________________
પ્રકરણ ૪ યું ]
છે. શિવાજી ચરિત્ર
૨૦૧
વખતે હાજર હતા. કિલ્લાની ખાનગી અને ગુપ્ત બાતમી મહારાજ મેળવતા અને એક દિવસે તક જોઈ ને જ્યારે કિલ્લા ઉપરના માણુસા બેસાવધ હતા ત્યારે દેરડાની નીસરણી ગાઠવી મહારાજ અને બીજાએ કિલ્લાની દિવાલ ચડીને અંદર પેઠા. કિલ્લેદાર ફત્તુલ્લાખાને અંદર પેઠેલા મરાઠા ઉપર મરયિા હુમલા કર્યાં. મુગલા પણ મરાઠાઓની ટુકડી સાથે બહુ 'િમત અને બહાદુરીથી લડષા. મરાઠાઓએ કુત્તુલ્લાખાનના હલ્લાઓને પાછા વાળ્યા. અને મુગલ લશ્કર ઉપર હલ્લા કરવા માંડવ્યા. મરાઠાઓના મારા બહુ સખત હતો. મુગલો પાછા હુાચા હતા તેમને વ્યવસ્થિત કરી ફત્તુલ્લાખાને મરાઠા સાથે ખૂનખાર લડાઈ કરી મુગલોના હલ્લો બહુ જોસવાળા અને વ્યવસ્થિત હતા. છતાં મરાઠાઓએ મુગલાને અવ્યવસ્થિત કરી નાંખ્યા અને તેમનામાં ભંગાણુ પાડયુ
હરહર મહાદેવના ગગનભેદી અવાજો કરી મરાઠા મુગલ લશ્કર ઉપર તુટી પડ્યા. કિલ્લેદાર ક્રૂતુલ્લાખાન રણમાં પડ્યો. સરદાર પડ્યો એટલે લશ્કરે નાસવા માંડડ્યું. મુગલ લશ્કરની આ દુર્દશા જોઈ *તુલ્લાખાનના સાળાએ સાલ્હેર કિલ્લાને કબજો મરાઠાઓને સાંપી દીધા. સાલ્હેર કિલ્લા ઉપરથી મુગલાના વાવટા ઉતર્યાં અને તેની જગ્યાએ મરાઠાઓના ભગવા ઝંડા ફરકવા લાગ્યા.
૫. મરાઠાઓની સામે મુઆઝીમ, મહેાબતખાન અને દાઉ≠ખાન.
શિવાજી મહારાજે સુરત બીજીવાર લૂટ્યાના માઠા સમાચાર અને બાગલાણુમાં મરાઠાઓએ મુગલોને મારેલા મારની શરમભરેલી હકીકત બાદશાહને મળી ત્યારે બાદશાહ પાતે અબ્બાનીસ્થાન તરફ અગડેલા મામલા સંબંધી અને રજપૂતા સાથેના ઝઘડા સંબંધીની ભારે ચિંતામાં હતા. સુરતની ખીજીવારની લૂંટના સમાચારે બાદશાહના હૈયામાં ઊંડા જખમ કર્યાં. મરાઠાએ આવી રીતે વારંવાર નાક કાપી જાય છે તે તેમને અટકાવી શાસન કરવા મુગલ અમલદારેએ શા શા પગલાં લીધાં તેની પણ બાદશાહે તપાસ કરી. મુગલ અમલદારાની બેદરકારી માટે બાદશાહને બહુ જ લાગ્યા કરતું હતું. સૂબેદારે મરાઠએને અટકાવવા માટે, એમને સામનેા કરવા માટે અથવા એમને સજા કરવા માટે મુગલ અમલદારાને શાલે એવું વર્તન ન કર્યું તે માટે બાદશાહ એ અમલદાર ઉપર બહુ નારાજ થયા. મુગલ સલ્તનતના પ્રતિનિધિ તરીકે પેાતે સુરતની પ્રજાને બચાવ મરાઠાઓની ચડાઈ સામે જરાએ ન કરી શક્યો અને પ્રજાને ભારે ગલત કરી છે, એવી જાતના આરાપ એ અમલદાર ઉપર મૂકવામાં આવ્યા. સત્તાધારીઓના ગુસ્સા બહુ ભયંકર હોય છે. એમની ઈતરાજી બહુ માઠું પરિણામ લાવનારી હાય છે, જેના ઉપર સત્તાધારીની પ્રતરાજી ઉતરે છે તેના મુરા હાલ થાય છે, એને પુરા અનુભવ આ અમલદારને હતા અને ઔરંગઝેબના સ્વભાવથી પણ એ વાકેફ્ હતા એટલે એ પેાતાના ઉપર આવી પડેલા આ સંકટથી ગભરાયા. પોતે આત્મમાનની લાગણીવાળા હતા એટલે મેઆબરૂ થવા કરતાં મરવું વધારે શ્રેયસ્કર છે એમ એને લાગ્યું અને આ આરાપને જવાબ માલીકને ત્યાં આપવા માટે આત્મહત્યા કરી. બાદશાહે એની જગ્યાએ બીજો અમલદાર નીમ્યા. મહારાજના દુશ્મન જંજીરાના સીદીને મહારાજની સામે મદદ કરવાના ઈરાદાથી કેટલાક લડાયક વહાણા બંધાવવાની જવાખદારી આ અમલદારને માથે બાદશાહે નાંખી હતી.
મરાઠાઓના વિજયની વાતા સાંભળી ખાદશાહના તળિયાની આગ તાળવે ચડી હતી, પણ પ્રતિકૂળ સંજોગેાને લીધે બાદશાહ લાચાર હતા. સાધારણ સંજોગા હેાત તા વીજળીવેગે ખાદ્શાહ દિલ્હીથી ઉપડી દક્ષિમાં મરાઠાઓને મસળી નાંખવા આવી પહોંચત પણ આ વખતે સંજોગે! એવા હતા કે બાદશાહથી રાજધાની છેડાય એમ હતું જ નહિ. મરાઠા ઉપર એ ખૂબ ક્રોધે ભરાયા, ગુસ્સે થયા, પગ પછાડ્યા પણ તેથી શું વળે. શિવાજી મહારાજની ચડતીકળા તા મુસલમાનની સત્તાના મૂળમાં અંગારરૂપે પડી હતી તે તેને નાશ કેવળ ગુસ્સે થયાથી નહિ થાય એ ખાદૠાહ જાણતા હતા પણુ મરાઠાઓની ચડતી એતે અસલ થઈ પડી હતી, એટલે પ્રતિકૂળ સંજોગામાં એ દેખાવા એનાથી થઈ જ જતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com