________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૪ લેવાને મુગલેએ વિચાર કર્યો. ઈ. સ. ૧૬૭૧ ના જાનેવારીની આખરમાં ચાંદેર નજીક મહેબતખાન અને દાઉદખાન ભેગા થયા અને બન્નેએ ભેગા થઈ અહિવંતના કિલ્લાને ઘેરો ઘાલ્યો. મરાઠાએ મુગે મોઢ કિલ્લાને કબજો આપી દે એવા ન હતા. એમણે મુગલેને સામને કર્યો. એક માસ સુધી મુગલ મરાઠાઓની ઝપાઝપીઓ થઈ. આખરે દાઉદખાને એ કિલ્લે સર કર્યો. મહેબતખાને એ ઉપરાંત રાવળા જાવળા અને મરકુંડના કિલ્લા પણ જીતી લીધા. દાઉદખાન અને મહેબતખાનની વચ્ચે અંદરખાનેથી હરીફાઈ ચાલી હતી અને હરીફાઈમાંથી ઈર્ષા ઉત્પન્ન થઈ. આ જીત (અહિવંતના કિલ્લાની) દાઉદખાનની ગણાઈ. વિજયનું માન, જીતનો જશ દાઉદખાનને મળે એટલે મહાબતખાનનું દિલ બહુ ખાટું થયું. દાઉદખાન જશ ખાટી જાય એ મહોબતખાનથી સહન થયું નહિ. ઇર્ષાથી બળતે મહેબતખાન દાઉદખાન ઉપર બળવા લાગ્યા. બન્ને વચ્ચે ભારે વેર બંધાયું. જ્યારથી દાઉદખાન એની સાથે જોડાયો ત્યારથી જ મહેબતખાને તેનો પાંચ હજારીને શોભે એવી જાતનાજ માન મરતબ જાળવ્યા હતું. મહાબતખાનના આવા વર્તનથી દાઉદખાનની લાગણી દુભાઈ હતી અને તેમાં વળી અહિવંતની છતથી આગમાં તેલ રેડાયું. બન્નેના દિલ ઊંચા થયા. બન્ને વચ્ચે જબરી ફાટ પડી. પિતાના લશ્કરની એક ટુકડી અહિવંતના બચાવ માટે રાખી મહાબતખાન ૩ માસ માટે એશઆરામ લેવા નાસીક જઈ રહ્યો. ત્યારપછી અહમદનગરથી ૨૦ માઈલ દૂર આવેલા પારનેરમાં ચોમાસું ગાળવા માટે મહેબતખાને પડાવ નાખ્યો. દાઉદખાને ઔરંગઝેબને પિતાને દિલ્હી બોલાવી લેવા માટે અરજ ગુજારી હતી તે ધ્યાનમાં લઈ બાદશાહે એને દિલ્હી બોલાવી લીધો. દાઉદખાન દક્ષિણથી દિલ્હી ચાલ્યો ગયે.
પારનેરમાં પડાવ નાંખીને મહોબતખાન રહ્યો. તે સાલ વરસાદ પુષ્કળ પડ્યો. મુગલ છાવણીમાં રેગ ફાટી નીકળ્યો. જનાવશે અને માણસે ટપટપ મરવા લાગ્યાં. પિતાની છાવણીમાં રેગ ફાટી નીકળ્યો હતો અને સિપાહીઓ અને યોદ્ધાઓ મરવા લાગ્યા હતા છતાં મહેબતખાને વૈભવવિલાસમાં જરાએ ઘટાડો ન કર્યો. પિતાના માણસોના જાન પ્રત્યે એણે તદ્દન બેદરકારી બતાવી. રોજ ગાનતાન રંગરાગ ચાલુ જ હતા. દરરોજ વારાફરતી દરેક સરદારને ત્યાં મહાબતખાન માટે મિજબાનીઓ થતી. મહેબતખાનના માનમાં રોજ મિજલસે ઉડતી અને આવા પ્રકારના વૈભવવિલાસમાં આ સરદાર રો પ રહે.
તે વખતે મહોબતખાનની છાવણીમાં અફઘાનીસ્થાન અને પંજાબથી આવેલી ૪૦૦ નાચનારીઓ આવીને રહી હતી. બધી ગુણકાઓને આ સરકાર અને બીજા નાના નાના સરદાર અને અમલદારો પિષતા હતા. જે વખતે રેગ ફાટી નીકળવાથી મુગલ લશ્કરના માણસે ટપોટપ મરતા હતા તે વખતે આવી જાતને વિલાસ મુગલ છાવણમાં ચાલતો હતો.
૮. સુપ મુગલેએ એ સર કર્યું. પૂનામાં મરાઠાઓની કતલ. મુગલ સરદાર મહોબતખાન તે ગાનતાન, રંગરાગ, વૈભવવિલાસમાં પડી ગયો છે અને સંખ્યાબંધ ગુણકાઓ મુગલ છાવણીમાં મુગલ અમલદારોને આશરે પોષાઈ રહી છે એની ખબર બાદશાહને પડી. મુગલ સલ્તનતને પાયામાંથી હલાવનાર મરાઠા શિવાજીનું બળ તેડવા માટે, મરાઠાઓને કચડી નાંખવા માટે મોકલેલા મુગલ સરદારની લશ્કરી છાવણુ ગુણકાઓનું આશ્રયસ્થાન થઈ પમાને સમાચાર બાદશાહને કાને પડ્યા. મહોબતખાને કોઈપણ જાતનું પરાક્રમ ન કર્યું તેથી અને મરાઠાઓની સત્તા તેડવા માટે આકાશ પાતાળ એક કરી નાંખવાને બદલે ગાનતાનમાં ગુલતાન બનીને મુગલાઈ સત્તાને નુકસાન કરી રહ્યો છે તેથી બાદશાહ એના ઉપર નારાજ થયા. એને માટે એના અંતઃકરણમાં વહેમ પેદા થયા. આ સરદાર પણ શિવાજીને મળી ગયો અને એની સાથે ખાનગીમાં મસલત કરીને ઈરાદાપૂર્વક મુગલસત્તાને એ નુકસાન કરી રહ્યો છે એવી બાદશાહની ખાતરી થઈ બહાદુરખાન અને દિલેરખાનને દક્ષિણ જવા બાદશાહે ભારે તાકીદ કરી હતી તેથી તે પણ ગુજરાતમાંથી દક્ષિણમાં આવી પહોંચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com