________________
પ્રકરણ ૩ ] છે. શિવાજી ચરિત્ર
કહ તે પછી અંગ્રેજ વખાર ઉપર હલ્લો કર્યો. આખરે મરાઠાઓએ કિલ્લા ઉપર હલે કરવાને દેખાવ કર્યો પણ પછી તે પાછા ફર્યા. સુલેહની વાતમાં બીજે દિવસ ગયો પણ એમાં કંઈ ન વળ્યું
એટલે ત્રીજે દિવસે મરાઠાઓએ ફરી પાછું પિતાનું કામ શરૂ કર્યું. મી. માસ્ટરને નિશ્ચય જોઈને શિવાજીના હવાલદારે માસ્ટર તરફ પિતાને માણસ મેકલ્યો અને કહેવડાવ્યું કે “તમારા લોકોએ અમારો
[ણસ માર્યાથી શિવાજી ગુસ્સે થયો છે, તે નજરાણું લઈને તમે કોઈને એની પાસે મોકલો.' પિતાની માલમિત અને કંપનીના માણસના જીવ ઉગારવા, શિવાજી મહારાજને નજરાણું આપવાનું નક્કી કર્યું. મી. માસ્ટર નજરાણું લઈને શિવાજી પાસે ગયો. આવેલો વેપારી રાજપુરતો હતો એટલે એને શિવાજીએ પૂછયું કે “હવે અંગ્રેજો રાજપુરમાં પહેલાંની માફક વેપાર કેમ કરતા નથી? માસ્ટરે રાજપુરમાં ભોગવવી પડતી અડચણે જણાવી એટલે શિવાજીએ અંગ્રેજોને ત્યાં જઈ વેપાર કરવા આગ્રહ કર્યો. પછી બે માણસો નજરાણું લઈને શિવાજીની પાસે ગયા. તેમનું શિવાજીએ સ્વાગત કર્યું. અને અંગ્રેજ અને અમે તે બંને મિત્ર છીએ' એમ જણાવ્યું અને એની સાથે હસ્તધૂનન કરતાં શિવાજીએ કહ્યું “હું તમારી સાથે હાથ મેળવું છું એજ મારું વચન સમજવું.” ત્યાર પછી શિવાજી સુરતથી ચાલ્યા ગયા. જતાં જતાં મુખ્ય અધિકારીઓ અને પ્રમુખ વેપારીઓ પ્રત્યે પત્ર લખતે ગયે કે દર સાલ ૧૨ લાખ રૂપિયા નહિ આપે તે આવતી સાલ આવીને ધૂળધાણી કરીશ. શિવાજીએ સુરત છોડવું કે તરતજ ગરીબ લોકોને બળવાન માણસે લુંટવા લાગ્યા. સુવાલીમાં કાઝી અને બીજા મોટા મોટા વેપારીઓ આવી ભરાયા હતા એટલે ત્યાં બીક ઓછી ન હતી’ (ાિ. ૫. તા. સં. નં. ૧૭૫૭).
આ બનાવના સંબંધમાં ડચ કોઠીવાળાઓએ પણ લખાણ કર્યું હતું.
૬. ચાંદવડ અને વણ દીકરીની ખૂનખાર લડાઈઓ, મરાઠાઓને વિજય. શિવાજી મહારાજે બીજીવાર સુરત લૂંટયું અને કબજે કરેલું ધન ઊંટ, ખચ્ચર, હાથીવગેરે ઉપર લાદીતે બધું સાથે લઈ મહારાજ લશ્કર સહિત સુરતથી નીકળ્યા. મેળવેલી લૂંટ સહીસલામત રાયગઢ શી રીતે પહોંચાડવી તેની ચિંતા મહારાજને હતી. મુગલ અમલદારોને ખબર પડતાં જ આ લૂંટ પાછી મેળવવા માટે એ મરણિયા થઈને ભારે પ્રયત્નો કરશે એ મહારાજ જાણતા હતા. વખતે મહારાજે દીર્ઘદૃષ્ટિ દેડાવીને રાયગઢ પહોંચવાનો પિતાને માર્ગ નક્કી કર્યો. સાહેર મુહેરને રસ્તે ચાંદવડથી કંચન મંચનને ઘાટ ઉતરી કાંકણું પહોંચવાનો કાર્યક્રમ મહારાજે ઘડી કાઢ્યો. રસ્તામાં મુગલોની સાથે લડવું પડશે એ વિચાર કરીને જ મહારાજે પોતાની તૈયારી રાખી હતી. લૂંટના માલની અને લશ્કરની બરોબર ગોઠવણ કરી મરાઠાઓએ બાજી ગોઠવી. મુસલમાને અકસ્માત છાપા મારે અથવા રસ્તામાં શત્રુદળ તૂટી પડે તે પણ મરાઠા લશ્કર અવ્યવસ્થિત ન થઈ જાય અને ગમે તે વખતે શત્રના હલ્લા આવે તે પણ તેને સામને વ્યવસ્થિત રીતે મરાઠા લશ્કર કરી શકે એવી રીતની રચના મહારાજે ગઠવી દીધી અને જવાબદાર માણસને જવાબદારીના કામ સોંપી ઘટતી સૂચનાઓ આપી મહારાજ સુરતથી લશ્કર સાથે ઉપડ્યા.
શાહજાદા મુઆઝીમ શહેનશાહના ફરમાનથી પાછો ઔરંગાબાદ તરફ વળ્યાના સમાચાર પાછલા પ્રકરણમાં અમે ખપી ગયા છીએ. મુઅઝીમ ઔરંગાબાદ આવી પહોંચ્યા પછી એને સુરતની લૂંટના માઠા સમાચાર મળ્યા. મુગલ સત્તાનું નાક કાપ્યું છે, તે સહન કરવાથી બાદશાહી સત્તાને દક્ષિણમાં ભારે ફટકો પડશે એમ શાહજાદાને લાગ્યું. “શિવાજીએ સુરત લૂંટવું, શહેરને કેટલોક ભાગ બાળી નાંખે અને અઢળક ધન લઈને ત્યાંથી નીકળે છે એવા સમાચારથી શાહજાદ ચમકયો, એને કલેજે ધક્કો લાગે, એને થયું કે મરાઠાઓના આ કૃત્યને કઈ પણ સંજોગોમાં જતું ન કરવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com