________________
૪૯૨ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૩ શિવાજી મહારાજે આખું સુરત શહેર લૂંટવું. ધર્મશાળાઓ, સરાઇઓ ઉપર પણ હલ્લા કરી તેમાં મકામ કરી રહેલા ધનવાન મુસાફરોને પણ મરાઠાઓએ લૂંટયા. એમની ચુંગાલમાંથી કોઈપણ છટકી શકે એમ ન હતું, એવી સ્થિતિ હોવા છતાં, તે સમયે મરાઠાઓની ધારે તેને લૂંટી શકે એવી સ્થિતિ હોવા છતાં સુરત શહેરમાંની અંગ્રેજ, ડચ અને ફ્રેંચ વેપારીઓની કાઠીઓ ને લુંટી અને બીજા બધાંને આંચ આવી તેથી બાદશાહને અને બીજા ઘણાઓને એ વહેમ આવ્યો કે આ પરદેશી વેપારીઓથી શિવાજી મહારાજ મળી ગયેલા છે. આ વહેમને પરિણામે પરદેશી વેપારીઓને એમને મળતી વેપારની છૂટછાટમાં કેટલુંક ખમવું ૫ણું પડ્યું હતું.
શિવાજી મહારાજ મરાઠા લશ્કર સાથે લૂંટ લઈ સુરતથી પાછા ફર્યા પછી લગભગ એક માસ સુધી તે સુરત શહેર નધણઆતા જેવું જ રહ્યું હતું. કઈ કઈને વાલી ન હતા. સુરતમાં તે જાણે કઈ રાજ્યની સત્તા જ ન હોય એવી સ્થિતિ ઉભી થઈ હતી. લુંટાયેલા શહેરીઓને બેલી ભગવાન હતું. મરાઠાઓ સુરત છોડીને ગયા પણ તેથી શહેરીએ નિશ્ચિત નહેતા થયા. મહારાજ સુરત છોડીને ગયાના સમાચાર સાંભળી દુખી શહેરીઓ છુટકારાને દમ લેતા હતા. કેટલાક આજુબાજુ ભરાયેલા સંતાયેલા પાછા ફરવા લાગ્યા હતા એટલામાં તરતજ અફવા આવી કે “શિવાજી પાછી સુરત ઉપર આવે છે.” આખું શહેર ગભરાટમાં પડી ગયું અને લોકોએ પાછી નાસભાગ શરૂ કરી.
શિવાજી મહારાજ પતિ આ પછી સુરત આવ્યા નથી પણ એ આવે છે એવી વાત આવે કે તરતજ લેકમાં દહેશત ફેલાઈ જતી, લેકે ગભરાટમાં પડી જતા અને નાસભાગ શરૂ થતી. ઈ. સ. ૧૬૭૨ માં રામનગરનું કાળી રાજ્ય સ. મોરોપંત પિંગળેએ જીત્યું એટલે સુરતના શહેરીઓના દિલમાં ધ્રાસકે પડ્યો. એ શહેર દક્ષિણથી સુરત આવવાનાં માર્ગમાં આવ્યું હતું. રામનગરમાં રહીને મરાઠા અમલદાર ચોથ માટે વારંવાર સુરતને ડરાવતા હતા. ઈ. સ. ૧૬૭૨ના ફેબ્રુઆરી અને ઍકટોબર માસમાં, ૧૯૭૩ના સપટેમ્બર માસમાં, ૧૬૭૪ના કબર માસમાં અને ૧૬૭૯ના ડીસેમ્બર માસમાં મગલ બાદશાહતના સુરત શહેરના શહેરીઓને ‘શિવાજી ચડી આવે છે’ના ભયાનક સમાચારે ભયભીત અને બેચેન બનાવી દીધા હતા. મુગલ બાદશાહતના ધનવાન બંદરના શહેરીઓની આ દશા ઉપરથી મુગલ બાદશાહતનું બળ અને શિવાજી મહારાજની શક્તિને ખ્યાલ વાંચન સહેલાઈથી કરી શકશે. આ બનાવના સંબંધમાં અંગ્રેજ કઠીવાળાઓએ સુંવાલીથી પિતાને દેશ લખાણું કર્યું હતું તેને સાર નીચે મુજબ છે:
ઍકબર માસની પહેલી બીજી તારીખે શિવાજી પિતાનું ૧૫૦૦૦નું લશ્કર લઈ સુરત ઉપર આવે છે એવી અફવા સુરતમાં આવી ત્યારે શહેરનું રક્ષણ કરવા માટે મુગલ અમલદાર પાસે પૂરા ૩૦૦ માણસો પણ ન હતા. શાહજાદા મુઝોમ તેના પિતા શહેનશાહ ઔરંગઝેબ સામે બંડ કરવાને છે અને તે થાય તે અવ્યવસ્થા અને અંધેર થઈ જવાના તેથી અને શિવાજી સુરત ઉપર ચડાઈ કરવા નીકળી ચુક્યો છે એવી અફવાથી અમે અમારે માલ જે બરોબર બાંધીને તૈયાર રાખ્યો હતો, તે સુંવાલી બંદરે મોકલવામાં આવ્યા હતા અને સુરત મુકામે છુટ છવાયે માલ પડી રહ્યો હતો તેની વ્યવસ્થા કરવા માટે મી. માસ્ટરને ત્યાં મોકલવામાં આવ્યું હતું. મી. માસ્ટર તા. ૨ ઓકટોબરને રોજ રાત્રે સુવાલીથી સુરત ચાલીને ગયે. કઠણ પ્રસંગ આવી પડે અને એમને વખતે નાસવું પડે તો તેને માટે એક હોડી અમેએ તૈયાર રાખી હતી. તા. ૩ ઓકટોબરે શિવાજીનું લશ્કર સુરત આવી પહોંચ્યું. પહેલે જ દિવસે તાતંર લેકની જૂની સરાઈ ઉપર અને અંગ્રેજોની વખાર ઉપર હલે થયે. તાર્તિર લેકે સરાઈ છોડીને નાસી ગયા પછી શિવાજીને સરાઈમાંથી એનું, રૂપું, સેનાને પલંગ વગેરે મુલ્યવાન વસ્તુઓ મળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com