________________
પ્રકરણું જ શું ]
૭. શિવાજી ચરિત્ર
પદ્મ
હુકમ નીચે મરાઠાઓની સત્તા તાડવા માટે અને મરાઠાઓએ જીતેલા મુગલાના મુલક પાછા મેળવવા માટે લડાઈ એ કરવી. દિલેરખાન બહાદુરખાનના હાથ નીચે જ હતો. તેને પણ દક્ષિણમાં મરાઠાઓની સાથેના વિગ્રહમાં લઈ જવા બાદશાહી હુકમ થયેા. સરદાર દાઉદખાન બાદશાહની મહેરબાનીમાંને અમલદાર હતા. એના ઉપર ઔરંગઝેબને ઠીક ઠીક વિશ્વાસ હતા. પ્રતિકૂળ સંજોગામાં એણે પોતાના આ માનીતા અમલદારને શિવાજી જ્યાં ઢાય ત્યાં જાતે જઈ તેની સામે લડાઈ કરી તેને નાશ કરવા માટે પત્ર લખ્યા. અમરસિ' ચંદાવત અને એના જેવા ખીજા રજપૂત અમલદારાને એમના લશ્કર સાથે, શિવાજીની સત્તા તેાડવાના કામમાં મહેાબતખાનને મદદ કરવા માટે બાદશાહે ઉત્તરમાંથી દક્ષિણ તરફ રવાના કર્યાં. તાજા દમનું બળવાન લશ્કર, કસાયેલા અને કુનેહબાજ સરદારા, અનુભવી અને મુત્સદ્દી લશ્કરી અમલદારા શિવાજીને કચડવા માટે ઉત્તરમાંથી રવાના કરવામાં આવ્યા. મરાઠાઓનું ખળ, શિવાજી મહારાજની યુક્તિએ મરાઠા સરદારાનું મુત્સદ્દીપણું વગેરે ધ્યાનમાં લખુંતે શહેનશાહે મહેબતખાન સાથે લશ્કર અને તેને જોઈતી સામગ્રી ઉપરાંત પુષ્કળ ધન, અખુટ દારૂગોળા, શસ્ત્રાસ્ત્રો વગેરે યુદ્ધની સપૂર્ણ સામગ્રી આપી હતી. બનતી તાકીદે દક્ષિણમાં પહેાંચી જવાના બાદશાહના હુકમે ધ્યાનમાં રાખીને મહેાબતખાન દિલ્હીથી નીકળ્યો. બહુ જરુર જણાય ત્યાં અને ખાસ કારણ હોય ત્યાં જ મુકામે કરી આ સરદાર બહાણપુર આવી પહેાંચ્યા. બહાણપુરમાં આવ્યા પછી એ દક્ષિણની પરિસ્થિતિથી વાક્ થયા. આ ઠેકાણે એણે જસવંતિસ' અને સ. દાઉદખાનના દિકરા અહમદખાનની વચ્ચે યેલા અણુમનાવની હકીકત જાણી. મહેાબતખાને બહુ ખૂબીથી જસવંતસિ'ને સમજાવ્યા, મનાવ્યે અને પેાતાની સાથે ઔરંગાબાદ લઈ જવાનું નક્કી કર્યું. જસવંતસિંહને સાથે લઈ ને મહેાબતખાન ઈ. સ. ૧૬૭૧ના જાનેવારીમાં બહાણપુરથી નીકળ્યા, તે એક અઠવાડિયા પછી ઔરગામાદ આવી પહેાંચ્યા. ઔરંગાબાદમાં શાહજાદાને મળી દક્ષિણનો ખરી સ્થિતિ અને સૂબેદારના અભિપ્રાયથી વાક્ થયેા. સ. દાઉદખાનને મહાબતખાનના હાથ નીચે મુખ્ય લશ્કરી અમલદાર નીમવામાં આવ્યેા હતા. આ નિમણૂકથી દાઉદખાનને પોતાને અન્યાય થયેા છે એમ લાગ્યું અને એમાં અપમાન પણ માન્યું. આ નિમણૂકથી એના અંતઃકરણમાં અસંતાષ ઉભો થયા. એણે આજ સુધી સલ્તનતની જે સેવા કરી, જે વફાદારી ખતાવી તેના બદલામાં એનું અપમાન કરવામાં આવ્યું, એમ એને લાગ્યું. આ જગે એના મેાભાને શોભે એવી નથી એવું એને લાગ્યાં જ કરતું હતું. પોતાને થયેલા અન્યાયની એણે બાદશાહને ખબર કરી. એણે બાદશાહને પેાતાને દિલ્હી પાછા ખેાલાવી લેવાની પણ વિનતિ કરી હતી.
દુ, ધાડપને ઘેરી, મુગલાએ મરાઠાઓને મારી હઠાવ્યા.
પાશ્ચા પ્રકરણમાં આપણે જોયું કે મરાઠા લશ્કરે ૧૬૭૦ની આખરમાં ધાડપ કિલ્લાને ઘેરા ધાયૅા. આ ધેરા ઉઠાવવા માટે સ. દાઉદખાન પોતાના લશ્કર સાથે તરતજ નીકળ્યા, પણ કિલ્લાને મુગલ કિલ્લેદાર મહમદઝમાન બહુ ચતુર અને બાહેાશ હતા. એ મરાઠાઓની ઝડપ જાણતા હતા. એમના અકસ્માત છાપાએથી અજાણ ન હતા. મરાઠાએને પૂરેપુરા ભોમિયા ડાવાને લીધે એ જરાએ એસાવધ નહાતા રહ્યા. અહીં મરાઠાઓની દાળ ગળે એમ ન હતું. દાઉદખાનની મદદ આવી પહોંચે તે પહેલાં જ મહમદઝમાને મરાઠાઓને મારી હઠાવ્યા. ઔર'ગઝેબે દાઉદખાનને બાગલાણમાં વ્યવસ્થા કરવા લખ્યું હતું. દાઉદખાન તે! મરાઠાઓની પાછળ જ પડયો હતા. એક દિવસે હાતગઢ નજીક મરાઠા ઉપર અકસ્માત હુમલા કરી દાઉદખાને ૭૦૦ મરાઠાઓને કાપી નાંખ્યા. મરાઠાઓને ભારે નુકસાન થયું.
૭, અહિવતના કિલ્લા મરાઠાઓએ ખાયા.
થાડા જ માસ પહેલાં શિવાજી મહારાજે. અહિવત કિલ્લા જીત્યા હતા. તે કિલ્લાને પાછા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com