________________
૨
છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૪ યુ
ઉત્તરના કામા પતાવીને, રજપૂતા સાથેના ઝઘડાને નિકાલ કરોને, અફઘાનીસ્થાનનું કાકડું ઉકેલીને શિવાજીના નાશ કરવા પોતે જવાનેા બાદશાહ નિશ્ચય કરે તેા પણ તેથી મુગલ સત્તાને દક્ષિણમાં જે નુકસાન થઈ રહ્યું હતું તે અટકે એમ ન હતું. દક્ષિણમાં મરાઠાઓની સત્તા દિનપ્રતિદિન વધતી જ હતી. તેને અટકાવવા માટે તાકીદે ખાસ પગલાં ભરવાની જરુર હતી. દક્ષિણ તરફ્ આંખમીચામણાં કરે મુગલ સત્તા ઉપર ભારે ફૅટકા પડવાના સંભવ છે એમ બાદશાહની માન્યતા હતી. મરાઠાઓ આગળ વધતા તરત જ અટકી જાય એવી ગેાઠવણુ કરવાની બાદશાહને ખાસ જરુર જણાઈ. મરાઠાઓનું વધતું ખળ અટકાવવા માટે કાઈ કાબેલ સરદારને દક્ષિણમાં માકલવાને બાદશાહે વિચાર કર્યાં. ભલભલા સરદારાને શિવાજી મહારાજે ચણા ચવડાવ્યા છે તેના બરેાબર વિચાર કરીને સંજોગા અને શિવાજીની સત્તાને પહેાંચી વળે એવા સરદારને દિલ્હીથી લશ્કર લઈ દક્ષિણ મેાકલવા ઔરંગઝેબે નિશ્ચય કર્યાં. ચારે તરફ નજર ફેરવતાં આ કામ માટે બાદશાહને વૃદ્ધ, અનુભવી, જાણીતા અને વફાદાર એવા સરદાર મળી આવ્યેા. જે સરદારે શહેનશાહ શાહજહાનના વખતમાં મુગલ સલ્તનત માટે બહુ ખાહેાશી અને બહાદુરીથી દેાલતાબાદ જીત્યું હતું, જે દક્ષિણની રચનાથી પૂરેપુરા વાકેક્ હતા, દક્ષિણના લોકેાના સ્વભાવના માહિતગાર હતા, જે મરાઠાઓના કાવાદાવા અને ખટપટાથી જાણકાર હતા એવા સરદાર મહેાબતખાનની દક્ષિણુમાં જઈ શિવાજીની સત્તા તોડવાના કામ ઉપર નિમણૂક કરી. આવા કસાયેલા વીરને હાથે પાતાનું ધાર્યું કામ થશે એવું બાદશાહતે લાગ્યું અને એને ૪૦ હજાર માણુસેનું લશ્કર આપ્યું અને દક્ષિણમાં મોકલ્યા,
બાદશાહની ખાસ સૂચનાઓ અને જરુરી હુકમેા લઇને મહેાબતખાન દિલ્હીથી નીકળ્યા. આ વખતે આ સરદારને દક્ષિણુના સ્વતંત્ર હક્ક આપીને જ દિલ્હીથી મેાકલ્યા હતા. એના ઉપર શાહજાદા મુઆઝીમની કાઈપણ જાતની સત્તા ન ચાલે એવી રીતે એને નિય અને સ્વતંત્ર બનાવીને બાદશાહે માકલ્યા હતા. દક્ષિણમાં આવ્યા પછી સત્તાને માટે માન અપમાનને નામે ઝગડા કરીને દરવાજે આવેલા દુશ્મન સામે લડવાનું માંડી વાળી માંહેામાંહે મુગલ સરદારા લડીને આખી બાજી ન ખગાડે તે માટે દિલ્હીથી જ સત્તા અને અધિકાર નક્કી કરી એક બીજાની સાથે અથડામણમાં ન આવવું પડે એવી રીતે ગાઢવણુ કરી બાદશાહે મહાબતખાનને દક્ષિણમાં રવાના કર્યાં. ઘેાડા વખત પહેલાં જ્યારે દિલેરખાનને દક્ષિણમાં માલ્ક્યા હતા ત્યારે મરાઠા જેવા દરવાજે ઉભેલા દુશ્મન સામે જંગ મચાવવાનું માકૂફ઼ રાખી યુગલ અમલદારાએ માંહેામાંહે લડવા માંડયુ હતું અને શાહજાદા અને દિલેરની વચ્ચે જમરા ઝગડા જામ્યા હતા એનું માઠુ પરિણામ મુગલસત્તાને ભોગવવું પડયુ. એ અનુભવથી ચેતીને આ વખતે બાદશાહે મહેાબતખાન ઉપર મુઆઝીમની કાઈપણ પ્રકારની સત્તા ન રહે એવી ગાઠવણ કરી હતી.
દક્ષિણના મુગલ લશ્કરમાંથી ફક્ત ૧૦૦૦ સિપાહીએ શાહજાદાના તાબામાં રાખી બાકીનું આખું લશ્કર મહેાબતખાનના કબજામાં સાંપવાનું શહેનશાહી ફરમાન શાહજાદા ઉપર આવી પહેાંચ્યું હતું.
મહેાબતખાનને લશ્કર અને યુદ્ધની સર્વે પ્રકારની સામગ્રીથી સજ્જ કરી દિલ્હીથી રવાના કરવામાં આવ્યા. મહેાબતખાનના હાથમાં ૧૦૦૦ સિપાહીએ સિવાયનું આખું દળ બાદશાહે સોંપ્યું અને તે ઉપરાંત ૪૦૦૦૦ ચાળીસ હજાર સિપાહીએ દિલ્હીથી વધારાના સાથે રવાના કર્યો. સરસેનાપતિના તાબામાં જ્યાં સુધી વફાદાર, હિંમતબાજ, અનુભવી અને કસાયેલા સરદારા ન હોય ત્યાં સુધી એકલા લશ્કરના સંખ્યાબળ ઉપર લડાઇ જીતવી કઠણુ હોય છે એ ઔરંગઝેબ સારી રીતે જાણુતા હતા, એટલે એણે ૧૬૭૧ની શરૂઆતમાં જ ગુજરાતના બહાદુરખાનને હુકમ માકલ્યા કે એણે પેાતાના પ્રાંતની વ્યવસ્થા કરી પોતે દક્ષિણ જઈ મુગલ લશ્કરની ટુકડીની સરદારી લઈ
મહાબતખાનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com