________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૪ થું હેવાથી તેણે ખૂબ ધન ભેગું કર્યું હતું. પ્રતાપરાવ પાસે આ શહેરની બધી માહિતી હતી એટલે આ શહેર લૂંટવાને વિચાર કરી અચાનક છાપે માર્યો. મરાઠા લશ્કરે મુગલનું કારંજા શહેર પેટ ભરીને લંટયું. આસરે ૪૦૦૦ (ચાર હજાર ) બળદ અને ખચ્ચરો ઉપર લાદીને લૂંટને માલ મરાઠાઓ લઈ ગયા. કેટલાક ધનવાન અને શ્રીમંતો જેમણે ધનદેલત દાટી મૂક્યાં હતાં અને જેમના સંબંધી ચેક્સ ખબરે પ્રતાપરાવને મળી હતી તેવાઓને પકડવામાં આવ્યા હતા. ઘણું ઘરમાંથી દાટેલું ધન મરાઠાઓએ ખેદીને કાઢી લીધું હતું. ઘણું શ્રીમતો તે વખતે પોતાનો બચાવ કરવા માટે સ્ત્રીને પાષાક પહેરીને નાસી જઈ શક્યા હતા, કારણ કે કેઈપણ સંજોગોમાં, કેઈપણ સ્ત્રીનું, કોઈપણ માણસે, કઈ પણ રીતનું અપમાન ન કરવું એ મહારાજના પિતાની પ્રજાને અને ખાસ કરીને લશ્કરને સખત હુકમ હતા. કારંજામાંથી મરાઠાઓએ લગભગ એક કરોડ રૂપિયાનો માલ લૂંટી લીધા હતા. કારંજા લુંટવ્યા પછી મરાઠા લશ્કરે આ કિલ્લાની આજુબાજુનાં ગામે લૂંટવાં અને મુગલ મુલકમાંથી ચોથ ઉઘરાવી ગયા. કારંજ અને નંદરબારની નજીકમાં મુગલ ગામમાં પણ મરાઠાઓ ચોથ ઉઘરાવવા પેઠા અને એમને મુગલ મુલકની પ્રજા પાસેથી, મરાઠાઓને દર વરસે ચોથ આપવાની લેખી કબુલાત લીધી.
૩. મેરાપંત પિંગળને વિજય. પ્રતાપરાવ ગુજ્જર ખાનદેશ અને વરાડમાં મુગલ મૂલક છતતે, લૂંટ, કબજે કરતે અને એક ઉઘરાવતે આગળ ધપતે હતા તે વખતે સરદાર મેરોપત પિંગળે પિતાના પાયદળ સાથે નાસીક પ્રાંતમાં બાગલાણ તથા મુગલેના બીજા પ્રાંતમાં મરાઠાઓની સત્તા વધારવાના કામમાં મંડી પડયો હતા. સ. મોરોપંત મરાઠા લશ્કર સાથે ઘાટ ઉતારીને મુલક જીતવા આગળ વધે. જગહાર સંસ્થાને ઉપર એણે મરાઠાઓની સત્તા બેસાડી અને લવણના રાજાને પણ નમાવ્યા મરાઠા લશ્કરે મુગલના મુલકે જીતવાનો અને લૂંટવાનો સપાટો જ ચલાવ્યો હતો. અહિવંતનો કિલ્લે સર કરી મરાઠાઓ આગળ વધ્યા અને એમણે ચાંદેર ગાળાનું રાવળા જાવળા સર કર્યું.
મેરપત પિંગળને બાગલાણમાં દાઉદખાન પન્નીએ સામનો કર્યો, દાઉદખાન બહુ ઝનુનથી લડત હતા. મારાપત પણ કંઈ જે તે ન હતા. બંને વચ્ચે બહુ ઝપાઝપીઓ અને સામના થયા. બંને દ્ધાઓએ એક બીજાની સત્તા તેડવા માટે હલા કર્યા. આખરે મારોપત પિંગળેએ મુગલ કબજાના ઔઢા, પટ્ટા. મહેર, ત્રિબકગઢ, રામનગર વગેરે કિલ્લાઓ અને સ્થળ ઈ. સ. ૧૯૭૧ ના જાનેવારીના અરસામાં જીતી લીધાં.
૪. સાલહેરને કિલ્લે મરાઠાઓએ છયે. પ્રતાપરાવ ગુજજર અને મેરોપંત પિંગળે મરાઠાઓને વિજયવાવટે મુગલના મુલકમાં ફરકાવવા લાગ્યા. આ સરદારે મુગલેના શહેરો અને ગામ ઉપરાઉપરી સર કરી રહ્યા હતા. મસઠાઓ પોતાની સત્તા આગળ વધારતા હતા. તેમને અટકાવવા માટે અને હરાવવા માટે મુગલ સરદાર દાઉદબાન અંકાઈ કાઈથી નીકળી બહાણપુર તરફ ગયો. ફરદાપુર નજીક આવતાં જાસૂસાએ ખબર આપી કે મરાઠાઓ વરાથી પાછા ફર્યા છે એટલે દાઉદખાને પિતાને કાર્યક્રમ ફેરવ્યો અને બાગલાણ તરફ વળ્યો. દાઉદખાન બાગલાણમાં પેઠા ત્યારે પ્રતાપરાવ ગુજજર ખાનદેશ અને વરાડમાં મુગલે ઉપર વિજય મેળવીને પિતાના લશ્કર સાથે સાલહેર નજીક આવી પહોંચ્યો અને મોરોપંત પણ દિગ્વિજય કરતે કરતે પિતાના પાયદળ સાથે સાલહેર નજીક આવી પહોંચ્યો. બંને મરાઠા સરદારો અહીં ભેગા થયા. બંનેની નજર સાલ્હેર કિલ્લા તરફ વળી. આ કિલ્લે બાગલાણની ઉત્તરે છે. એ ગાળામાં આ કિલ્લે મજબતમાં મજબૂત અને ઊંચામાં ઊંચે મનાતો હતો. આ કિલ્લે બાગલાણના બા પાસેથી મુગલોએ જીત્યા હતા. આ મહત્ત્વના કિલ્લાને જીતવાનું નક્કી કરી બન્ને મરાઠા સરદારોએ તેને ઘેર ઘા. આ વખતે આ કિલ્લો મુગલ કિલેદાર ફતુલ્લાખાનના કબજામાં હતા. મહારાજ આ ધેરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com