરવા માટે ભેગા થયા. શિવાજી મહારાજ કાનડામાં હતા, એટલે મિરજ કોલ્હાપુર પ્રાંતમાં સખત બંબસ્ત કરી મહારાજનો વ્યવહાર એમના માણસો સાથે સતારા પ~ાળાને રસ્તે થતું હતું તે બંધ કરવાનું બિજાપુર મુત્સદ્દીઓએ નક્કી કર્યું. આ નિર્ણય ઉપર આવવામાં આદિલશાહી મુત્સદ્દીઓએ ઊંડી નજર અને ડહાપણ વાપર્યું હતું. બિજાપુરી મત્સલીઓએ નક્કી કરેલી બાજીમાં જે આદિલશાહી સેનાપતિ ફાવ્યો હેત તે બિજાપુરી સત્તાને ભારે લાભ થવાનો સંભવ હતો. કાનડામાંથી મહારાજનો પાછા ફરવાને રસ્તે જ રોકી રાખવાને બિજાપુરી મુત્સદ્દીઓને ઘાટ હતા. આવી રીતે મહારાજને રસ્તો બંધ કરી એમને ગોવાના પોર્ટુગીઝ સાથે અથડામણમાં લાવવાને મુત્સદ્દીઓને ઈરાદો હતો. બીજે હેતુ તે એ હતો કે જે મહારાજ એ રસ્તે ન જાય તો એમને મિરજ અને બિજાપુરની વચ્ચે થઈને જવાની ફરજ પડે અને એ તે પ્રમાણે કરે તે બિજાપુરી મુલકમાં એમના ઉપર બન્ને બાજુએથી હુમલો કરવાનું સુગમ થઈ પડે.
ઉપર પ્રમાણેને વ્યુહ રચી આદિલશાહી વજીર ખવાસખાને જબરું લશ્કર લઈને બહિલોલ ખાનને શિવાજીનું બળ તેડવાને માટે રવાના કર્યો. બહિલોલ ખાનની સાથે સીદી મસુદને પણ મોકલવામાં આવ્યા. બિજાપુરી સરદાર સખાન અને મુજફરમલીક રાંગણાની આજુબાજુમાં હતા તેમને બહિલોલ ખાનની મદદે જઈ પહોંચવા તાકીદના હુકમે છોડ્યા તથા કર્નલના અબદુલ અઝીઝની અને નળદુર્ગના ખીજરખાનની મદદ મેળવવા માટે ગોઠવણ કરવાની એમણે સૂચના કરી. બહિલોલ ખાન જબરું લશ્કર લઈને આવ્યો અને એણે પ~ાળાના કિલ્લાને ઘેરો ઘાલ્યો. મહારાજે બહિલોલ ખાનને મારી હઠાવવા માટે પ્રતાપરાવને બીજા સરદાર સાથે લશ્કર આપીને રવાના કર્યો. પ્રતાપરાવ ગુજર લશ્કર સાથે નીકળ્યો તે ૫હાળાગઢ ઉપર ગયે નહિ પણ એણે બિજાપુરી મુલકે લૂંટવાને અને જીતવાનો સપાટો ચલાવ્યું. આદિલશાહી મુલકે લૂંટતે લુંટતો પ્રતાપરાવ ઠેઠ બિજાપુરની નજીક આવી પહોંચ્યો. બહિલાલખાનને આ સમાચાર મળ્યા એટલે એણે પ~ાળાના કિલ્લાને ઘેરે ઉઠાવ્યો અને બિજાપુર તરફ પિતાના લશ્કર સાથે કુચ કરી. બહિલખાન લશ્કર સાથે આવે છે એવા સમાચાર પ્રતાપરાવને મળ્યા એટલે એ પણ લશ્કર સાથે એની સામે એને અટકાવવા માટે આવી પહોંચ્યો. બિજાપુર તરફ આવતાં રસ્તામાં બહિલેલખાને ઉંબરાણી ગામ આગળ આરામ લેવા માટે પોતાના લશ્કર સાથે છાવણી નાંખી હતી. પ્રતાપરાવ ત્યાં જઈ ચડવો. મરાઠા સરદારોએ બહિલેલખાનની છાવણી ઘેરી લેવાને વ્યુહ રચે. શિવાજી મહારાજના લશ્કરમાં પ્રતાપરાવના હાથ નીચે નીચેનાં નામાંકિત શુરવીર હતા -
(૧) સીદી હિલાલ (૨) વિઠે છ સિંધીઆ (૩) કણ્છ ભાસ્કર (૪) વિઠ્ઠલ પીલદેવ (૫) વિસાજી બાળ (૬) આનંદરાવ (૭) રૂપાજી ભેંસલે (૮) સમાજ મોહિત (૯) સિદેજી નિબાળકર (૧૦) મહાદજી ઠાકુર (૧૧) સમાજ (૧૨) દીપાજી રાઉતરાવ.
ઉપરના નાના મોટા સરદારે અને માવળાઓની ટુકડીએના આગેવાને પિતતાના લશ્કર સાથે ચડી આવ્યા અને એમણે બહિલખાનની છાવણી ઘેરી લીધી. પ્રતાપરાવે ન્યૂહરચના બહુજ સુંદર કરી હતી. મરાઠા લશ્કરને મોખરે રહેવાની જવાબદારી સીદી હિલાલખાનને માથે નાંખવામાં આવી હતી. તેની પાછળ વિઠોળ સિંધીઅને તેની ટુકડી સાથે તૈયાર રાખવામાં આવ્યું હતું. દુશમનની છાવણીની બન્ને બાજુએ (ડાભી અને જમણી) કૃષ્ણા ભાસ્કર અને વિરલ પીલદેવને સેપી દીધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com